દૂરદર્શનની જાણીતી સિનિયર ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને અંતે તેમણે અંતિમ શ્વાસ લીધા.
1980 અને 1990ના દાયકામાં તેઓ ડીડી ન્યૂઝના સૌથી પ્રસિદ્ધ ચહેરાઓમાંની એક માનાતી હતી.પરિવારે પ્રેસ રિલીઝ દ્વારા જાણકારી આપી છે કે તેમનું અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવી રહ્યું છે. સરલા મહેશ્વરીએ 1976 થી 2005 સુધી દૂરદર્શનમાં ન્યૂઝ એન્કર તરીકે સેવા આપી હતી અને તે સમયગાળા દરમિયાન ઘણા વર્ષો સુધી દર્શકો માટે ઓળખાયેલી અવાજ અને ચહેરા તરીકે જાણીતી રહી હતી.
તેમના નિધનના સમાચારથી ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર સતત તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.હવે વાત કરીએ તેમના પરિવાર વિશે. જાણકારી મુજબ સરલા મહેશ્વરીનો જન્મ 1954માં થયો હતો. તેમના પતિનું નામ અરુણ મહેશ્વરી છે.
તેમને એક પુત્ર અને એક પુત્રી છે.સરલા મહેશ્વરીનો જન્મ રાજસ્થાનના બીકાનેરમાં થયો હતો. તેઓ પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભામાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદી પક્ષ તરફથી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.લોકો તેમને તેમના શાંત સ્વભાવ, સૌમ્ય અવાજ અને સચોટ ઉચ્ચાર માટે હંમેશા યાદ રાખશે.