Cli

‘સરેન્ડર કરો કે જેલ જાઓ’..રાજપાલ યાદવ ફસાયા કાનૂની મુશ્કેલીમાં?

Uncategorized

કાનૂની પચડામાં ફસાયેલા રાજપાલ યાદવ. 4 ફેબ્રુઆરી સુધી સરેન્ડર કરવાનો કોર્ટનો આદેશ. દિગ્ગજ અભિનેતા પર લાગેલા ગંભીર આરોપો. કોર્ટે આપી છેલ્લી તક. મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે યાદવ પરિવાર. અભિનેતાની ચિંતા કરતાં ચાહકો.હા, તમે સાચું સાંભળ્યું. બોલીવુડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવને કોર્ટ દ્વારા સમન પાઠવવામાં આવ્યો છે અને માત્ર એક દિવસની અંદર એટલે કે 4 ફેબ્રુઆરી 2026 સાંજે 4 વાગ્યા સુધી સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી યાદવ પરિવાર અને તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ રાજપાલ યાદવ પર અનેક ગંભીર આરોપો લાગ્યા છે, જેના કારણે તેમના સામે કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

આખરે મામલો શું છે તે હવે વિગતવાર સમજીએ.દિલ્હી હાઈકોર્ટે ચેક બાઉન્સ સાથે સંકળાયેલા એક કેસમાં રાજપાલ યાદવ સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે અભિનેતાએ વારંવાર કોર્ટને આપેલા વચનો તોડ્યા છે અને ચુકવણી કરી નથી.2 ફેબ્રુઆરી 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ જણાવ્યું કે રાજપાલ યાદવનું વર્તન યોગ્ય નથી.

કોર્ટએ કહ્યું કે અનેક વખત તક આપવામાં આવી હોવા છતાં અને નરમાઈ દાખવ્યા બાદ પણ રાજપાલ યાદવ ફરિયાદી કંપની મેસર્સ મોરલી પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યા છે.કોર્ટના જણાવ્યા અનુસાર રાજપાલ યાદવ વારંવાર વિશ્વાસ આપતા રહ્યા હતા કે તેઓ રકમ ચૂકવી દેશે, પરંતુ દરેક વખતે નક્કી કરેલા સમયમર્યાદામાં ચુકવણી થઈ નથી.

સુનાવણી દરમિયાન અભિનેતાના વકીલે કોર્ટ પાસેથી રાહત માગી હતી અને દલીલ કરી હતી કે રાજપાલ યાદવ હાલ મુંબઈમાં પોતાના વ્યાવસાયિક કામમાં વ્યસ્ત છે. જોકે કોર્ટએ આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કામમાં વ્યસ્ત હોવું કોર્ટના આદેશોનું પાલન ન કરવાનો બહાનો બની શકે નહીં.આ કેસ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138, એટલે કે ચેક બાઉન્સ સંબંધિત છે. આ મામલે ટ્રાયલ કોર્ટ પહેલેથી જ રાજપાલ યાદવ અને તેમની પત્નીને દોષિત ઠેરવીને 6 મહિના ની સામાન્ય કેદની સજા સંભળાવી હતી. ત્યારબાદ બંનેએ આ સજા સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

હાઈકોર્ટે તે સમયે સજા પર સ્ટે આપ્યો હતો અને કહ્યું હતું કે રાજપાલ યાદવ કોઈ મોટા ગુનેગાર નથી અને તેઓ ફરિયાદી કંપની સાથે સમાધાન કરવા માંગે છે. કોર્ટમાં નક્કી થયું હતું કે રાજપાલ યાદવને કુલ 5 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.પરંતુ ત્યારબાદ અભિનેતાએ અનેક વખત સમય માગ્યો અને ચુકવણીનો વિશ્વાસ આપ્યો, છતાં સમયસર રકમ ચૂકવવામાં આવી નહીં. જેના પરિણામે કોર્ટએ આદેશ આપ્યો છે કે રાજપાલ યાદવે 4 ફેબ્રુઆરી 2026 સુધી સરેન્ડર કરવું પડશે, જેથી ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પૂર્ણ કરી શકાય.કોર્ટએ આ આદેશના પાલનની તારીખ 5 ફેબ્રુઆરી 2026 નક્કી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *