Cli

અરબાઝ ખાનના દીકરા અરહાન ખાનની બોલિવૂડ એન્ટ્રી, લકી ચાર્મ બની નાની બહેન સિપારા

Uncategorized

ખાન ખાનદાનમાં ખુશીઓ છવાઈ ગઈ છે. અરબાઝ ખાનના મોટા દીકરા અરહાન ખાનની લોટરી લાગી ગઈ છે. માત્ર 23 વર્ષની ઉંમરે જ અરહાન મોટું નામ અને મોટો પૈસો કમાવાની દિશામાં આગળ વધી રહ્યો છે. બિઝનેસ પછી હવે તેણે એક નવું કામ શરૂ કર્યું છે. ત્રણ મહિનાની નાની બહેન સિપારા તેના માટે લકી ચાર્મ બની ગઈ છે. નાના ભાઈ નિર્વાણ કરતાં ચાર પગલા આગળ નીકળી ગયો છે

મોટો ભાઈ અરહાન. દીકરાની આ શરૂઆતથી મલાઇકા અરોરા ખુશીથી ઝૂમી ઉઠી છે.અરબાઝ ખાનના મોટા દીકરા અરહાન ખાનની જિંદગીમાં આ દિવસોમાં કિસ્મત જાણે ખુદ સ્મિત કરી રહી છે. જે ઉંમરે મોટા ભાગના સ્ટાર કિડ્સ પોતાની ઓળખ શોધવામાં વ્યસ્ત હોય છે, એ જ ઉંમરે અરહાનના નામ સાથે લકી ચાર્મ જોડાઈ ગયું છે. આ લકી ચાર્મ બીજું કોઈ નહીં પરંતુ તેની ત્રણ મહિનાની નાની બહેન સિપારા છે. સિપારા ઘરમાં આવતા જ અરહાનની જિંદગીમાં ખુશીઓની વરસાદ શરૂ થઈ ગઈ છે.કહેવાય છે ને કે ઘરમાં લક્ષ્મીના પગલાં પડતાં જ બધું બદલાઈ જાય છે. એવું જ કંઈક અરહાનની જિંદગીમાં પણ બન્યું છે. સફળ બિઝનેસ, પોડકાસ્ટ અને હવે એક એવી શરૂઆત જે તેની લાઈફનો મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે.

23 વર્ષના અરહાન હવે બોલિવૂડમાં પોતાનું પહેલું પગલું મૂકવા જઈ રહ્યા છે. વર્ષ 2025માં અનેક સ્ટાર કિડ્સે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. કેટલાકે ઓડિયન્સને ખુબ પ્રભાવિત કર્યા તો કેટલાક લોકોનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહ્યા. આ વર્ષે પણ ઘણા યુવાન સ્ટાર કિડ્સ મોટા પડદે છવાવા તૈયાર છે. તેમાં સલમાન ખાનના ભત્રીજા અરહાન ખાનનું નામ પણ જોડાઈ ગયું છે.આ ખુલાસો ઇન્ડિયન ફેશન ડિઝાઇનર અને ફિલ્મ ડિરેક્ટર વિક્રમ ફર્નીસે પોતે કર્યો છે.

તાજેતરમાં વિક્રમ ફર્નીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અરહાનના અપકમિંગ પ્રોજેક્ટ વિશે સંકેત આપ્યો હતો. જેના કારણે ઓડિયન્સમાં ઉત્સુકતા વધી ગઈ છે કે અરહાન કયા પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યો છે.આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં અરહાન વિક્રમની બાજુમાં બેઠેલા દેખાઈ રહ્યા છે. ફ્રેમમાં અરહાન ખૂબ ફોકસ અને ધ્યાન સાથે ક્યાંક જોતા નજરે પડે છે. આ તસવીર શેર કરતાં વિક્રમે લખ્યું હતું કે બિહાઇન્ડ ધ સીનથી લઈને કેમેરા સામે સુધી તેની જર્ની શરૂ થાય છે.જો કે આ પોસ્ટે લોકોની ઉત્સુકતા તો વધારી દીધી છે, પરંતુ અરહાનના પહેલા પ્રોજેક્ટની વિગતો હજુ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી છે.

ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી. તેમજ એ પણ સ્પષ્ટ નથી કે અરહાન લીડ રોલમાં દેખાશે કે પછી કોઈ ખાસ પાત્રથી પોતાની કારકિર્દીની શરૂઆત કરશે.પરંતુ એટલું નક્કી છે કે આ શરૂઆત અરહાન ખાનની જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. દીકરાની આ નવી શરૂઆતથી મલાઇકા અરોરાની ખુશીનો કોઈ પાર નથી. તે અરહાનને દરેક પગલે માર્ગદર્શન આપી રહી છે જેથી તે ઇન્ડસ્ટ્રીમાં યોગ્ય નિર્ણયો લઈ શકે.હાલ તો વિક્રમ ફર્નીસની એક તસવીરે જ ફેન્સની ધડકનો વધારી દીધી છે. હવે બધાની નજર આ વાત પર ટકી છે કે અરહાન ખાનનો પહેલો પ્રોજેક્ટ ક્યારે જાહેર થશે અને કયા અંદાજમાં તે બોલિવૂડમાં એન્ટ્રી લેશે.બ્યુરો રિપોર્ટ ઈ2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *