Cli

ઇસ્લામાબાદ વાતચીતમાં શું થયું? ઈરાનની શરતો અમેરિકાએ માનવી પડશે?

Uncategorized

ચારેય બાજુ ઉઠતા યુદ્ધના ધુવાણા વચ્ચે હવે શાંતિ માટે ટેબલ ટોક શરૂ થઈ છે. આજે દુનિયાની નજર ઇસ્લામાબાદ ટોક્સ પર છે કેમ એ બેઠક મહત્વની છે પાકિસ્તાનની મધ્યસ્થી અને યુદ્ધમાં આ બેઠક પછી શું થવાનું છે એની વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું

પાયલ ઇઝરાયલ ઈરાન અને અમેરિકા યુદ્ધમાં જેટલો તણાવ વધ્યો ઈરાનનું અને અમેરિકાનું હાઈ લેવલનું ડેલિગેશન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પહોંચી ગયું સાથે જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ ઇસ્લામાબાદ પહોંચ્યા છે જ્યાં 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ બાદ પહેલીવાર ઈરાન અને અમેરિકા આમને સામને બેસીને વાતચીત કરવાનું ઈરાન તરફથી આ ડેલિગેશનનું નેતૃત્વ કરવા માટે સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘેર આવ્યા છે જેમની સાથે વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘાચી આવ્યા છે

સાથે જ બીજા 70 લોકો પણ છે બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જેડીવેન્સ પણ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા છે. આજના દિવસમાં અનેક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ જેમાં એ બેઠકની તસ્વીર હોય કે પછી એ ફ્લાઈટની તસ્વીર હોય. ફ્લાઈટનું નામ મિનાબ 168 આપવામાં આવ્યું જેમાં અમેરિકાના કથિત હુમલામાં મૃત્યુ પામેલા સ્કૂલના બાળકોની યાદમાં તેમની તસ્વીર અને સામાન રાખવામાં આવ્યો. ઇસ્લામાબાદ પહોંચ્યા બાદ કાલીબાફે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું

કે ઈરાન સારા ઈરાદાથી વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ અમેરિકામાં વિશ્વાસ નથી કારણ કે અમેરિકાએ આની પહેલા પણ સીઝ ફાયરની વાત કરી અને પછી એનું ઉલ્લંઘન કર્યું. અત્યારે જ્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ ત્યારે ઘણી બધી વસ્તુ બદલાઈ ગયેલી હશે કારણ કે ત્યારે બેઠક પણ પૂર્ણ થઈ ગઈ હશે પણ અત્યારે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો સ્પષ્ટ દિશામાં નથી દેખાઈ રહી. કારણ કે રિપોર્ટ જે કહી રહ્યો છે અલ અઝીરાનો એ રિપોર્ટ છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો પોત પોતાના મુદ્દા સાથે આવ્યા મધ્યના માર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો પણ એ માર્ગ ન મળ્યો કારણ કે બંને પોત પોતાની વાત પર અડક છે સૌથી મોટી સમસ્યા ત્યાં છે કે બંને દેશોને એકબીજા પર વિશ્વાસ નથી. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો વાટાઘાટો સફળ નહીં થાય તો ફરી હુમલાની શરૂઆત થશે એટલે આજના દિવસમાં જે પણ વાતચીત થાય છે

એ વાતચીતમાંથી કોઈ નિષ્કર્ષ નહીં નીકળે તો પછી યુદ્ધની શરૂઆત ફરી એકવાર થશે. ઈરાને આ વાટાઘાટોમાં બે મુખ્ય શરતો મૂકી પહેલી લેબનોનમાં ચાલી રહેલા લડાઈ બંધ કરવાની બીજી ઈરાનના અબજો ડોલરના જે સ્થિર ફંડ હતા એ મુક્ત કરી દેવાની જે ભંડોળ હતા એ ફ્રીઝ કરી દીધા હતા એને મુક્ત કરવા માટે 1979 થી વિવિધ દેશોમાં અટવાયેલા છે એ મુક્ત કરવા માટે અમેરિકાએ સ્પષ્ટ એવું કહ્યું કે આવા કોઈ ભંડોળ છે જ નહીં એટલે બંને મુદ્દામાંથી એક પણ મુદ્દા ઉપર અમેરિકા સહેમત થયું નથી ઇસ્લામાબાદ ટોક્સ આ યુદ્ધને હવે કઈ દિશા તરફ લઈ જાય છે એ જોવાનું રહ્યું ફરી એકવાર એ યુદ્ધ વિરામ તરફ જાય છે કે વિશ્વાસ જે હતો બધાને એ નિરાશામાં ફળે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *