1997 માં મળેલી આઝાદીને ભીખ કહેવા બદલ કંગના રાણાવત ઉપર કેટલાય એકશન લેવાઈ રહ્યા છે જેમાં ઘણી જગાએ એફઆઈઆર થઈ છે અને સોસિયલ મીડિયામાં એકજ અવાજ આવી રહી છેકે કંગના પદ્મશ્રી એવોર્ડ પાછો આપે જેને લઈને રાષ્ટ્રપતિને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો આ બધાની વચ્ચે કંગનાએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે.
આ સ્ટેટમેન્ટમાં કંગનાએ એક શરત રાખી છે કંગનાએ પોતાના ઇન્સ્ટગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે સ્વતંત્રાને લઈને જે લડાઈ થઈ હતી તે 1857માં શરૂ થઈ ગઈ હતી પુરી લડાઈમાં સુભાષચન્દ્ર બોઝ વીર સાવરકર અને રાની લક્ષમીબાઇ જેવા વીરાંગનાઓએ એમનું બલિદાન આપ્યું છે.
1857ની લડાઈ મને ખબર છે પરંતુ 1947માં ક્યુ યુદ્ધ થયું હતું મને બતાવો ક્યારે 1947 માં યુદ્ધ થયું હતું જો 1947ના યુદ્ધ વિશે મને કોઈ બતાવી શકેતો હું મારુ પદ્મશ્રી એવોર્ડ પાછો આપવા તૈયાર છું કંગનાએ વધુમાં લખ્યું હતું કે જયારે મેં રાની લક્ષ્મીબાઈ વિશે ફિલ્મ બનાવી ત્યારે ઘણુંબધું રિસર્ચ કર્યું હતું તે 1947 પહેલાનું હતું.
કંગના આગળ કહે છે ગાંધીજીએ ભગતસિંહને મરવા કેમ દીધા કેમ સુભાષ ચંદ્રબોઝને મરવા દીધા અને કેમ ગાંધીજીનું સમર્થ એમને ક્યારેય ના મળ્યું અને કેમ સ્વતંત્રતા મળ્યા પછી જશ્ન મનવવાની જગ્યાએ લોકોએ એકબીજાનું લોહી વહાવ્યું આ બધા સવાલોનાં હું જવાબ ગોતી રહી છું કૃપા કરીને જવાબ મેળવવામાં મારી મદદ કરો.
કંગનાએ વધુમાં કહ્યું જે પણ કઈ મારી સાથે થશે તેનું પરિણામ ભોગવવા હું તૈયાર છું અને ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું હતું તેમાં એ વાત છેકે 2014 સુધી ભલે આપણી જોડે ભૌતિકરૂપથી આઝાદી હતી પણ ભારતની ચેતના અને વિવેક 2014માં આઝાદ થઈ અને મેં એકજ ઇન્ટરવ્યૂમાં બધું સાફ કહી દીધું હતું પરંતુ જે ચોર છે એમની તો જલસે એટલું કહેતા કંગનાએ વાત પુરી કરી હતી.