Cli

બોલિવૂડના એક જાણીતા નિર્માતાનું અવસાન! આખું બોલિવૂડ શોકમાં..

Uncategorized

ફિલ્મ ઉદ્યોગમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા દિગ્દર્શક એમ.એમ. બેગનું શંકાસ્પદ સંજોગોમાં નિધન થયું છે. ૭૦ વર્ષીય એમ.એમ. બેગ ઘરમાં એકલા રહેતા હતા

અને છેલ્લા ચાર-પાંચ દિવસથી ઘરની બહાર દેખાયા નહોતા. જ્યારે તેમના ઘરમાંથી વિચિત્ર દુર્ગંધ આવવા લાગી ત્યારે પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.પોલીસે આ બાબતે તેમની પુત્રીને જાણ કરી હતી

અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કુપર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને આ હાર્ટ એટેકનો મામલો હોવાનું જણાય છે, જેના કારણે તેમનું તાત્કાલિક નિધન થયું હશે. એકલવાયા જીવનને કારણે ચાર-પાંચ દિવસ સુધી કોઈને તેમના મૃત્યુની જાણ સુદ્ધાં થઈ નહોતી.એમ.એમ. બેગ ફિલ્મ જગતનું જાણીતું નામ હતું.

તેમની પુત્રી ‘બેબી ગુડ્ડુ’ તરીકે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી, જેણે ‘નગીના’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. એમ.એમ. બેગ પોતે પણ ઋતિક રોશનના નાના જે. ઓમપ્રકાશ અને પિતા રાકેશ રોશન સાથે લાંબો સમય આસિસ્ટન્ટ તરીકે જોડાયેલા રહ્યા હતા. તેમણે જ ઋતિક રોશનને તેની ડેબ્યુ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દરમિયાન ડાયલોગ ડિલિવરી, વોઈસ મોડ્યુલેશન અને ડિક્શનની તાલીમ આપી હતી. આ ઉપરાંત તેમણે નસીરુદ્દીન શાહ સાથે ‘માસૂમ’ જેવી ફિલ્મો બનાવી હતી અને શિલ્પા શિરોડકરને લઈને ‘છોટી વહુ’ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *