આપણે બધા જાણીએ છીએ કે કેટરીના અને વિકી કૌશલના લગ્ન થઈ રહ્યા છે એમના લગ્નને લઈને બહુ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ એમના વચ્ચે ઈન્ડસ્ટ્રીઝમાં એક બીજા લગ્ન થઈ રહ્યા છે સેલિબ્રટી જેઠાલાલની પુત્રીની વાત કરી રહ્યા છીએ જેમની પુત્રી નિયતિ જોશી આવનારા દિવસોમાં વિદાઈ લઈ રહી છે.
જેઠાલાલની વાત કરીએ તો એમને ભારતીય પ્રેક્ષકોએ ઘણો પ્રેમ આપ્યો છે એમની પુત્રીના આવનારા દિવસોમાં લગ્ન થવા જઈ રહ્યા છે લગ્નના પ્રસંગો શરૂ થઈ ચુક્યા છે આઠ તારીખે નાસિકમાં લગ્ન થવા જઈ રહ્યા છે જણાવી દઈએ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલની પુત્રીના લગ્ન મોટા રાઇટર અશોક મિશ્રાના પુત્ર સાથે થવા જઈ રહ્યા છે.
દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશી અને હર્ષવર્ધન બંને એકબિજાને ચાર વર્ષથી જાણે છે કોલેજ સમયથી બંનેની એકબીજાની મિત્રતા હતી અને હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે જ્યાં બે દિવસના નાસિકમાં ફન્કશન રાખવામાં આવશે 11 ડિસેમ્બરના રોજ મુંબઈમાં મોટું રીશેપ્શન રાખવામાં આવ્યું છે.
આ મોટું રીશેપ્શન મુંબઈની જાણીતી તાજ હોટેલમાં રાખવામાં આવ્યું છે અને અહીં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા લોકો હાજર રહેશે નિયતિ જોશીના લગ્નની પત્રિકા સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ હતી લગ્નમાં મોટા સ્ટાર પણ હાજરી આપશે જેમાં સલમાન પણ હોઈ શકે છે કારણ કે મેને પ્યાર ક્યુ કિયામાં જેઠાલાલે સાથે કામ કર્યું હતુ અને સારા મિત્ર પણ છે.