Cli

કોરિયન ગેમ કે કૌટુંબિક રહસ્ય? ત્રિપલ મૃત્યુનું સાચું કારણ છે?

Uncategorized

ગાજિયાબાદના ભારત સિટીમાંથી એક દિલ દહલાવી દેતી ઘટના સામે આવી છે. અહીં B1 ટાવરના નવમા માળેથી ત્રણ નાબાલિક બાળકીઓએ કૂદી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ ત્રણેય બાળકીની ઉંમર ક્રમશઃ 12 વર્ષ, 14 વર્ષ અને 16 વર્ષ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેઓ એક કોરિયન ઓનલાઇન ગેમની લતનો શિકાર હતી

અને ગેમમાં મિશન પૂરું ન થઈ શકતાં તેમણે આ અતિશય પગલું ભર્યું.ઘટનાના સ્થળે ભારે શોકનો માહોલ જોવા મળ્યો. પાડોશીઓના જણાવ્યા મુજબ આ ત્રણેય બાળકી અને તેમના માતા-પિતા બહુ ઓછું ઘરથી બહાર નીકળતા હતા. બાળકોનું કોઈ સાથે ખાસ સામાજિક સંપર્ક નહોતો. ઘરની નીચે જ પાર્ક હોવા છતાં પણ તેઓ ત્યાં રમવા જતા ન હતા.રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ સોસાયટીના સિક્યુરિટી ઇન્ચાર્જે જાણ કરી કે B1-907 ફ્લેટની બાલ્કનીમાંથી ત્રણ બાળકી કૂદી પડી છે. તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી,

પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય બાળકીનું મોત થઈ ચૂક્યું હતું.પોલીસે ફ્લેટનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે ઘરમાં કેટલીક અજીબ અને ચોંકાવનારી બાબતો જોવા મળી. એક રૂમમાં પૂજાઘર હતું, જ્યાં જમીન પર પરિવારના ફોટા ગોળ આકારમાં ગોઠવેલા હતા. ત્યાંથી એક નોટ પણ મળી જેમાં “સોરી પાપા” લખેલું હતું અને આંસુવાળી ઇમોજી દોરેલી હતી. એક નોટપેડમાં કોરિયા જવાની વાત અને ગેમ સંબંધિત લખાણ પણ મળ્યું.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મધ્યની 14 વર્ષની બાળકી પોતાને લીડર માનતી હતી

અને બાકીની બે બાળકી તેના કહ્યા પ્રમાણે ચાલતી હતી. ત્રણેય હંમેશા સાથે રહેતી, સાથે જતી અને સાથે જ પ્રવૃત્તિ કરતી હતી.પરિવારજનો અને પાડોશીઓના નિવેદન અનુસાર બાળકીઓ પોતાને કોરિયા સાથે જોડીને જોતી હતી, મોબાઇલમાં કોરિયન નામ, ફોટા અને કોલાજ બનાવેલા હતા.

કોચિંગ સેન્ટર તરફથી પણ ફરિયાદ આવી હતી કે આ બાળકીઓ પોતાને કોરિયાની હોવાનું કહેતી હતી.આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર ગંભીર પ્રશ્ન ઉભો કર્યો છે કે બાળકોમાં મોબાઇલ અને ઓનલાઇન ગેમની લત કેટલી ખતરનાક બની શકે છે. 11 થી 16 વર્ષની ઉંમરના બાળકોના માનસ પર આવી ગેમ્સ કેટલો ઊંડો પ્રભાવ પાડે છે, એ બાબતે માતા-પિતા અને સમાજે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *