ઈરાન દ્વારા ખાડી દેશોની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી કે જે યુએઈમાં આવેલી છે તેની પર આજે હુમલો કરી દીધો છે આ ઉપરાંત યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા ઈરાનના ડ્રોન હુમલાઓ અને મિસાઈલ હુમલાઓને લઈને એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે આ તરફ ઈરાન દ્વારા ઓપરેશન ટ્રુ પ્રોમિસ અંતર્ગત ફરી ઇઝરાયલ તરફ મિસાઈલો દાગવામાં આવી છે
તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર ઈરાન દ્વારા ખાડી દેશો જેવા કે કતાર બહેરીન કુવેત યુએઈ સાઉદી અરેબિયા સાથે એક ઇકોનોમિક વોરફેર છેડી દેવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ઈરાન દ્વારા વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અને ખાડી દેશોમાં સૌથી મોટી એવી ઓઇલ રિફાઇનરી જેનું નામ છે રુવાઈસ રિફાઇનરી તેની પર હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલો ડ્રોન વડે કરવામાં આવ્યો છે. વાત કરીએ આ રુવાઈસ ઓઇલ રિફાઇનરીની તો તે દરરોજનું 8,37,000 બેરલ જેટલું ઓઇલ પ્રોસેસ કરે છે. તે પર્શિયન ગલ્ફના કાંઠે આવેલી છે
અને તે યુએઈના શહેર અબુધાબીથી 245 કિમીટર દૂર આવેલી છે. રુવાઈસ ઓઇલ રિફાઇનરી યુએઈના ઓઇલ એક્સપોર્ટ પેટ્રોકેમિકલ પ્રોડક્શન અને સ્ટ્રેટેજીક રિઝર્વમાં મહત્વનો ભાગ ભજવે છે. યુએઈની આ રવાઈસ ઓઇલ રિફાઇનરીનું સંચાલન અબુધાબી નેશનલ ઓઇલ કંપની દ્વારા કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે નકશા પર નજર કરીએ. તો આ તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો પશ્ચિમ એશિયાનો મેપ છે અને તેમાં ખાડી દેશોમાં સૌથી મહત્વનો એવો દેશ છે યુએઈ અને યુએઈના આ ઉત્તર ભાગમાં અહીંયા આવેલી છે રુવાઈસ ઓઇલ રિફાઇનરી રૂવાઈસ ન માત્ર યુએઈની પરંતુ ખાડી દેશોની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી છે તેની પર હવે ઈરાન દ્વારા ડ્રોન વડે હુમલો કરી દેવામાં આવ્યો છે
તો ઈરાન દ્વારા આ અગાઉ વ્યયની ગલ્ફ ઓફ ઓમાનના કાંઠે આવેલી ફુજેરા ઓઇલ રિફાઇનરીને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી. તો આ તમને હું નકશામાં બતાવું તો આ રહ્યું યુએઈ અને યુએઈમાં આ પૂર્વની તરફ આવેલું છે ફુજઈરા આ ફુજઈરા ઓઈલ રિફાઇનરીની ખાસિયત એ છે કે તે આ જે સ્ટ્રેટ ઓફ હોરમુસ છે જે અત્યારે બંધ છે તેને બાયપાસ કરીને તે સીધી જ ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલી છે. પરંતુ ઈરાનને આ વસ્તુની ખબર હતી ને તેના કારણે ઈરાન દ્વારા ફુજેરા ઓઇલ રિફાઇનરી પર પણ ખૂબ મોટાપાએ હુમલો કરવામાં આવ્યો છે અને આ અગાઉ સાઉદી અરેબિયાની રાસ તનુરા જે ઓઇલ રિફાઇનરી છે તેની પર હુમલો કરવામાં આવ્યો છે અને તે અગાઉ કતારમાં આવેલા રાસ લફાનને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને કતાર તો દુનિયાનો સૌથી મોટો કુદરતી વાયુનું ઉત્પાદક દેશ છે અને તેણે હવે એલએનજીનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. વાત કરીએ ઈરાનની તો ઈરાન દ્વારા આજે ઓપરેશન ટ્રુ પ્રોમિસફર અંતર્ગત ફરી એકવાર મિસાઈલો ઇઝરાયેલ તરફ દાગવામાં આવી છે. ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે હવે આ મિસાઈલોમાં ક્લસ્ટર વોર હેડ પણ લગાવ્યા છે. આપણે જણાવી દઈએ કે
આ ક્લસ્ટર વોર હેડમાં 80 થી 90 જેટલા નાના નાના મ્યુનિશિયન્સ હોય છે જે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને જામ કરી શકે છે. તાજે યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે યુએઈ દ્વારા ઈરાનની નવ બેલેસ્ટિક મિસાઈલોને ડિટેક્ટ કરવામાં આવી હતી જેમાંથી આઠ મિસાઈલોને તોડી પડાઈ છે જ્યારે એક મિસાઈલ દરિયામાં પડી છે. આ ઉપરાંત આજે 35 જેટલા ડ્રોન્સ ને ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને જેમાંથી 26 ને તોડી પાડવામાં આવ્યા છે. આમ ઈરાનના આજે ખાડી દેશો છે ઓમાન યુએઈ કતાર બહેરીન સાઉદી અરેબિયા કુવેત પર સતત ડ્રોન્સ અને મિસાઈલો વડે હુમલાઓ ચાલુ જ છે અને એક તરફ અમેરિકા એવો દાવો કરી રહ્યું છે કે અમે ઈરાનની જે મિસાઈલ છોડવાની ક્ષમતા છે તેને તેમાં ખૂબ ઘટાડો કરી દીધો છે પરંતુ ક્યાંકને ક્યાંક હવે અમેરિકાના દાવા ઉપર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર