Cli

સુનીતા આહુજાએ શેર કરી જૂની તસવીર, ગોવિંદા સાથેના સંબંધ બચાવવા કરી પહેલ કે વધ્યો વિવાદ?

Uncategorized

ગોવિંદા સાથેના વિવાદ વચ્ચે સુનીતા પતિની યાદમાં તડપી ઉઠી છે. પહેલા પતિ પર અફેરનો આરોપ મૂકનાર સુનીતા હવે સંબંધ બચાવવાની કોશિશ કરતી દેખાઈ રહી છે. મિસિસ આહુજાએ સાસુ અને પતિ સાથેની જૂની તસવીર શેર કરીને ફરીથી જૂના સારા દિવસો પરત આવવાની આશા વ્યક્ત કરી છે. હવે ગોવિંદાની પત્ની પર જ પોતાનું ઘર પોતે બગાડવાનો આરોપ લાગી રહ્યો છે. શું સુનીતા પોતાની જ લગ્નજીવનને તોડવા તરફ આગળ વધી રહી છે તેવી ચર્ચા છે.

ગોવિંદા પર અનેક આરોપ લગાવી ચૂકેલી સુનીતા આહુજા પર હવે પોતાની જ ગૃહસ્થિ બગાડવાનો આરોપ લાગી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સુનીતાએ પોતાની લગ્નજીવનને જાહેરમાં ચર્ચાનો વિષય બનાવી દીધો અને હવે પીડિત બની ગોવિંદાને બદનામ કરી રહી છે. ખાસ વાત એ છે કે આ આરોપ કોઈ બીજાએ નહીં પરંતુ ગોવિંદાના ચાહકોએ લગાવ્યા છે.ગોવિંદા સાથે અનબનના સમાચાર વચ્ચે સુનીતાએ જલ્દી બધું સારું થઈ જવાની આશા વ્યક્ત કરી છે. પરંતુ ગોવિંદાના ફેન્સે સુનીતા સામે મોરચો ખોલી દીધો છે અને કહ્યું છે કે તે પોતાનું ઘર પોતે બગાડી રહી છે.

આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે મંગળવારે સુનીતાએ પતિ ગોવિંદા અને પોતાની સ્વર્ગસ્થ સાસુ નિર્મલા દેવી સાથેની જૂની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી.આ થ્રોબેક તસવીરમાં સુનીતા સાડીમાં સુંદર લાગી રહી છે અને ગોવિંદા પણ ખુશ દેખાઈ રહ્યા છે. તસવીર શેર કરતાં સુનીતાએ લખ્યું કે સારા જૂના દિવસો જલ્દી પાછા આવશે. જય માતા દી. આ પોસ્ટ સામે આવતા જ ચર્ચા શરૂ થઈ ગઈ કે સુનીતા પોતાનો સંબંધ બચાવવા માટે પહેલ કરી રહી છે.

ગોવિંદા પોતાની માતાને ભગવાન સમાન માનતા હોવાથી આ તસવીર દ્વારા સુનીતાએ સંકેત આપ્યો હોવાનું માનવામાં આવે છે.પરંતુ પોસ્ટ શેર થતાં જ ગોવિંદાના ચાહકોએ સુનીતા સામે નારાજગી વ્યક્ત કરી. કેટલાક યુઝર્સે લખ્યું કે જો તમે ખરેખર પતિને પ્રેમ કરો છો તો તેમના વિશે બહાર ખરાબ ન બોલો. બહારના લોકો તમારો સંબંધ સુધારી શકતા નથી, તમે બંને મળીને જ તેને સાચવી શકો છો. અન્ય એક યુઝરે સલાહ આપી કે પોતાનું ઘર પોતે બગાડશો નહીં. બહારના લોકો માત્ર તમાશો જ જોવે છે.

એકે ટિપ્પણી કરી કે વાતોને વધારે ન ફેલાવો, પછી તેને સમેટવી પણ પડે છે. અન્યે લખ્યું કે પહેલા અપમાન કરો અને પછી માફી માગો, આ યોગ્ય નથી.ચાહકોની પ્રતિક્રિયા પરથી લાગી રહ્યું છે કે ઘણા લોકો માને છે કે ગોવિંદાના જીવનમાં ચાલતી ઉથલપાથલનું એક કારણ સુનીતાનું બડબોલાપણું છે. છેલ્લા એક વર્ષથી ગોવિંદાના લગ્નજીવનમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. પતિ પત્ની વચ્ચેના મતભેદ હવે ઘર સુધી સીમિત ન રહી જાહેર ચર્ચાનો વિષય બન્યા છે.સુનીતાએ ગોવિંદા પર પિતાની જવાબદારી ન નિભાવવાનો, પરિવાર અને કામ પર ધ્યાન ન આપવાનો તેમજ એક યુવાન અભિનેત્રી સાથે અફેર હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. બીજી તરફ ગોવિંદાએ પણ ઇન્ટરવ્યુમાં તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે બાળકોના હિત માટે તેમણે રાજકારણ છોડ્યું અને પરિવાર માટે હંમેશા સમર્પિત રહ્યા. અફેરની વાતોને પણ તેમણે ખોટી ગણાવી છે.હાલમાં બંને તરફથી આપેલા નિવેદનોને કારણે મામલો વધુ ચર્ચામાં છે અને ચાહકો પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *