Cli

પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ક્યાં ભારે વરસાદની આગાહી?

Uncategorized

નમસ્કાર આપની સાથે હું છું પાયલ સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે વાત ગુજરાતના બદલાતા વાતાવરણની કરવી છે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે એ વિષય પર વિસ્તારથી વાત કરીશું પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને પહેલો સવાલ એ છે કે ફરીથી આપણે વાત કરી હતી ત્યારે પણ તમે એવું કહ્યું હતું કે આ છેલ્લું માવઠું નથી માર્ચનું ફરી એકવાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કયા વિસ્તારોને એલર્ટ રહેવાનો છે કેટલો વરસાદ પડવાનો છે ચોક ચોકસથી બેન જોવા જઈએ તો આમ તો માર્ચ મહિનો છે એ ઘણો અસમંજસતા વાળો રહ્યો છે આમ જનરલી જોવા જઈએ તો તાપમાન છે એ આપણે માર્ચ મહિનાની અંદર ઉચકાતું હોય છે ઉનાળા જેવો આંકડો તાપ પડતો હોય છે જો કે અત્યારે પણ જે વિસ્તારોમાં અત્યાર સુધી માવઠાની શરૂઆત નથી થઈ એમાં તાપમાન છે એ ઉંચકાયું હશે પણ ખાસ કરીને જે હિટવેવના રાઉન્ડ આવવા જોઈએ

હિટવેવનું માત્ર એક રાઉન્ડ આવ્યું છે એક રાઉન્ડ આવ્યો હતો 9 થી 13 માર્ચ વચ્ચે એ પછી પાછું 18 19 20 તારીખમાં માવઠું થયું અને ફરીથી હવે એક માવઠું થવા જઈ રહ્યું છે. જો કે આપણી ઉપર જે હાઈ લેવલના વાદળો હતા જેને કારણે પણ ગઈકાલે છૂટા છવાયા અમુક વિસ્તારની અંદર ખાસ કરીને કચ્છ જેવા વિસ્તારની અંદર ઝાપટાઓ નોંધાયા છે. અને હવે આવનારા દિવસમાં એટલે કે 28, 29 અને 30 માર્ચ એમાં પણ ફરીથી છૂટા છવાય અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. આ બધી જે આખી જે સિસ્ટમ ખોરવાળી છે એની પાછળનું જે કારણ છે અને આમ તો અત્યારે પણ જે માવઠું થવાનું છે એનું કારણ છે જેવી રીતે ગયું માવઠું હતું એમાં પણ જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર હતી જેને કારણે માવઠું થયું હતું ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થવા જઈ રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટરબન્સનો ટ્રક છે એ અત્યારે દક્ષિણ પાકિસ્તાન સુધી લંબાઈ ચૂક્યો છે ને હવે લગભગ 24 કે 48 કલાકની અંદર એ કચ્છ ઉપર પણ આવી શકે છે અને એમાં પણ જોવા જઈએ તો આ ઊચું તાપમાન હતું ને અરબ સાગરના ઉત્તરી ભાગો ઉપર એટલે આપણે કહી શકાય કે દ્વારકાથી પશ્ચિમે અરબ સાગરની અંદર અત્યારે એક હાઈ પ્રેશર બનેલું છે ત્યાં એન્ટી સર્ક્યુલેશન અત્યારે ક્રિએટ થયું છે હવે એન્ટી સર્ક્યુલેશન શું હોય છે બેન આમ જોવા જઈએ તો ઘણી વખત જે વરસાદની સિસ્ટમો બનતી હોય છે ત્યારે એ સાયક્લોન જે છે એ એન્ટીક્લોક રાઉન્ડમાં ફરતું હોય આ જે છે એ ક્લોક રાઉન્ડમાં ફરતું હોય છે એટલે એ પ્રકારનું એક હાઈ પ્રેસર બનેલું છે અને આ હાઈ પ્રેસરના પવનો છે એ ગુજરાત ઉપર પહોંચી રહ્યા છે

અને આ જે ટ્રકનો ભેજ દક્ષિણ પાકિસ્તાન સુધી પહોંચ્યો છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એટલે હવે એ ભેજ છે એ 700એચપી લેવલની ઊંચાઈએ ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરી શક્યતાઓ છે એટલે આમ એટલું પણ કહી શકાય કે હવે માવઠાથી બચવાના કોઈ ચાન્સ નથી માવઠું આપણે ગુજરાતમાં પડવાનું છે અને એ પણ 28 29 ને 30 તારીખમાંને એમાં પણ 29 તારીખ એવી હશે કે તે દિવસે થોડી તીવ્રતા વધારે જોવા મળશે 28 અને 30 માં ઓછી તીવ્રતા હશે અને એ જે માવઠું હશે એમાં પણ સૌથી વધારે અસર છે ઉત્તર ગુજરાતના વિસ્તાર જેમાં વાવથરાત બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર છે એમાં થોડીક તીવ્રતા વધુ જોવા મળશે બીજા નંબર ઉપર હશે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક રીતે બધા જ વિસ્તારોની અંદર બધા જ તાલુકાઓની અંદર લગભગ આ માવઠાના ઝાપટા નશે સૌરાષ્ટ્રની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા જામનગર પોરબંદર હોય અથવા તો જે મોરબી સુરેન્દ્રનગર છે રાજકોટ છે આમાં પણ છૂટા છવા જાપટાની શક્યતાઓ છે. એટલે આ મેં જે આપણે નામ જણાવ્યા છે આટલા વિસ્તારોની અંદર માવઠાની તીવ્રતા થોડી વધારે જોવા મળશે. બીજા વિસ્તારોમાં તીવ્રતા થોડીક ઓછી જોવા મળશે પણ અહીયા મહત્વનું એ છે બેન કે આ જે શિયાળાના માવઠા હોય છે એ એ થોડાક શાંતિપૂર્ણ હોય છે એમાં માત્ર ઝાપટા પડતા હોય છે પણ અત્યારે જે આ ઉનાળાના માવઠા પડે છે એમાં થોડું તોફાન વધારે જોવા મળતું હોય કેમ કે ગરમીનું પ્રમાણ હોય છે અત્યારે ગરમીના પ્રમાણને કારણે જે હાઈ પ્રેશર છે અને હાઈ પ્રેશર વાળા પવનો આવી રહ્યા છે અને એમાં ગરમીને કારણે હવાઓ પાતળી થઈને જે ઉપર ઉઠી રહી છે અને 700એચપીએ લેવલનું જે સર્ક્યુલેશન છે અથવા અસ્થિરતા છે એમાં થંડરસ્ટોમ એક્ટિવિટી થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ઘણા બધા વિસ્તાર એવા હશે કે માવઠા દરમિયાન ગાજવીજનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને ખાસ કરીને પવનની ઝડપ છે એ પણ વધારે જોવા મળશે ગાજવીજ બહુ નુકસાન નથી કરતા હોતા પણ જે પવનની ઝડપ હોય છે ને બેન એ વધારે પડતા આપણું નુકસાન કરતી હોય છે એટલે ગાજવીજ અને પવન સાથે આ માવઠું થાય તેવી પણ શક્યતાઓ છે પવનની ઝડપ છે એમ અત્યારે આમ નોર્મલી જોવા જઈએ તો લગભગ 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે પણ જ્યારે માવઠું થશે થંડરસ્ટોર્મ થશે એ વિસ્તારની અંદર પવનની ઝડપ છે 35 થી 40 km પ્રતિ કલાકની ઝડપ થશે અને એના જે ગસ્ટિંગ હોય છે એ 45 થી 50 kmની ઝડપે ફૂકાય તેવી શક્યતાઓ છે એટલે આ ભારે પવન ફૂકાશે એને કારણે હોર્ડિંગો ઉખળી પડવા છાપરા ઉડવા વૃક્ષો ધરાશાય થઈ જાય પોલ ધરાશાય થઈ જાય આવી દુર્ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે અને પાછળના માવઠામાં પણ આપણે આવું બધું જોઈ ચૂક્યા છીએ સેમ એ જ પદ્ધતિથી એ જ પ્રકારનું માવઠું આવવાનું છે ગયું માવઠું ને આ માવઠામાં ઘણી બધી સામ્યતા છે

બંનેની અંદર એવું જ હતું ગયા માવઠા વખતે પણ એક હળવું હાઈ પ્રેશર તો સમુદ્રમાં બનેલું જ હતું અને એ પણડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના ભેદને કારણે જ આવ્યું હતું અને આમાં પણ સેમ એ જ પ્રક્રિયા થઈ રહી છે એટલે ગયા માવઠાની જેમ જ આ તોફાની માવઠો હશે એવું ચોક્કસ લાગી રહ્યું છે એક ખેડૂત માટે સારી બાબત એ છે કે ગયા માવઠા વખતે તો ઘણા બધાશ શિયાળું પાક હતા જે રવિ પાક હતા એમાં પણ જે લાંબા ગાળાના પાક હોય ઘઉં કે વગેરે એ ઘઉંનો પાક છે એ 115 20 દિવસ સુધી ઉગતો હોય છે એટલે લાંબા ગાળાનો પાક હતા એ ઉભેલા હતા જે 90 દિવસ વાળા પાક હતા ચણા હોય જીરું હોય ધાણા હોય એનું હાર્વેસ્ટિંગ થઈ ચૂક્યું હતું એટલે હવે આ જે પાકો હતા એમાં ગયા માવઠામાં નુકસાન થયું હતું પણ આ વખત લગભગ હું માનું ત્યાં સુધી મોટા ભાગના શિયાળું પાક છે એ સંકેલાઈ જશે એટલે શિયાળું પાકને ઓછું નુકસાન થશે પણ ખાસ કરીને ઉનાળું પાક અને બાગાયતી પાકમાં આ માવઠાને કારણે ને નુકસાન થાય એવું ચોક્કસ મારું માનવું છે. હ પરેશભાઈ આપણે જ્યારે વાત કરી હતી આની પહેલા ત્યારે પણ તમે એવું કહ્યું હતું કે માર્ચમાં હજી બીજું માવઠું આવશે એના પછી એપ્રિલમાં પણ વરસાદની સંભાવના છે અને મેમાં પણ વરસાદની સંભાવના છે. તો સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે વાવાજોડાની આગાહી પણ તમે કરી હતી તો અત્યારે અસ્થિરતા કેમ છે આટલી બધી અ અસ્થિરતાનું મેન કારણ છે આમ જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટરબન્સ છે એ જે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જે વધારેમાં વધારે પસાર થતા હોય અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થાય એટલે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એ પહાડો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થતી હોય આ વર્ષે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવવાનું ચાલુ છે અત્યારે જો કે આ સીઝનમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થતા હોય પણ એ નબળા હોય કમજોર હોય અને એમાં બરફ વરસાદ ઓછી થતી હોય છે પણ અત્યારે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે હું આપને જણાવું તો હજુ આવનારા બે દિવસ પછી તમે જોજો ઉત્તર ભારતના પહાડો ઉપર ખૂબ માત્રા ખૂબ માત્રામાં સ્નોફોલ થવાની શક્યતાઓ છે એટલે આજે વધારે પડતાં જે પાછળથી પણ જે સ્નોફોલ ચાલુ છે અને એનો જે ટ્રક હોય છે એ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અને અત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતનું તાપમાન છે એ ઉચકાયેલું હોય એટલે કેશાકર્ષણના જે વૈજ્ઞાનિક નિયમ છે કેશાકર્ષણનો એમ મુજબ પણ એ ભેદ છે એ ખેંચાઈ આવતો હોય છે એટલે આ જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ છે એને કારણે અત્યારે આ માવઠા પડી રહ્યા છે અને હજુ પણ પડવાના છે આપણું જે અનુમાન હતું કે ભાઈ માર્ચ મહિનામાં બે માવઠા થશે એમાં એક 18 19 20 માં થયું હવે ફરીથી 28 29 30 માં થવાનું છે હવે એપ્રિલની વાત કરતા આમ તો ઘણી વખત આપને બેન ડર લાગતો હોય છે લોકોને ક્યાયને ક્યાય ઠીક છે કે માહિતી આપવી એ આપણું કામ છે પણ આપણે ડર લાગે કે લોકો કેટલુંક સહન કરશે એપ્રિલમાં પણ એક બાઉઠાથી પૂરું નથી થાતું એક બાઉઠું તો લગભગચાર પાંચ કેછ એપ્રિલમાં જ આવી જશે અને એ પછી પાછું 15 એપ્રિલ પહેલા પણ બીજું એક માઉથું તરત પાછળ આવી જશે એટલે ઉપરા ઉપર જે આ માવઠા છે ને એ મેં આપને પાછળ આપણે જ્યારે છેલ્લી વાત થઈ તી ત્યારે મને યાદ છે મેં જે આપને ઉલ્લેખ કર્યો હતો કે 15 જૂને ચોમાસાની જે શરૂઆત થાય ત્યાં સુધીનો કોઈપણ મહિનો એવો નહી હોય કે આપણે માવઠા વગર પસાર કરીએ દરેક મહિનામાં એક બે માવઠા થવાના જ છે અને એ પ્રક્રિયા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રક્રિયા ચાલુ છે હ છેલ્લો સવાલ છે

પરેશભાઈ કે માવઠા તો અત્યારે પડે છે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસના આજે રાઉન્ડ છે એના પછી ગરમી કેવી રહેવાની છે કારણ કે ઉનાળામાં જ્યારે સતત આટલા માવઠા પડે તો એ પણ બહુ જ વધારે હાઈ અને લોધ જશે તાપમાન ચોક્કસથી ગરમી પડવાની છે કેમ કે આમ પણ આ વર્ષે નોર્મલ કરતાં તો થોડું ગરમીનું પ્રમાણ વધારે પણ રહેવાનું છે ને એમાં પણ જોવા જઈએ તો આ માર્ચ મહિનામાં પણ અત્યારે જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નથી ત્યાં પણ અત્યારે તાપમાન 36 થી 38 ડિગ્રીની રેન્જમાં આવી ચૂક્યું હવે જે 4પ એપ્રિલમાં જે વાદળછું વાતાવરણ થશે માવઠાના ઝાપટા પડશે એ જે વિસ્તારોમાં ઝાપટા પડશે એ વિસ્તારોનું તાપમાન નીચું હશે જે વિસ્તારો ખુલ્લા હશે એમાં 4પ એપ્રિલથી તાપમાન છે ઊંચું જવાનું ચાલુ થશે એટલે એવરેજ તાપમાન 38 થી 40ડિગ્રી હશે અને અમુક વિસ્તારમાં હીટવેવનો રાઉન્ડ જોવા મળશે એટલે હીટવેવનો રાઉન્ડ હશે ત્યાં 41 42ડિગ્રી સુધી તાપમાન જશે અને અમુક પોઈન્ટ એવા હશે કે જ્યાં 42 પ્લસ થઈ શકે છે ખાસ કરીને હું જો આપને જણાવી દઉ ચાલુ વર્ષે 2026 ની અંદર સૌથી ગરમ કોઈ સેન્ટર હશે તો એ સાબરકાંઠાનું ઈડર રહેવાનું છે. એ પછી અમદાવાદ, ગાંધીનગર બંને રહેવાના છે અને એ પછી કંડલા હશે, રાજકોટ છે, અમરેલી છે આ બધા સેન્ટરો રહેવાના છે. એટલે હંમેશા આ બધા સેન્ટરો ગરમ રહેતા હોય છે પણ હિડર છે આ વખતે એક નવો રેકોર્ડ પણ સ્થાપી શકે છે અને તાપમાન છે આ વર્ષે ખૂબ ઊંચું રહેવાનું છે જેમાં ઘણી વખત એવું બનશે કે ઊંચા તાપમાનને કારણે પણ લોકલ સિસ્ટમો બંધાઈ જાય. બેન ઘણી વખત એવું હોય કે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું થાય અથવા તો અરબ સાગર કે બંગાળાની ખાડીની કોઈ અસ્થિરતા બને તો પણ માવઠયું થાય આ બે કારણ છે અને ત્રીજું કારણ એવું પણ હોય કે જ્યારે હિટવેવનો કોઈ મોટો રાઉન્ડ આવે અને લાંબો રાઉન્ડ ચાલે એટલે કે છ દિવસ કરતા એ રાઉન્ડ વધુ ચાલે તો પણ ત્યાં લોકલ સિસ્ટમો બને એ પછી એને સમુદ્ર ઉપર કે કોઈ વેસ્ટર્ન ડિસ્ટરબન્સની જરૂર નથી પડતી લોકલ પણ જે કેસાકર્ષણ અને જે જળનું ઉપર જવાનું જે થાય છે વાયુ સ્વરૂપે એને કારણે 700એપી લેવલે ઉનાળાની અંદર જેટલી પણ અસ્થિરતા કે વરસાદી સિસ્ટમ કે લો પ્રેશર બનતા હોય છે એ 700એપીએ લેવલે વધુ બનવાની શક્યતા હોય ચોમાસા દરમિયાન તો આપણે 850 hpએ લેવલે વધારે પડતા હોય છે

અમુક સમયે હાઈ લેવલના હોય તો 500એપીએ લેવલે હોય છે પણ અત્યારે વધારે પડતા 700એપીએ લેવલ હોય અને આ 700એપીએ લેવલનું જે ઊંચાઈ છે એ ઊંચાઈ આપણા માટે બહુ ખતરનાક હોય છે એટલે એ ઊંચાઈ ઉપર અત્યારે ઉનાળામાં જ્યારે પણ ઊંચું તાપમાન જશે હિટવેવ આવશે તો ઘણી વખત છ દિવસ કરતાં વધારે હિટવેવનો રાઉન્ડ ચાલશે ત્યાં લોકલ ત્યાં સિસ્ટમો બની જશે અને એ પણ સામાન્ય રીતે થોડા એરિયાની અંદર ઝાપટાના રૂપમાં અસર કરશે એટલે એવી રીતે પણ એપ્રિલ અને મેમાં ચાલુ રહેવાનું છે અને એપ્રિલ અને મે છે એની અંદર સૌથી વધારે ગરમી પણ પડવાની છે આવું ચોક્કસ મારું માનું છે એટલે માવઠા વચ્ચે આવતા રહેશે ગરમી પડતી રહેશે આ કન્ટીન્યુ પ્રોસેસ ચાલુ રહેશે અને આ જે ગરમી અત્યારે મેં આપને જણાવ્યું હતું એમ કે એવુંય સૂચવે છે કે ચોમાસાની શરૂઆત પણ લગભગ બંગાળની ખાડી કરબસા સાગર કોઈપણ જગ્યાએ એ સાયક્લોનથી થવા જઈ રહી છે પણ અત્યારે જે ખાસ બેન ખેડૂતોને એક સલાહ આપવા જેવી પણ બાબત છે કેમ કે અત્યારે આ માવઠાનો રાઉન્ડ આવવાનો છે હવે આપણે અત્યારે જે ઉનાળું પાક છે એમાં ખાસ કરીને અડદ મગ તલ મગફળી પણ ઘણી જગ્યાએ વાવેલી છે બાગાયતી પાકોની અંદર લીંબુ ચીકું દાડમ જામફળ અને કેરીનો પાક છે કેરીનો પાક તો વર્ષે આવતો અત્યારે ફ્લાવરીંગ લેટ આવેલું છે આ વર્ષે પણ છે એમાં ફ્લાવરંગ હવે જે આ પવન સાથે વરસાદ આવે તો એને કારણે પણ નુકસાન થાય એટલે જે ટાવરિંગ ખરીવું એ તો નુકસાન હોય છે પણ સાથે સાથે બેન અમુક પ્રકારની ડિઝીઝ આવે છે એનું કારણ છે કે જે વરસાદનું પાણી અત્યારે પડતું હોય છે એકદમ ઠંડું હોય ઘણી જગ્યાએ તો કરા પણ પડશે હવે કરા પડે અથવા તો વરસાદ વરશે તો પણ એકદમ ઠંડું પાણી હોય

જ્યારે ઉનાળું પાકને થોડુંક હુફાળું ગરમ પાણીની જરૂરિયાત હોય છે. જો એની અંદર અંદર ઠંડુ પાણી પડે છે તો એમાં રોગનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે જે વિસ્તારમાં માવઠું થાય એ વિસ્તારના ખેડૂતે માવઠું પૂર્ણ થયા પછી કુવા અથવા તો બોરનું હુફાળું પાણી આપી દેવું જેને ખેડૂતની ભાષામાં પાલર પાણી કહેવામાં આવે છે. એ પાલર પાણી પીવડાવી દેવું. જો એવું નહીં કરવામાં આવે તો એમાં રોગનું પ્રમાણ વધશે. શક્ય હોય તો ફૂગનાશકના સારા કન્ટેન્ટ પણ એમાં છટકાવ કરવો નહીંતર આ માવઠા પછીમાં અમુક પ્રકારની ડિસીઝ આવશે જેની અંદર અલ્ટરનેરીયા બ્લાઈટ ફાઈટોપથોરાબ્લાઈટ ફ્યુઝીયમ કોલેટરોટ્રાયકોમ અને એન્થરોગ્નેસ જેવી બીમારીઓ થવાની પૂરી શક્યતાઓ છે

આ તમામ રોગોથી આપણા પાક ને મુક્ત રાખવો હોય તો જે આપણે પાલર પાણી આપવું અને એની સાથે સારા ફૂગ નાશકનો છંટકાવ પણ કરવો જેથી કરીને આપણે આ માવઠા પછી પણ આપણા પાક ને આપણે આપણે બચાવી શકીએ હ થેન્ક્યુ સો મચ પરેશભાઈ તમે આ માહિતી આપી એ બદલ અને જે રીતના પરેશભાઈની આગાહી છે એ પ્રમાણે આ માવઠા સિવાય હજી એપ્રિલમાં પણ બે માવઠા આવવાની સંભાવના છે અને ગરમી અને અત્યારનું જે તાપમાન છે એ આપણને પોતાને સેટ થતા બહુ જ અઘરું લાગશે કારણ કે ઉનાળાની વચ્ચે જ્યારે માવઠું આવે એટલે તાપમાન અચાનકથી એવું લાગે કે હવે ઠંડક થઈ ગઈ છે પાછી પાછી ગરમી થાશે એટલે આ વખતે જે અસ્થિરતા છે અસ્થિરતાના કારણો પરેશભાઈએ કહ્યા છે આગળ કઈ પણ માહિતી હશે તો પરેશભાઈ પાસેથી મેળવતા રહીશું ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *