અમેરિકા ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધનો આજે પાંચમો દિવસ છે યુદ્ધની પરિસ્થિતિ દિવસેને દિવસે વધારે વણસી રહી છે એક બાજુ વિશ્વ આખું એ બે ભાગમાં વહેચાઈ ગયું છે. અનેક દેશ એવા છે જે ઈરાનની તરફમાં છે અનેક દેશ એવા છે જે અમેરિકા અને ઇઝરાયેલની તરફમાં છે પણ આ બધાની વચ્ચે ગઈકાલે ડોનલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે જ્યારે વાતચીત કરી ત્યારે એ નાખુશ થયા ઘણા બધા દેશોથી અને એમણે એવું સ્પષ્ટ કહ્યું કે જે દેશ સાથ નથી આપી રહ્યા એની સાથે અમે હવે કોઈ સંબંધ રાખવા નથી માંગતા નમસ્કાર આપની સાથે હું છું પાયલ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પત્રકાર પરિષદમાં વાત કરી રહ્યા હતા ત્યારે યુરોપની એમને વાત કરી યુરોપના અનેક દેશનો ઉલ્લેખ કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુરોપના કેટલાક દેશોએ સારી મદદ કરી પરંતુ મને આશ્ચર્ય થાય છે કે અમુક દેશોએ બિલકુલ મદદ નથી
કરી જર્મનીએ સારું કામ કર્યું અમારી સાથે પરંતુ સ્પેને કઈ કર્યું નહીં મેં તો સ્કોટને સ્પષ્ટ કહી દીધું છે કે સ્પેન સાથેના બધા જ લેવડ દેવડ તમે બંધ કરી દો. સ્પેને ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાનો વિરોધ કર્યો અને સ્પેઇને સ્પષ્ટ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતા કહી દીધું કે અમે આ કોઈ જ યુદ્ધની તરફેણમાં નથી. એમણે એવું પણ કહ્યું કે જે રીતના હુમલો કરવામાં આવ્યો એ ખોટું છે હિંસા અને પ્રોત્સાહન અમે આપવા નથી માંગતા અને એટલે જ અમે આમાં કોઈ જ સાથ આપવા નથી માંગતા. યુકે પણ પોતાના સ્ટેન્ડમાં ક્લિયર છે કે યુદ્ધમાં અમે સાથે નથી અને એમણે કહ્યું તો
ખરી જ કે ઈરાન સાથે જે થયું એ ખોટું છે 2003 માં ઈરાક સાથે જે થયું એમાં અમે અમેરિકાની સાથે હતા પણ અમે ઘણું બધું શીખ્યા પણ છીએ એનાથી એટલે યુકેએ પણ સ્ટેન્ડ ક્લિયર કરતા કહ્યું કે 2003 માં અમે જે ભૂલો કરી છે એવું ફરીથી અમે નથી કરવાના અને એટલે અમે આ લડાઈમાં સાથ દેવા નથી માંગતા જો કે એમણે એવું કહ્યા પછી પણ એટલે ઈરાન માટે દુઃખ વ્યક્ત કર્યા પછી પણ એ અમેરિકાનો સાથ તો આપી જ રહ્યા છે. ઘણી બધી વસ્તુ અમેરિકા સુધી યુકે દ્વારા પહોંચી રહી છે. યુકે સ્પેન જેવા દેશોએ તો ના પાડી જ પણ બીજા અનેક દેશ એવા હતા કે જે અમેરિકાની ખિલાફ આવ્યા એટલે કે અમેરિકાએ જે કર્યું છે જેમ કે રશિયા છે ચીન છે બધાએ સ્પષ્ટ કહ્યું કે ઈરાન સાથે જે થયું એ
અમેરિકા અને ઇઝરાયલે ખૂબ ખોટું કર્યું છે. પણ અમેરિકા મહાસત્તા છે એટલે ઘણા બધા દેશ એવા પણ હોવાના જ છે કે જે અમેરિકાની તરફેણમાં હોય અને એ પણ સ્પષ્ટ વલણ દેખાયું છે કે અમેરિકા અને ઇઝરાયેલ જે કરે છે એ બહુ સારું કરે છે એ એ કહેતા નેતાઓ પણ સામે આવ્યા છે એટલે આ યુદ્ધની શરૂઆત થઈ એના પછી મિડલ ઈસ્ટના ઘણા બધા દેશો એવા છે કે જે અમેરિકાના તરફમાં છે હવે ઓપ્શન પણ નથી એ લોકો પાસે કે અમેરિકાની તરફદારી ન લે કે પછી આ યુદ્ધમાં અમેરિકા સાથે ન ઊભા રહે તો એ કરે શું બીજા ઘણા બધા દેશો છે ભારતે હજી સુધી કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી કર્યું કારણ કે ભારત અત્યારે ખૂબ કસોટીની પરિસ્થિતિમાં છે અમેરિકા સાથેના સારા સંબંધ ઇઝરાયેલ સાથેના સારા સંબંધ અને સાથે જ ઈરાન સાથેના પણ આપણા એટલા જ સારા સંબંધ છે એટલે ભારત અત્યારે કોઈ સ્ટેન્ડ લેવા નથી માંગતું ભારત અત્યારે પોતાના ભારતીય નાગરિક જે દેશોમાં વસે છે એને બચાવવા પર ફોકસ કરવા માંગે છે પણ આ યુદ્ધની પરિસ્થિતિ જે રીતના વણસી રહી છે
ડોનલ્ડ ટ્રમ્પે ગઈકાલે જ્યારે પત્રકાર પરિષદ યોજી ત્યારે એવું પણ કહ્યું કે જે દેશ સાથ નથી આપતા એને આગળ જતા ભોગવવું પણ પડશે એટલે એ સ્પેનને ખુલ્લી ધમકી આપતા પણ એવું કહી રહ્યા હતા કે અમે ટેરીફ પણ વધારી દેશું અને અમારે કોઈ લેવલે દેવડ પણ નથી કરવી અને અમારે કોઈ સંબંધ પણ નથી લાગવા એટલે સીધી આંગળીથી ઘી ન નીકળે જો ડોનલ્ડ ટ્રમ્પને કોઈ તરફેણ નથી કરતું દેશ તો પછી એ દેશને આગળ જતા ભોગવવું પડે એવી વાત ડોલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે આગળ જતા યુદ્ધમાં કોણ કોની તરફ જાય છે એ પણ જોવાનું રસપ્રદ રહેવાનું છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિને લાઈક લાઈક અને શેર કરજો