Cli

આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે

Uncategorized

સાંજે 6 થી રાતના 9 વાગ્યા સુધીના અનુમાન મુજબ ભાવનગર, રાજકોટ, બોટાદ અને કચ્છમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.गु४रातमांઅત્યારે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગે આજે સાંજે એક તાત્કાલિક એલર્ટ એટલે કે ‘નાઉકાસ્ટ’ (Nowcast) જાહેર કર્યું છે. આ તાજી આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે

હળવો વરસાદ પડવાની સંભાવના છે. જે આ વિસ્તારોમાં રહો છો અથવા રાતના જવાનું વિચારી રહ્યા છો, તો હવામાનનો આ નવો મિજાજ અને લેટેસ્ટ અપડેટ ખાસ જાણી લેવા જેવા છે.

અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આજે સાંજે બરાબર 6 વાગ્યે આ વિશેષ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે રાતના 9 વાગ્યા સુધી એટલે કે પૂરા 3 કલાક માટે લાગુ પડશે. આ આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્ય 4 જિલ્લાઓ – ભાવનગર, રાજકોટ, બોટાદ અને કચ્છના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અચાનક વાદળછાયું અને વરસાદી વાતાવરણ બની શકે છે.

હવે તમને એવો સવાલ થશે કે વરસાદ કેવો પડશે અને વાવાઝોડા જેવી સ્થિતિ તો નહીં સર્જાય ને? તો હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ ચારેય જિલ્લાઓમાં બહુ ભારે વરસાદ નહીં, પણ 5 મીમી પ્રતિ કલાકથી ઓછો એટલે કે સાવ હળવો વરસાદ જ પડશે. જોકે, આ દરમિયાન આકાશમાં હળવી ગાજવીજ જોવા મળશે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પૂરી શક્યતા છે. એટલે કે પવનના સારા એવા ઝટકા અનુભવાઈ શકે છે.

સૌથી રાહતની વાત એ છે કે આકાશમાંથી જમીન પર (ક્લાઉડ ટુ ગ્રાઉન્ડ) વીજળી પડવાની સંભાવના 30% થી પણ ઓછી છે, એટલે વીજળી પડવાનો કોઈ મોટો ખતરો નથી. તેમ છતાં, પવન અને ગાજવીજવાળા આવા વાતાવરણમાં ઘરની બહાર નીકળતી વખતે થોડી સાવચેતી રાખવી હંમેશા હિતાવહ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *