Cli

એક નહીં બે ધર્મો સાથે જોડાયેલો છે ગોવિંદાનો સંબંધ!

Uncategorized

ગોવિંદા અડધા હિંદુ અને અડધા મુસ્લિમ છે. ચીચીનો સંબંધ એક નહીં પરંતુ બે ધર્મો સાથે જોડાયેલો છે. ગોવિંદાની માતા નિર્મલા દેવી હિંદુ નહીં પરંતુ જન્મથી મુસ્લિમ હતી. પ્રેમ માટે તેમણે ધર્મ બદલી લીધો અને પછી સાધ્વી બની ગઈ. મૃત્યુ પછી પણ તેમણે પોતાના પુત્રને ક્યારેય એકલો છોડ્યો નહીં.ગોવિંદા હવે ફિલ્મોથી લગભગ ગાયબ થઈ ગયા છે, પરંતુ ચર્ચાઓમાંથી નહીં.

પત્ની સુનિતા સાથે અનબન, છૂટાછેડાની અફવાઓ, અફેરના આરોપો અને બાળકો પ્રત્યેની બેદરકારી જેવી અનેક વાતો કારણે ગોવિંદાની ખાનગી જિંદગી મજાક બની ગઈ છે. આ જ કારણે ગોવિંદા અને તેમના પરિવારના ભૂતકાળને પણ ઇન્ટરનેટ પર ખૂબ ખંખેરીને જોવામાં આવી રહ્યું છે.આ દરમિયાન તેમની માતા નિર્મલા દેવી અને તેમના ધર્મને લઈને ચર્ચા શરૂ થઈ છે. ગોવિંદા ઘણી વખત પોતાની માતાનો ઉલ્લેખ કરે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે તેમની માતા જન્મથી મુસ્લિમ, ધર્મથી હિંદુ અને કર્મથી એક સાધ્વી હતી.નિર્મલા દેવી તરીકે જાણીતી ગોવિંદાની માતા પહેલા મુસ્લિમ હતી. બાદમાં તેમણે ધર્મ પરિવર્તન કરી હિંદુ ધર્મ અપનાવ્યો.

તેમનો જન્મ 7 જૂન 1927ના રોજ બનારસમાં થયો હતો. તેમનું અસલી નામ નજમા હતું અને તેઓ બનારસના એક મુસ્લિમ સંગીત પરિવારથી સંબંધ ધરાવતા હતા. બાળપણથી જ તેમને ઘરમાં સંગીતમય વાતાવરણ મળ્યું હતું.માત્ર 7 વર્ષની ઉંમરે તેમણે પટિયાલા ઘરાણાના ઉસ્તાદ અબ્દુલ રહમાન ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી. આગળ જઈને તેમણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. જાણીને આશ્ચર્ય થશે કે ગોવિંદાની માતા માત્ર જાણીતી ક્લાસિકલ સિંગર જ નહોતી, પરંતુ તેમણે ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ પણ કર્યું હતું.ફિલ્મ સવેરાના સેટ પર નજમાની મુલાકાત અરુણ આહૂજા સાથે થઈ. આ ફિલ્મમાં બંને એકબીજાના અપોઝિટ કાસ્ટ હતા અને અહિંથી જ બંનેનો પ્રેમ શરૂ થયો.

વર્ષ 1941માં નજમા અને અરુણ કુમાર આહૂજાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. નજમાએ ધર્મ બદલી હિંદુ ધર્મ અપનાવ્યો અને નિર્મલા દેવી બની ગઈ.ગોવિંદા તેમના માતા પિતાની છઠ્ઠી સંતાન છે. ગોવિંદાના જન્મ બાદ તેમની માતાનો ઝુકાવ ધર્મ અને આધ્યાત્મ તરફ વધતો ગયો. પતિના અવસાન બાદ તો તેમની આખી જિંદગી જ બદલાઈ ગઈ. તેમણે ફિલ્મી દુનિયા અને સંસારિક જીવનથી સંપૂર્ણ અંતર રાખી સાધ્વી તરીકે જીવન જીવવાનું શરૂ કર્યું.

ગોવિંદાની જિંદગી પર તેમની માતાનો ઘેરો પ્રભાવ રહ્યો. કહેવાય છે કે ગોવિંદા પોતાની માતાની કોઈ વાત ટાળતા નહોતા. માતાનો નિર્ણય તેમના માટે અંતિમ હોતો. તેઓ પોતાની માતાને દેવી સમાન પૂજતા હતા. જ્યારે માતા જીવતી હતી ત્યારે કેટલાક વર્ષો સુધી ગોવિંદા તેમની માતાના અંગૂઠાને ધોઈને તે પાણી પીતા હતા.આજે જ્યારે તેમની માતા આ દુનિયામાં નથી, ત્યારે પણ ગોવિંદા તેમની તસવીરના દર્શન કર્યા વિના ઘરની બહાર નથી નીકળતા.

માતાને યાદ કરીને તેઓ આજે પણ ભાવુક થઈ જાય છે.કહેવાય છે કે નિર્મલા દેવીને પોતાની મોતની પૂર્વ જાણ હતી. એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ ખુદ જણાવ્યું હતું કે તેમની માતાએ પોતાની મૃત્યુની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે ત્રણ મહિના પછી તેમનું અવસાન થશે અને એવું જ થયું. ચોક્કસ ત્રણ મહિના બાદ 15 જૂન 1996ના રોજ તેમનું નિધન થયું.ગોવિંદા અને તેમની માતા સાથે જોડાયેલો એક વધુ કિસ્સો ખૂબ જાણીતો છે.

કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગોવિંદાને પોતાની અવસાન પામેલી માતા દેખાતી હતી અને તેઓ તેમની સાથે વાતો પણ કરતા હતા. આ કિસ્સો વર્ષ 2009માં આવેલી ફિલ્મ લાઇફ પાર્ટનરની શૂટિંગ દરમિયાનનો છે.કહેવાય છે કે ગોવિંદાએ એક ખાલી ખુરશી મંગાવી અને તેમાં પોતાની માતાની હાજરીનો અહેસાસ કરીને લગભગ બે કલાક સુધી તેમની સાથે વાતો કરી. તેમણે તેમની માતાના પગ પણ સ્પર્શ્યા અને ભાઈને કહ્યું કે તેમને એકલા છોડી દે. હકીકતમાં તે સમયે ત્યાં કોઈ હાજર નહોતું. ગોવિંદાને હંમેશા એવું લાગે છે કે તેમની માતા તેમની સાથે જ છે.બ્યૂરો રિપોર્ટ ઈ2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *