Cli

ઇઝરાયલમાં ઘાયલોની સંખ્યા વધી, ઈરાન દ્વારા નવી ડાન્સિંગ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો!

Uncategorized

અમે અમેરિકા પાસેથી સીસ ફાયરની માંગણી કેમ કરીશું અમે તો અમેરિકાને એવો સબક શીખવાડવા માંગીએ છીએ કે તે હંમેશા યાદ રાખશે આ શબ્દો છે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીના ઈરાન 28મી ફેબ્રુઆરીથી જ સીસ ફાયરની સંભાવનાને નકારતું રહ્યું છે તો બીજી તરફ ફિનલેન્ડ દ્વારા ભારત પ્રત્યે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભારત અમેરિકા ઈરાન યુદ્ધમાં સીસ ફાયર કરાવડાવવામાં એક મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કદ વધી રહ્યું છે. તો બીજી તરફ ઈરાન દ્વારા બહેરીન અને યુઈમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શુભ પાઠ સમગ્ર વિશ્વને અમેરિકન સેનાએ કમાન્ડ સિસ્ટમમાં વિભાજિત કરી દીધું છે. જેમાં પશ્ચિમ એશિયા આવે છે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ અંતર્ગત. આ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાનમાં જબરજસ્ત એર સ્ટ્રાઇક ચાલુ જ છે સાથે જ સેન્ટ્રલ કમાન્ડ ખાડી દેશો અને ઇઝરાયેલની પણ મદદ કરી રહ્યું છે ઈરાનના મિસાઈલો અને ડ્રોન્સની સામે સુરક્ષા આપવામાં વાત કરીએ ઈરાનની તો ઈરાન દ્વારા ઇઝરાયેલ પર સતત બેલેસ્ટિક મિસાઈલોથી હુમલાઓ ચાલુ જ છે ઈરાનની હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે 28મી ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં 3530 લોકો આ યુદ્ધમાં ઘાયલ થયા છે. ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમનો સ્ટ્રાઇક રેટ તો આમ તો સારો છે પરંતુ કેટલીક વાર ક્લસ્ટર મ્યુનિશિયન્સ સિવિલિયન એરિયામાં એટલે કે નાગરિક એરિયામાં પડવાથી ખૂબ વધારે નુકસાન થાય છે.

ઈરાન દ્વારા તેના શસ્ત્ર ભંડારમાંથી એક નવી મિસાઈલનો ઉપયોગ હવે શરૂ કરવામાં આવ્યો છે જેને ડાન્સિંગ મિસાઈલ કહેવામાં આવે છે ને તેનું નામ છે સેજીલ મિસાઈલ. કેમ કે તેના ટ્રેજેક્ટરી એટલે કે પ્રવાસનું અનુમાન લગાવવું કઠિન છે સેજીલ મિસાઈલ એટલે ખતરનાક છે કેમ કે તેની રેન્જ લગભગ 2000 કિલોમીટરની છે જેમાં 500 થી 1000 કિલોગ્રામ જેટલો દારૂગોળો હોય છે અને તે રોડ મોબાઈલ લોન્ચર એટલે કે ટ્રકથી પણ લોન્ચ થઈ શકે છે. જૂની બેલેસ્ટિક મિસાઈલ એ લિક્વિડ ફ્યુલથી ચાલતી હોય છે જ્યારે આ મિસાઈલમાં ફ્યુલ ભરવાની જરૂરત રહેતી નથી તે સોલિડ ફ્યુલથી ચાલે છે અને લોન્ચ કર્યા પછી પ્લેટફોર્મ તરત જ લોકેશન પણ બદલી નાખે છે. આમ સેજીલ ટુ મિસાઈલો ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ એરોથ્રી અને આયન ડોમ માટે એક ખૂબ મોટી ચેલેન્જ બનીને ઉભર્યું છે. ઈરાન યુદ્ધ પર ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે આપણે હાલમાં સીસ ફાયરની જરૂરત છે હું વિચારી રહ્યો છું કે શું ભારત તેમાં જોડાઈ શકે છે અમે જોયું છે

કે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા માટે યુદ્ધ વિરામની અપીલ કરવામાં આવી છે આમ ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટમનું આ નિવેદન ભારતના કૂટનૈતિક સામર્થ્યનો પરિચય આપે છે અને દર્શક મિત્રો આ કૂટનૈતિક સામર્થ્ય આપણું એટલે આવ્યું છે કેમ કે ભારત સરકાર દ્વારા મલ્ટી અલાઈનમેન્ટની પોલિસી અપનાવવામાં આવી છે મલ્ટી અલાઈનમેન્ટની પોલિસી સમજીએ તો સૌપ્રથમ આપણે એ સમજવું પડે કે નેહેરૂ યુગમાં એટલે કે આઝાદી વખતે આપણે નોન અલાઈનમેન્ટની પોલિસી અપનાવી હતી નોન અલાઈનમેન્ટ પોલિસીનું ગુજરાતીમાં ભાષાંતર થાય છે બિન જોડાણવાદની નીતિ અને હવે મોદી યુગમાં મલ્ટી અલાઈનમેન્ટની પોલિસી અપનાવવામાં આવી છે એટલે કે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય અગાઉ ઇઝરાયેલ નો પણ પ્રવાસ કર્યો જેમાં ઇઝરાયેલનું તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું ઇઝરાયેલની સંસદમાં તેમણે સંબોધન પણ કર્યું અને આ પછી આપણે ઈરાન સાથે પણ સારા સંબંધો છે ઈરાનમાં જે છે ચાબહાર પોર્ટ તેને ભારત ડેવલપ કરી રહ્યું હતું અને ચાબહાર પોર્ટ થકી આપણને સેન્ટ્રલ એશિયાની મુખ્ય કનેક્ટિવિટી તેમાં પણ અફઘાનિસ્તાનની મુખ્ય કનેક્ટિવિટી આપણને પ્રાપ્ત થાય છે એટલે કે આપણે ઈરાન સાથે પણ સંબંધો છે અને ઇઝરાયેલ સાથે પણ સંબંધો છે

અને મલ્ટી અલાઈનમેન્ટની પોલિસી અંતર્ગત આપણે આ સંબંધો વિકસાવ્યા છે તો બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકજીનું નિવેદન સામે આવ્યું છે કે અમે અમેરિકા પાસેથી સીસ ફાયરની માંગણી કેમ કરીએ અમે તેમને સબક શીખવાડવા માંગીએ છીએ કે દુશ્મન બીજીવાર ઈરાન પર હુમલો કરવાનું વિચારી પણ ન શકે આમ ઈરાન દ્વારા સીસ ફાયરની વાતને નકારી દેવામાં આવી છે અને હવે ઈરાન દ્વારા ઈરાકની રાજધાની બગદાદ ખાતે અમેરિકન દૂતાવાસ પર ગઈકાલ રાત્રે ખૂબ મોટાપાએ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે જેમાં ઈરાન દ્વારા પાંચ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ તરફ ઈરાન દ્વારા બહેરીનમાં આવેલું શેખ ઈસા એરબેઝ અને યુએઈમાં આવેલું અલડાફરા એરબેઝને પણ ત્યાં હુમલો કરવામાં આવ્યો છે અને ઈરાન દ્વારા ખાડી દેશોને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ આ નુકસાનથી બચવા માંગે છે તો અમેરિકન સેનાને તેમણે બહારનો રસ્તો બતાવવો જોઈએ વાત કરીએ ખાડી દેશોની ખાડી દેશોમાં ઓમાન યુએઈ કતાર બહેરીન સાઉદી અરેબિયા અને કુવેત અને આજે સમગ્ર જે પશ્ચિમ એશિયા છે તેમાં હા બીજા વિશ્વયુદ્ધ પછી

અમેરિકાએ પોતાના જે લશ્કરી ઠાણા અહીંયા વિકસાવ્યા છે અને ઈરાન ફરતે ઈરાનને જાણે ઘેરતા હોય એ રીતે તમામ લશ્કરી ઠેકાણાઓ વિકસાવવામાં આવ્યા છે જેમ કે યુએઈમાં આવેલું છે અલડાફરા આ પછી કતારમાં આવેલું છે સૌથી મહત્વપૂર્ણ જે બેઝ જે પશ્ચિમ એશિયામાં અમેરિકાને ખૂબ મોટાપાએ કનેક્ટિવિટી આપે છે બહેરીનમાં આવેલું છે ફિફ્થ ફ્લીટનું એક બેઝ આવેલું છે આમ અલગ અલગ બેઝ આ પશ્ચિમ એશિયામાં આવેલા છે ને જેના થકી હાલમાં તો અમેરિકા ઈરાનમાં પોતાના ઓપરેશનસ પાર પાડી રહ્યું છે પરંતુ હવે ઈરાનની માંગણી છે કે આ ખાડી દેશો હવે અમેરિકન સેનાને કાયમ માટે બાય બાય કરી દે તો જોવાનું એ રહે છે કે હવે આ યુદ્ધ કયો નવો વળાંક લે છે પરંતુ હાલમાં તો સમયની માંગ છે કે ભારત જેવો કોઈ એક ન્યુટ્રલ દેશ કે જે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્તા કરાવી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *