શુ રાતની એ ક્રુઝ પાર્ટીમાં એક એવો વ્યક્તિ હતો જે સફેદ પાવડરના વેપારનો મોટો માણસ છે અને એને પકડ્યો નહીં પરંતુ જવા દીધો એટલા માટે કે તેઓ સમીર વાનખેડેના ખાશ હતા આવી કંઈક નવી અપડેટ સામે આવી રહી છે મિત્રો આ ક્રુઝ પાર્ટીને લઈને દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે.
હવે નવાબ મલિક જેઓ સમીર વાનખેડે ઉપર ઘણા આરોપ લગાવી ચુક્યા છે એમણે ક્રુઝ પાર્ટીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે નવાબ મલિકનું કહેવુંછે એ દિવસે ક્રુઝ પાર્ટીમાં આર્યન અને બીજાના સિવાય પણ એક બહુ મોટો પાવડર ડીલર છે તેઓ પણ એ પાર્ટીમાં હતા તેઓ એ પાર્ટીમાં એમની ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરી રહ્યા હતા.
આ પાવડર ડીલરની પુરો વિડિઓ નવાબ મલિક જોડે છે તેનો દાવો કર્યો છે પણ સૌથી મોટી વાતએ કે ત્યાં બધાને પકડવામાં આવ્યા અને એ ડીલરને જવા દીધો કારણ કે તેઓ પાવડર ડીલર સમીર વાનખેડેના મિત્ર છે એટલા માટે સમીર વાનખેડેએ એમને જવા દીધા આવો આરોપ નવાબ મલિકે લગાવ્યો છે.
પરંતુ નવાબ મલિકે આ બાબતે કોઈ પ્રુફ આપ્યા નથી અને કોઈ વિડિઓ પણ સામે આવ્યો નથી એની પહેલા પણ મલિકે એનસીબી સમીર વાનખેડે ઉપર આરોપ લગાવ્યા હતા કે તેઓ મુસ્લિમ છે એને ખોટી રીતે એનસીબીમાં ભરતી થયા છે એવા તમામ આરોપ લગાવ્યા હતા પરંતુ આ તમામ આરોપ લગાવ્યાનો કોઈ પ્રુફ હજુ સુધી નવાબ મલિક જોડેથી મળ્યો નથી.