બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર ફરી એકવાર વાઇરલ વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વખતે મામલો પાપારાઝી સાથે જોડાયેલો છે. મુંબઈમાં ફિલ્મ ‘દાદી કી શાદી’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રણબીર ફોટોગ્રાફર્સ પર નારાજ જોવો મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
રણબીર પત્ની આલિયા ભટ્ટ સાથે સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ ઇવેન્ટ તેમની માતા નીતુ કપૂરની ફિલ્મ ‘દાદી કી શાદી’ માટે રાખવામાં આવી હતી. જેમ જ બંને વેન્યુમાંથી બહાર નીકળ્યા, પાપારાઝીએ તેને ચારે બાજુથી ઘેરી લીધા.
વીડિયોમાં ભીડ અને કેમેરાની ધક્કામુક્કીથી રણબીર અસ્વસ્થ દેખાયો.વાઇરલ ક્લિપમાં રણબીર પાપારાઝીને પાછળ હટવા અને અંતર જાળવી રાખવા કહેતા જોવા મળી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટરે પોતાનો પિત્તો ગુમાવ્યો. ઘણા ચાહકોનું માનવું છે કે રણબીર આલિયાને ભીડથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો
સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે રણબીરનું સમર્થન કરતા લખ્યું કે સેલિબ્રિટીઝની પણ પર્સનલ સ્પેસ હોય છે અને પાપારાઝીએ મર્યાદાઓ સમજવી જોઈએ. કેટલાક લોકોએ એક્ટરના વર્તનને ઓવરરિએક્શન ગણાવ્યું.
આ સ્ક્રીનિંગ ફિલ્મ ‘દાદી કી શાદી’ના રિલીઝ પહેલા રાખવામાં આવી હતી. તેમાં કપૂર પરિવારના ઘણા સભ્યો હાજર રહ્યા. ઇવેન્ટમાં રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ જોવા મળી. ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી.