અક્ષય કુમારની ફિલ્મના પ્રોડ્યુસર શૈલેન્દ્ર સિંહે અક્ષય કુમારને લઈને એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને એવું સમજાય છે કે અક્ષય કુમાર જ્યારે પણ કોઈ ફિલ્મમાં જોડાય છે ત્યારે પૈસાના મામલે પોતાનો તો વન ટૂનો ફોર કરી લે છે, પરંતુ પ્રોડ્યુસરનો ફોર ટૂનો વન થઈ જાય છે. શૈલેન્દ્ર સિંહ સાથે આખરે અક્ષય કુમારે એવું શું કર્યું હતું. ચાલો જાણીએ.શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે
તેમણે અક્ષય કુમાર સાથે 8×10 તસ્વીર ફિલ્મ બનાવી હતી. પરંતુ આ ફિલ્મ દરમિયાન અક્ષય કુમાર સાથેનો તેમનો અનુભવ ખાસ સારો રહ્યો નહોતો. તે સમયે અક્ષય કુમાર પોતાના કરિયરનાં ટોચ પર હતા અને ફિલ્મના ડાયરેક્ટર નાગેશ કુકનૂર પણ પોતાના કરિયરનાં પીક પર હતા.આ ફિલ્મનો બજેટ શરૂઆતમાં 30 થી 35 કરોડ નક્કી થયો હતો. પરંતુ જે ફિલ્મ મણાલી ખાતે શૂટ થવાની હતી, તે અક્ષય કુમારના શેડ્યૂલને કારણે લંડનમાં શૂટ કરવી પડી. ક્યારેક કેપટાઉન તો ક્યારેક બીજી જગ્યાએ શૂટિંગ કરવું પડ્યું. જેમ જેમ અક્ષય કુમારના શેડ્યૂલ બદલાતા રહ્યા, તેમ તેમ લોકેશનો પણ બદલાતી રહી અને એના કારણે ફિલ્મનો બજેટ સતત વધતો ગયો.
જે ફિલ્મ ઝડપથી પૂરી થવાની હતી, તે રિલીઝ થવામાં ઘણો સમય લાગી ગયો.આ દરમિયાન અક્ષય કુમારની સિંહ ઇઝ કિંગ રિલીઝ થઈ અને તે સુપરહિટ સાબિત થઈ. તેના થોડા સમય પછી 8×10 તસ્વીર રિલીઝ થઈ, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી. શૈલેન્દ્ર સિંહે અક્ષય કુમારને કહ્યું કે ફિલ્મ જોવા કોઈ આવ્યું નહીં અને તેમને ભારે નુકસાન થયું. જે ફિલ્મ 35 કરોડમાં બનવાની હતી, તે 85 કરોડમાં બની અને મોટું નુકસાન પણ થયું.આ પછી શૈલેન્દ્ર સિંહે અક્ષય કુમારને વિનંતી કરી કે જે ફી તેમણે આપી છે, તેમાંથી થોડો ભાગ પરત આપી દે, જેથી નુકસાન થોડું તો રિકવર થઈ શકે. પરંતુ અક્ષય કુમારે ફી પરત આપવાની સાફ ના પાડી.
તેમણે કહ્યું કે તમે જે કરવું હોય તે કરો, પરંતુ પૈસા હું પાછા આપવાનો નથી.શૈલેન્દ્ર સિંહે કહ્યું કે આ ઘટનાના બાદ તેમણે ફિલ્મો બનાવવી જ બંધ કરી દીધી. તેમના કહેવા મુજબ અક્ષય કુમાર પહેલા બિઝનેસમેન છે અને પછી એક્ટર. ફીમાં જ તે એટલો ફેરફાર કરાવી લે છે. શરૂઆત થાય છે 15 કરોડથી. પછી ધીમે ધીમે તે રકમને 21 કરોડ સુધી લઈ જાય છે. 21 થી 25 અને 25 થી વધારીને 33 સુધી પહોંચાડે છે. પછી જ્યારે 33 થાય છે ત્યારે તે કહે છે કે મારો લકી નંબર 9 છે, એટલે ફી 36 કરોડ કરી દો.આ રીતે અક્ષય કુમાર પોતાની ફી વધારતા જાય છે. જ્યારે પ્રોડ્યુસરને નુકસાન થાય છે અને તે ફીનો થોડો ભાગ પાછો માગે છે, ત્યારે અક્ષય કુમાર ઇનકાર કરી દે છે.
શૈલેન્દ્ર સિંહનો આ ખુલાસો ઘણા લોકોને ચોંકાવી રહ્યો છે. કારણ કે અત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે એવા અનેક કિસ્સા સાંભળ્યા છે જ્યાં મોટા સુપરસ્ટાર્સ પોતાની ફી માફ કરી દે છે અથવા પ્રોડ્યુસરની મદદ માટે ફીનો ભાગ છોડે છે.પરંતુ શૈલેન્દ્ર સિંહે જે વાત કહી છે તે તો બિલકુલ અલગ છે. તો પછી એક્ટર્સ ફી માફ કરે છે એવા જે કિસ્સા આપણે સાંભળીએ છીએ, શું એ માત્ર પી.આર. ન્યૂઝ હોય છે. શું એક્ટર્સને સારા દેખાડવા, તેમની ઈમેજ સુધારવા માટે આવી કહાણીઓ ચલાવવામાં આવે છે. તમને શું લાગે છે. કોમેન્ટ સેક્શનમાં જરૂર શેર કરો.