ભારતમાં સમયાંતરે થયેલા વિમાન અને હેલિકોપ્ટર અકસ્માતોમાં અનેક મોટા રાજકીય નેતાઓ અને જાણીતી હસ્તીઓએ પોતાની જાન ગુમાવી છે. તાજો મામલો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનો છે. આવી ઘટનાઓએ માત્ર દેશને હચમચાવી નાંખ્યો નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. તારીખવાર નજર કરીએ તો આવા કેટલાક મોટા અકસ્માતોમાં દેશે પોતાના મહત્વના ચહેરાઓ ગુમાવ્યા છે.
જાન્યુઆરી 2026અજિત પવારમહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું 66 વર્ષની વયે અવસાન થયું. બુધવાર સવારે 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોનાં મોત થયા. પવાર પંચાયત ચૂંટણીના પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર એવિએશન અનુસાર લેન્ડિંગ વખતે પ્રથમ પ્રયાસમાં રનવે સ્પષ્ટ દેખાયો ન હોવાથી પાયલોટે વિમાનને ફરી ઉપર ઉઠાવ્યું હતું. તે સમયે વિઝિબિલિટી આશરે 2000 મીટર હોવાનું જણાવાયું.જૂન 2025વિજય રૂપાણીઅમદાવાદથી ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ અકસ્માતમાં 241 લોકોનાં મોત થયા,
જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા.ડિસેમ્બર 2021જનરલ બિપિન રાવતભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયું. આ દુર્ઘટનામાં તેમની પત્ની સહિત અનેક અન્ય લોકોનાં પણ મોત થયા.એપ્રિલ 2011દરજી ખાંડુઅરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દરજી ખાંડુનું ચીનની સરહદ નજીક આવેલા એક દુર્ગમ વિસ્તારમાં પવન હંસ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું.સપ્ટેમ્બર 2009વાય એસ રાજશેખર રેડ્ડીઆંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ રાજશેખર રેડ્ડી,
જે વાયએસઆર તરીકે ઓળખાતા હતા, તેમનું નલ્લામાલા પહાડીઓમાં હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયું.માર્ચ 2005ઓપી જિંદલઉદ્યોગપતિ અને હરિયાણાના ઊર્જા મંત્રી ઓપી જિંદલનું ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં અવસાન થયું. આ અકસ્માતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેન્દ્ર સિંહ પણ મૃત્યુ પામ્યા.સપ્ટેમ્બર 2004સાઈ પ્રિયા સંગમામેઘાલયના ગ્રામ વિકાસ મંત્રી સાઈ પ્રિયા સંગમા અને અન્ય નવ લોકોનાં પવન હંસ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા.
આ અકસ્માત બારાપાણી તળાવ નજીક થયો હતો.એપ્રિલ 2004સૌંદર્યદક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી કે એસ સૌમ્યા, જેને સૌંદર્ય તરીકે ઓળખવામાં આવતી હતી, તેમનું 17 એપ્રિલ 2004ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.સપ્ટેમ્બર 2001માધવરાવ સિંધિયાકોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાંવમાં ચાર્ટર્ડ વિમાન અકસ્માતમાં અવસાન થયું. તેઓ કાનપુરમાં એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા.જૂન 1980સંજય ગાંધીઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું દિલ્હી ખાતે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તે સમયગાળામાં તેમને રાજકારણનો ઉદયમાન ચહેરો માનવામાં આવતો હતો.