Cli

ગુજરાતમાં કેટલા દિવસ વરસાદની આગાહી?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ભયંકર ગરમીથી ત્રસ્ત બધા જ લોકોને હવે થોડુંક ચોમાસાવાળી ફિલિંગ લાવવાની છે કારણ કે થોડા દિવસ હવામાન વિભાગની આગાહી કહી રહી છે કે વરસાદ પડવાનો છે. હવામાન નિશાન કહી રહ્યા છે કે આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે હવે તમને પણ એવું થાય કે હજી તો ઉનાળો બેઠો છે અને પ્રી મોન્સુન એક્ટિવિટી કેમ તો ઉનાળો આપણે બેઠો છે ધીરે ધીરે અત્યારે પ્રી મોન્સુન એક્ટિવિટી અત્યારથી શરૂ થાય એના પછી

ચોમાસુ તો હજી બેસવાની વાર છે આખો ઉનાળો બાકી છે પણ આખા ઉનાળામાં થોડા થોડા સમયે અલગ અલગ સિસ્ટમો બનતી રહેશે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ રહેવાની છે એટલે એપ્રિલમાં પણ વરસાદ પડવાનો છે માર્ચમાં પણ વરસાદ પડવાનો છે અને મેમાં પણ વરસાદ પડવાનો છે અત્યારે માર્ચ મહિનાના વરસાદની વાત કરીએ કયા કયા વિસ્તારમાં ક્યારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો 18 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે 18 તારીખે ક્યાં સંભવિત વરસાદ પડવાનો તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા કચ્છ મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે આ બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે 18 તારીખની આ સ્થિતિ રહેવાની છે

19 તારીખે થોડા વિસ્તારો વધવાના છે એટલે 19 તારીખે વધારે વિસ્તારોમાં વરસાદની સંભાવના છે 19 તારીખે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદયપુર, સુરત, તાપી અને ડાંગ આટલા વિસ્તારોમાં સામાન્ય રીતે મધ્યમ છૂટો છવાય વરસાદ પડશે આ ગ્રીન કલર છે એટલે વોચ પર પણ છે. હજી જિલ્લાઓ વધી પણ શકે છે. 19 તારીખ અને 20 તારીખે પાછી જે તીવ્રતા છે સાવ ઓછી થઈ જશે. 20 તારીખે અરવલ્લી મહીસાગર દાહોદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે

દરિયાકાંઠાના વિસ્તારોને અસર થશે બાકી તમને થોડીક ઠંડક આપીને જશે આ વરસાદ પણ એના પછી ફરીથી વરસાદના એક રાઉન્ડ પછી ફરીથી ગરમીનો એક રાઉન્ડ આવશે હિટવેવની આગાહી એટલે આ વખતે બહુ જ બધા રાઉન્ડ હિટવેવના પણ આવવાના છે ગરમી ખૂબ વધારે પડવાની સંભાવનાઓ છે અત્યારે પણ તમને એવું લાગતું હશે કે અચાનકથી તમે શિયાળામાંથી ઉનાળામાં આવી ગયા છો વચ્ચેનો જે આખો સમય હોય છે કે ઠંડી જતી તી હોય અને ઉનાળો આવતો હોય એવા સમય આપણે ફીલ જ નથી કર્યો અચાનકથી જે વધારે ગરમી પડી રહી છે હ્યુમિડીટી ફીલ થતી હશે તમને પ્રી મોન્સુન એક્ટિવિટીની આ શરૂઆત થશે એટલે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હજી અનેક જિલ્લાઓ એવા છે

કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે અત્યારે થોડા દિવસ તમને થોડી ઠંડક લાગશે પવનવાળો અહેસાસ થશે કારણ કે અલગ અલગ સિસ્ટમો જે બનતી હોય છે સમુદ્રમાં એના કારણે એ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે જે વાદળો છે એ વાદળો થોડા થોડા ઘેરાયેલા રહેશે પવનની ગતિ પણ વધવાની છે એટલે ગરમીમાં આંશિક ઘટાડો થતો દેખાશે ચોમાસા જેવો વરસાદ અમુક જગ્યાએ પડવાની સંભાવના છે એટલે તમને વરસાદનો રાઉન્ડ પૂરો થશે એના પછી ફરીથી એ બફારો અને ગરમીની શરૂઆત થશે અત્યારે ત્રણ દિવસની આગાહી હવામાન વિભાગે કરી છે આગળના સમયમાં એ દિવસો વધી પણ શકે છે સિસ્ટમ કેટલી મજબૂત છે કેટલા દિવસ સુધી આ પ્રી મોન્સુન એક્ટિવિટી માર્ચ મહિનામાં થવાની છે એ સમય સમયે તમને માહિતી આપતા રહેશું તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજોફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *