આ રડતી આંખો કહી રહી છે કે મને તો મારો પતિ જોઈએ છે મને બીજું કાંઈ નથી જોતું જ્યારે આપણે એવું કહીએ કે એક માણસના જીવની કિંમત કેટલી? તો જવાબ હોય છે કે અમુક વાર શૂન્ય કારણ કે રોજ આપણે કન્સ્ટ્રક્શન સાઈડ પર રસ્તાના અકસ્માતમાં અનેક લોકોને ને મૃત્યુ પામતા જોઈએ છીએ. શ્રમિકોના જીવની કિંમત તો આપણે ક્યારેય કરી જ નથી. વડોદરાના સમાવિસ્તારથી એક ઘટના સામે આવી
જે સાંભળ્યા પછી રૂવાણા ઊભા [સંગીત] થઈ જાય. વડોદરાના સમાવિસ્તારમાં આવેલા અગોરા સટી સેન્ટર પરથી પડી જતા એક યુવકનું મૃત્યુ થાય છે. અગોરા સટી સેન્ટરમાં લિફ્ટમાં મેન્ટેનન્સનું કામ કરતા કર્મચારીનું કામ કરતી વખતે 17 માં માળતે લિફ્ટમાં પડી જતા કમકમાટી ભર્યું મૃત્યુ થાય છે. પતિના મોતની ઘટના સાંભળ્યા પછી પત્ની તરત જ આઘાતમાં જતી રહે છે જેમ હજે ત્યાં પહોંચે છે એનો આકરંદ એની પીડા એની આંખોમાં દેખાય છે. મને મારો પતિ જોઈએ છે મને બીજું કશું જ નથી
જોતું એ વાત એ મહિલા કરી રહી છે. 30 વર્ષીય મૃતક શારદુલ અલી અગોરા બિલ્ડીંગમાં 17 માં માળે લિફ્ટની પુલીમાં વાયર બદલવાનું કામ કરી રહ્યા હતા. લિફ્ટનો વાયર ખેંચતી વખતે સંતુલન બગડતા તેઓ સીધા લિફ્ટની અંદર સ્વાર્ટમાં ઉપરથી નીચે પટકાયા અને એના પછી એમનું મૃત્યુ થયું. 30 વર્ષીય મૃતક શારદુલ અલી એ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કામ કરતા હતા અને આઠ મહિના પહેલા જ એમના લગ્ન થયા હતા એટલે આ જે પત્ની રડીી રહી છે
એ આઠ મહિના પહેલા જ અહીંયા આવી હતી. વડોદરામાં આવ્યા એના પછી બંનેનું સંસાર સારી રીતના ચાલતું હતું અચાનકથી પોતાના પતિના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી પત્ની પોતાને રોકી નથી શકતા એ કહે છે કે અમે ઈદમાં તો હજી હમણાં ઘરે જવાના હતા એની પહેલા જ મારા પતિનું મૃત્યુ થઈ ગયું જો કે આના પછી તંત્ર પર અનેક સવાલો થાય છે કે એમના સિક્યોરિટી માટે કેમ કશું જ નતું આપવામાં આવ્યું જ્યારે આપણે આવી ઘટનાઓ જોઈએ ત્યારે આપણને એવું થાય કે
કામ કરતો માણસ જે હોય છે એના જીવની કિંમત અને એની સુરક્ષા માટે કોઈ જ નથી વિચારતું આપણે રોજ એવા અનેક શ્રમિકો કન્સ્ટ્રક્શન સાઈટ પર જોઈએ છીએ જે સુરક્ષાના અભાવના કારણે મૃત્યુ પામે છે અને આ પહેલી ઘટના નહતી આ એક જગ્યાની આ સાત દિવસની બીજી ઘટના છે એક યુવક પણ ત્યાંથી ઉપરથી પડે છે બીજા માળથી અને મૃત્યુ પામે છે એવી ઘટના પણ સામે આવી હતી. કોન્ટ્રાક્ટર સામે પણ અનેક લોકો સવાલ કરી રહ્યા છે બધા જ એવું કહી રહ્યા છે કે ત્યાં મનમર્જી પ્રમાણે લોકો સાથે કામ કરાવવામાં આવતું હતું અને એમને સુરક્ષા માટે કશું જ નહોતું આપવામાં આવતું. આપણે ભારતમાં જ્યારે કોઈ બિલ્ડીંગ બનતા જોઈએ ત્યારે જોઈએ છીએ કે એક વ્યક્તિ એ ખુલ્લી લિફ્ટમાં ફરતા હોય છે સુરક્ષાના કોઈ સાધનો એની પાસે હોતા નથી
એને જે પહેરવાનું હોય સુરક્ષા કીટ એ પણ એને આપવામાં નથી આવતી. શ્રમિકોના જીવની કિંમતની કે પછી આવી રીતના રોજનું કમાઈને રોજના ખાતા લોકોના જીવની કિંમત આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એ મોટા લોકો માટે ઝીરો હોય છે. એ લોકોને પરવાહ જ નથી હોતી કે કોઈ એક માણસનું મૃત્યુ થઈ જશે. આવા અનેક લોકોના મૃત્યુ રોજ થાય છે પણ એ ચર્ચાનું કેન્દ્ર એટલે નથી બનતું કારણ કે શ્રમિક છે એની માટે લડવા માટે કોઈ નથી તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો