ગૈવિન પૈકર્ડ જેઓ 80 થી 90 ના દશકાની ફિલ્મોમાં તમે આ વિલેનને જોયા હશે તેઓ એમની દમદાર બોડીના કારણે એ સમયના અભિનેતાઓને જોરદાર લડત આપતા હતા એ સમયે લોકો વિચારતા હતા કે ગેવિન પૈકર્ડ કોઈ વિદેશી એક્ટર છે પરંતુ સાચું એ હતું તેઓ પુરા ભારતીય હતા.
એ સમયના સુપરહિટ ફિલ્મોમાં વિલેનની ભૂમિકા નિભાવનાર ગેવિન પૈકર્ડ અચાનક ગાયબ થઈ ગયા હતા મિત્રો વાત કરીએ તો ગેવિન પૈકર્ડની બોડી જોરદાર હતી તેથી તેઓ ઘણી બોડિબિલ્ડિગ કપ પણ જીતી ચુક્યા હતા ગેવિન પૈકર્ડ સંજય દત્ત સુનિલ શેટ્ટી અને સલમાન ખાનને પણ ફિટનેશ ટ્રેનર તરીકે પણ રહી ચુક્યા હતા.
ગેવિન પૈકર્ડની દમદાર બોડીથી પ્રભાવિત થઈને ડાયરેક્ટરે પ્રથમ મલયાલમ ફિલ્મમાં ચાન્સ આપ્યો હતો ત્યારબાદ અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું ગેવિન પૈકર્ડની વધતી લોક્પ્રીતથી મેન વિલનના અનેક રોલ મળ્યા જેના લીધે એમની લોકચાહના ઘણી વધી ગઈ હતી એમના ફિલ્મી કરિયરમાં લગભગ 59 ફિલ્મોમાં કામ કર્યું.
ગેવિન પૈકર્ડએ છેલ્લા દિવસો બહુ મુશ્કેલીઓમાં વિતાવ્યા હતા એમને ફફસાની બીમારીએ શિકાર બનાવી લીધા હતા જેના લીધે એમની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી હતી એ સમયે એમની બંને પુત્રીઓ પણ વિદેશમાં હતી એમને કામ મળવાનું પણ બંદ થઈ ગયું એમની હાલત વધુ બગડી રહી હતી ત્યારે તેઓ એમના ભાઈના ઘરે આવી ગયા.
ગેવિન પૈકર્ડની બીમાંરીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જયારે 18મેં 2012 ના દિવસે એમના શરીરે હાર માની લીધી હતી અને ગેવિન આ દુનિયાથી હંમેશા માટે ચાલ્યા ગયા પરંતુ દુઃખની વાત એ હતી કે એમની અંતિમ યાત્રામાં ફિલ્મ જગતનું કોઈ હાજર રહ્યું ન હતું એમની પુત્રીએ જણાવ્યું હતું કે એમના પિતા વિલનનો રોલ કરે તેપસંદ ન હતુ.