Cli

જયરાજ આહિર સહિત ૬ આરોપીઓ જેલ મુક્ત થયા! હવે નવનીત બાલધિયા શું કરશે?

Uncategorized

બગદાણા બબાલ કેસમાં જયરાજ આહીર જેલમુક્ત થઈ ગયા છે ગઈ કાલે જામીનની સુનવણી અને સુનવણી પછી આજે જ કોર્ટે ચુકાદો આપ્યો અને અત્યારે જયરાજ આહીર જેલમુક્ત થઈ ગયા છે જયરાજ આહીર સાથે એમના સહિત છ લોકો અત્યારે જેલની બહાર આવ્યા છે જેમ જ સુનવણી થઈ એમ બંને પક્ષો તરફથી ધારદાર દલીલ કરવામાં આવી ગઈ કાલે જેટલી પણ દલીલ થઈ

એના પછી ચુકાદો આજે આવવાનો હતો બપોર સુધીમાં ચુકાદો આવી ગયો કે બધાને જામીન મળી ગયા છે. જામીન શરતોને આધીને મળ્યા છે અલગ અલગ શરતો રાખવામાં આવી છે કે એ મીડિયામાં કોઈ પણ પ્રતિક્રિયા નહી આપે આ કેસ વિશે કશું પણ નહી બોલે સાથે જ રાજ્ય છોડીને નહી જાય અને બીજી બીજી અલગ અલગ શરતો જે છે એ શરતોને આધીને જામીન મળી ગયા છે.

મોટા ભાગના આરોપીઓ હવે જેલમુક્ત થઈ ગયા છે. બગદાણા કેસનો વિવાદ એસઆઈટીની રચના જયરાજ આહીરની ધરપકડ અને 14 દિવસ જેલવાસ કરી અને જયરાજ આહીર હવે જેલ મુક્ત થયા છે. જેલ મુક્ત થયા એના પછી નવનીત બાલાધ્યાએ સ્પષ્ટ એવું કહ્યું કે અમે જયરાજ આહીરને છોડવાના નથી કારણ કે અમે હવે હાઈકોર્ટ જવાના છીએ. કાયદાકીય રીતના જે પણ લડત આપવાની હશે એ લડત અમે આપીને રહીશું અને જયરાજને ફરીથી જેલમાં પૂરવાના છે જ્યારે નવનીત બાલધ્યા કહી રહ્યા હતા ત્યારે એવું પણ કહી રહ્યા હતા કે કોડી સમાજ પણ હવે આ વિષયમાં મારી સાથે ફરીથી જોડાશે અને ફરીથી અમે એક મોટું આંદોલન કરીશું ફરીથી જયરાજ આહીર સામે જે કાયદાકીય કાર્યવાહી થશે એમાં અમે બધા જ સાથે છીએ

આખી ઘટનામાં જયરાજ આહીરનું બહાર આવવું અને હાથમાં ગીતાજી છે ભગવદગીતા છે એ પણ ખૂબ સિમ્બોલિક છે થોડા દિવસ પહેલા જ માયાભાઈ આહીર એક કાર્યક્રમમાં હતા તા એ કાર્યક્રમ દરમિયાન હસતા હસતા અત્યાર સુધીમાં એમને આખા કેસ વિશે કશું જ નતું કહ્યું પણ માયાભાઈ આહીરે હસતા હસતા એવું કહ્યું કે હું ભગવદગીતામાં ખૂબ માનું છું ને એમાં અત્યાર સુધીમાં મેં એ સમજ્યું છે કે જે પણ થયું છે બરાબર થયું છે અને જે પણ થશે એ બરાબર થશે.

માયાભાઈ આહીરે જે તે સમયે કહ્યું એના પછી અત્યારે જયરાજ આહીર હાથમાં ભગવદગીતા લઈ અને જેલની બહાર આવ્યા એમની સાથે બીજા લોકો પણ હતા એટલે બીજા જેટલા પણ એમના સમર્થકો છે એમના સ્વાગત માટે ત્યાં આવી ગયા હતા સંભવિત રીતના અહીંયાથી એ ભગુડા જાય એવી એવા પણ સમાચાર મળી રહ્યા છે જયરાજ આહીરનું આજે જેલ મુક્ત થવું અને આગળ જતા કેસમાં હવે શું થાય છે જોવાનું રહ્યું ત્યાંથી ભાવનગર જેલથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *