Cli

ગુજરાતના આ જિલ્લાઓમાં એલર્ટ!, હવામાન વિભાગે આગાહી શું કહે છે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે આગામી 48 કલાક સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પહેલા વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે કઈ સિસ્ટમ કેટલી મજબૂત છે એના પછી હવામાન વિભાગ જે કહે છે એ પણ સમજવાનો પ્રયાસ કરીશું ક્યાં એલર્ટ આપવામાં આવ્યા છે એ સમજીશું. આજે 28 તારીખ છે અને 28 તારીખે તમે જુઓ કે ગુજરાતમાં ક્યાંય એટલો વરસાદ નથી બતાવતા પણ જે સિસ્ટમની આપણે વાત કરતા હતા 28 તારીખે શાંત સુધીમાં એ તમને વરસાદની અસરો થતી દેખાશે બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં આજે બપોરથી વરસાદ શરૂ થઈ જશે

વહેલી સવારથી અત્યારે તમને થોડો તડકો લાગતો હશે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હશે પણ રાજકોટ મોરબી આ બાજુ તમે જુઓ તો ઓખાના દરિયાથી એટલે પોરબંદરથી લઈ અને જૂનાગઢથી લઈને વેરાવડ અને દરિયાકાંઠાના વિસ્તારો માં વરસાદ પડવાનો છે ગાંધીધામમાં વરસાદ પડવાનો છે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે એટલે આજે બપોરથી વરસાદની શરૂઆત થઈ જશે જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ લઈને આવશે એના સિવાય 29 તારીખે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે એટલે 29 તારીખે એ મધ્ય ગુજરાતના વધારે વિસ્તારો એટલે સાબરકાંઠા પણ આવી જશે એમાં છોટાઉદેપુર નર્મદાવાળો પટ્ટો પણ આવશે અમદાવાદ અમદાવાદ પણ આવી જશે

અને જુઓ તમે કે એ વરસાદની સ્થિતિ આપણે જોઈએ તો વહેલી સવારે આપણે જોઈશું તો દરિયાકાંઠાના વિસ્તારો પર એની અસર દેખાશે કચ્છમાં એની અસર દેખાશે પછી ધીરે ધીરે જેમ જેમ દિવસ આગળ જશે એમ આખા ગુજરાતમાં એની અસરો દેખાશે શાંત સુધીમાં તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અમદાવાદથી લઈને મહેસાણા અને ગાંધીનગર વડોદરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે ધોડકામાં વરસાદ પડવાનો છે સુરેન્દ્રનગરમાં માં વરસાદ પડવાનો છે રાજકોટમાં વરસાદ છે મોરબીમાં વરસાદ જામનગરમાં આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને વેરાવડ વાળો પટ્ટો ભાવનગરમાં પણ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે કચ્છમાં વધારે વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં પણ વધારે વરસાદની સંભાવના છે એક ટ્રફ જે છે અહીંયાથી ખેંચાઈને આવી રહ્યો છે જે ધીરે ધીરે કચ્છથી પસાર થઈ અને આગળ વધશે એટલે ઉપર રાજસ્થાન તરફ જશે એ ટ્રફની અસર છે બાકી આ બાજુ ઈરાન તરફથી એક સિસ્ટમ આવી હતી જે પાકિસ્તાન તરફથી ઉપરના પ્રદેશોમાંથી પસાર થઈ અને એના જે ભેજવાળા વાદળો અને બધું છે એની અસર આપણને અત્યારે જોવા મળી રહી છે 30 તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

અતિભારે વરસાદની આગાહી નથી જ્યાં વરસાદ પડશે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. પવન વધારે ફૂકાવાની સંભાવના છે અને 30 તારીખે પણ શાંત સુધીમાં તમે જુઓ કે સ્થિતિ શું રહેવાની છે. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત બધી જ જગ્યાએ ભારે વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ભાવનગરમાં વરસાદ પડશે અમદાવાદમાં વડોદરામાં દાહોદમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. સુરત, વલસાડ વાપીમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ ગાંધીધામમાં વરસાદ પડશે આખા કચ્છમાં વરસાદની સંભાવના જામનગરમાં વરસાદ પડવાની સંભાવના છે. પાલનપુર, મહેસાણા વાળો આખો પટ્ટો એમાં વરસાદ પડશે એટલે રાજસ્થાનની બોર્ડરથી અને મધ્યપ્રદેશની બોર્ડરથી લાગેલા તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 30 તારીખે એની તીવ્રતા વધશે. ધીરે ધીરે ટ્રફ આગળ વધી જશે. એના પછી એની એટલી અસર નહીં દેખાય. 31 તારીખથી આપણું જે વાતાવરણ છે એ રાબેતા મુજબ જેમ હતું એવી રીતના થોડી થોડી ગરમીની શરૂઆત થઈ જશે. એટલે 30 તારીખથી એ સ્થિતિ રહેવાની છે

કે ગુજરાતમાં થોડી ગરમી વધશે અને તાપમાન જે છે એ ઊંચું જશે. એના પછી એક હીટવેવનો આખો રાઉન્ડ આવશે. પછી એપ્રિલ મહિનાની શરૂઆતમાં પાછો એકવાર માવઠું આવશે. એપ્રિલ મહિનાની એન્ડમાં ફરી એકવાર માવઠું આવશે એ આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા અત્યારથી કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આજે જે એલર્ટ આપ્યા છે એમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને કચ્છના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યા છે ત્યાં બધી જ જગ્યાએ આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડશે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે કારણ કે અલગ અલગ સિસ્ટમો એક્ટિવ છે અને જ્યારે ભેજવાળા વાદળો ત્યાંથી પસાર થતા હોય તો એ ભારે પવન સાથે પસાર થતા હોય છે. અરબી સમુદ્રમાં પણ કરંટ છે સાથે જ બંગાળની ખાડીમાં પણ કરંટ છે અને એના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચેના પ્રદેશોમાં પડતો વરસાદ અને ગુજરાત ઉપરથી પસાર થતો ટ્રફ આ બધાની અસરો એકસાથે જોવા મળી અને ગુજરાતમાં માવઠાનું રાઉન્ડ એ ત્રણ દિવસ સુધી ચાલે એવી સંભાવના છે તમારી રીતે આજે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *