Cli

સરસ ફોટો લેજો કહેનારી કીર્તિ પટેલ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી અને બોલી, ‘ન્યાય અપાવજો’

Uncategorized

એક સમય હતો જ્યારે કીર્તિ પટેલ મીડિયા કર્મી અને કેમેરાને જોઈને તેમની મજાક ઉડાવતા હતા અને આજે કીર્તિ પટેલનો સમય બદલાયો છે અને મીડિયાને જોઈને કહે છે કે તમે મારી સાથે રહેજો મને ન્યાય અપાવજો આ સમયનો ચક્રવ્યુ છે અને આ સમયનો ચક્રવ્યુ બદલાયો છે કીર્તિ પટેલનો શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફરા સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેનાર કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં સાત દિવસમાં ત્રણ અલગ અલગ ગુના નોંધાયા

આ પહેલા ભવનાથના મેળામાં કીર્તિ પટેલ જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરવા પહોંચી હતી અને સાધુ સંતો વચ્ચે કીર્તિ પટેલ મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી ગઈ તેને લઈને વિવાદ સર્જાયો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ જ્યારે પોલીસ દ્વારા તેને બહાર લાવવામાં આવી ત્યારે પોલીસ સાથે પણ તેણે ગેરવર્તન કર્યું હતું અને તેનો પણ વિડીયો સામે આવ્યો હતો જેમાં કીર્તિ પટેલ છે તે પોલીસ સામે આંખો બતાવતી હતી

અને નીકળ એવા શબ્દ પણ તે વીડિયોમાં બોલી રહી હોવાનું સંભળાઈ રહ્યું હતું જો કે આ મામલે પણ કીર્તિ પટેલ સામે ગુનો નોંધાયો ત્યારબાદ મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ વેરાવડના બજરંગદાસ બાપુએ પણ કીર્તિ પટેલ સામે ગુનો નોંધાવ્યો હતો અને આ સમગ્ર જે વિવાદ ચાલી રહ્યો હતો મૃગીકુંડમાં સ્નાન કરવા બાપ બાબતને લઈને અને તેને જ લઈને કીર્તિ પટેલનો એક વિડીયો છે તે YouTube અફજલ સીડા નામના એક યુવકે બનાવ્યો હતો અને ત્યારબાદ અફજલ સીડાનો એવો આરોપ છે કે કીર્તિ પટેલના માણસો દ્વારા તેને ધાગ ધમકી આપવામાં આવતી હતી

અને ખંડણી માંગવામાં આવતી હતી અને કહેવામાં આવતું હતું કે પૈસા નહીં આપે તો તેની ઉપર ખોટો બળાત્કારનો કેસ લગાવી દેવામાં આવશે અને આ ત્રાસથી જે યુટ્યુબર છે અફજલ સીડા તે જેરી પ્રવાહી છે તે ઘટઘટાવી લઈ છે અને જીવંતનો અંત આણવા નો પ્રયાસ કરે છે પરંતુ સદનસીબે એક મહિલા છે તે જોઈ જાય છે આ યુટ્યુબરને અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આમ સાત દિવસમાં કીર્તિ પટેલ સામે ત્રણ અલગ અલગ ગુના નોંધાયા અને જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને શોધી રહી હતી ત્યારે તેનું લોકેશન રાજસ્થાનથી ટ્રેસ થતા કીર્તિ પટેલને જૂનાગઢ પોલીસ રાજસ્થાનથી પકડી લાવે છે

અને ત્યારબાદ કોર્ટમાં હાજર કરતા એક દિવસના રિમાન્ડ છે તે મંજૂર થાય છે કીર્તિ પટેલના અને એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ આજે કીર્તિ પટેલને ને ફરી એકવાર કોર્ટમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે એજ કીર્તિ પટેલ જે અગાઉ મીડિયા કર્મીઓને જોઈને તેમની મજાક ઉડાવતી હતી બરાબર ફોટો લઈ લેજો એવું કહેતા જોવા મળતી હતી એ જ કીર્તિ પટેલ આજે મીડિયા કર્મીઓને એવું કહે છે કે સાથે રહેજો મને ન્યાય અપાવજો પહેલા તો પહેલા કીર્તિ પટેલ મીડિયા કર્મીઓને જોઈને કેવું વર્તન કરતી હતી

અને અત્યારે કીર્તિ પટેલ મીડિયાઓને શું કહી રહી છે તેની ઉપર એક નજર કરીએ હરખું લેજો મસ્ત ટકા ટકો તમને વિડીયો લેવા આવી જ જવાનો હકા બનાવી મટકા લઈ લેને બકા નથી કાઈ નથી કાઈ આમ તમે જોયા અગાઉ કીર્તિ પટેલ જ્યારે મીડિયા કર્મીઓને જોતી તી ત્યારે ત્યારે તેમની મજાક ઉડાવતી હતી અને બરાબર ફોટો લેજો એ પ્રકારના નિવેદન આપતી હતી આજે સમયનો ચક્રવ્યુ ફર્યો છે કીર્તિ પટેલ સામે ત્રણ ગુનાઓ નોંધાયા છે એક બાદ એક આમ સાત દિવસમાં ત્રણ ગુના નોંધાયા બાદ કીર્તિ પટેલને જ્યારે ફરી એકવાર કોર્ટમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે કીર્તિ પટેલને મીડિયા કર્મીઓ યાદ આવ્યા હતા અને કહેતી હતી કે તમે સાથે રહેજો હવે જોવાનું રહ્યું કે કીર્તિ પટેલને લઈને કોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવે છે અને જૂનાગઢ પોલીસ સામે જે આંખો બતાવી હતી કીર્તિ પટેલે તો કીર્તિ પટેલ ની હવે કેવી દવા જૂનાગઢ પોલીસ કરે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *