Cli

‘મા 3 કલાક ઊંઘે છે અને પિતાએ કામ છોડી દીધું છે’, 80 બૉલમાં 175 રન ફટકારનાર વૈભવ સૂર્યવંશીની કહાણી

Uncategorized

આઇસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં 14 વર્ષીય ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ધુંઆધાર બેટિંગ કરીને ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.

નામીબિયા અને ઝિમ્બાબ્વેમાં આયોજિત આઇસીસી અંડર-19 મૅન્સ વર્લ્ડકપના સોળમા એડિશનમાં ઇંગ્લૅન્ડ સામે રમાઈ રહેલી ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બૉલમાં 175 રનની તોફાની ઇનિંગ રમી છે.

તેમણે પોતાની આ ઇનિંગમાં 218.75ની સરેરાશ સાથે રમતા 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા છે.

એક સમયે તેઓ સરળતાથી 200નો આંકડો વટાવી જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ અંતે 175 રનના સ્કોરે તેઓ એલેક્સ ગ્રીનના બૉલે બેન મેયેસને કૅચ દઈ બેઠા.

26મી ઓવરના ત્રીજા બૉલે આઉટ થતા પહેલાં તેમની દમદાર બેટિંગને બળે ભારતીય ટીમ 251 રનના સ્કોરે પહોંચી ગઈ હતી. આમ, તેઓ ટીમને મહત્ત્વની મૅચમાં અત્યંત મજબૂત પરિસ્થિતિમાં લાવવામાં સફળ રહ્યા હતા.

આઇસીસી મેન્સ અંડર-19 વર્લ્ડકપ 2026 ફાઇનલ મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે 412 રનનું લક્ષ્ય મૂક્યું છે. ભારતે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 411 રન બનાવ્યા.

પોતાની ધુંઆધાર બેટિંગને બળે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનારા આ બૅટ્સમૅનનું ક્રિકેટ ક્ષેત્રે આગમન આમ તો એક ‘સનસનાટી’ તરીકે થયું હતું, પરંતુ તેમણે ઘણા પ્રસંગે આવી જ તોફાની બેટિંગનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખી પોતાની જાતને એક ‘પ્રદર્શનમાં નિરંતરતા’ જાળવનારા ક્રિકેટર તરીકે સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે.

અગાઉની માફક શુક્રવારે પણ તેમણે મહત્ત્વપૂર્ણ મૅચમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ત્યારે તેમના વિશે ઘણાના મનમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *