હાલમાં ગોવિંદા કરણ જોહર પર એક ફિલ્મને લઈને ભારે ભડક્યા છે. તેમણે દાવો કર્યો છે કે તે ફિલ્મ તેમની ઉપર આધારિત છે. સાથે જ કરણ જોહરને પાઠ ભણાવવાની પણ વાત કરી છે. આ નિવેદન સામે આવતા લોકો જાણવું ઇચ્છે છે કે
ગોવિંદા કઈ ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતા.તમને જણાવી દઈએ કે ગોવિંદાએ કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બનેલી 2022ની રોમેન્ટિક કોમેડી ફિલ્મ “ગોવિંદા નામ મેરા” અંગે નારાજગી વ્યક્ત કરી છે. ગોવિંદાનું કહેવું છે કે આ ફિલ્મની વાર્તા તેમની વ્યક્તિગત જિંદગી સાથે મળતી આવે છે અને તેમાં તેમની પત્ની સુનીતા આહુજા સાથે જોડાયેલા કથિત બેવફાઈના આરોપોને પરોક્ષ રીતે દર્શાવવામાં આવ્યા છે.
ગોવિંદાના મુજબ, કોઈની વ્યક્તિગત જિંદગીને મનોરંજનના નામે ફિલ્મી કહાનીમાં ઢાળવી તેમને બિલકુલ પસંદ નથી. ગોવિંદાએ આગળ કહ્યું, “હું વચન આપું છું કે જો કરણ જોહર સાથે અમારી ક્યારેય મુલાકાત થશે તો તેમને રજનીકાંતની જેમ પ્રસાદ આપું.
કૃપા કરીને કોઈ ખોટી હરકત ન કરશો. હું હાથ જોડીને વિનંતી કરું છું. દરેક જગ્યાએ અને દરેક સમયે જોક્સ સારા લાગતા નથી.”ગોવિંદાના આ નિવેદન પછી કરણ જોહરની આ ફિલ્મ ચર્ચામાં આવી ગઈ છે. હાલ આ સમાચાર વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર લખી જણાવશો.