દરેક કર્ણને કુંતીને મળવાનો અધિકાર છે. આ શબ્દો છે હાલમાં જ નેધરલેન્ડના મેયર બનેલા અને જન્મની સાથે જ તેની માતાએ તરછોડેલા ફાલ્ગુનના તમે પણ કહેશો કે શું વાત કરો છો? જી હા વાત જરા એમ છે કે તારીખ હતી 10 ફેબ્રુઆરી 1985 અને એક માસૂમ બાળકનો જન્મ થાય છે. દરેક બાળક જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે તે પોતાની માતાના હુફાળા સ્નેહથી પોતાને સુરક્ષિત મહેસુસ કરતું હોય છે પરંતુ એ જ મમતા રૂપી છાયડો જ્યારે બાળકને તરછોડે છે ત્યારે એ બાળકનું જીવન સંઘર્ષના તડકામાં ગરકાહાવ થઈ જાય છે અને આ માસૂમ બાળક સાથે પણ આવું જ થયું તેની સગ્ગી જનેતાએ તેને જન્મતાની સાથે જ અનાથ આશ્રમમાં છોડી દીધો પરંતુ બાળકના નસીબનો માર્ગ તો કંઈક અલગ જ હતો
જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો જી હા અનાથ આશ્રમમાં તરછોડાયેલું આ માસૂમ બાળક આજે નેધરલેન્ડનો મેયર બની ચૂક્યો છે નેધરલેન્ડનો આ મજબૂત મેયર આજે પણ તેની માતાને કર્ણ બનીને શોધી રહ્યો છે જેના વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ નેધરલેન્ડના મેયર બનેલા ફાલ્ગુન વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આપણે ત્યાં કહેવાય છે કે અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કશું કરતું નથી આ બધું તો થાય છે આપણી આસપાસ અનેક એવા લોકો જોવા મળી જાય છે જેમનું જીવન તળિયાથી શરૂ થાય છે અને એક એવો સમય આવે છે જ્યારે સફળતાના શિખરની ટોચ તેના પગ નીચે હોય છે. હાલમાં જ નેધરલેન્ડના એક મેયર એવા ફાલ્ગુન ભારત આવ્યા છે અને તેનું કારણ છે તેની માતા જે હા આજથી 41 વર્ષ પહેલા જન્મતાની સાથે જ જે માતાએ પોતાના બાળકને છોડી દીધું હતું એ બાળક આજે નેધરલેન્ડના મેયર છે છતાં તે પોતાની માતાને શોધવા ભારત આવ્યા છે.
જો સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો એક માસૂમ બાળક કે જેણે હજુ માંડ માંડ આંખો ખોલી હતી તે માતાએ તેને જન્મના ત્રણ દિવસ બાદ જ એક અનાથ આશ્રમમાં છોડી દીધો. પરંતુ બાળકના ભાગ્યમાં તો કંઈક બીજું જ લખાયું હતું. એક મહિના બાદ દેશની મુલાકાતે આવેલા એક ડચ દંપતિએ તેને દતક લઈ લીધો. હવે 41 વર્ષ બાદ તે જ બાળક નેધરલેન્ડનો મેયર બની ચૂક્યો છે અને હવે તે અહીં પોતાના જન્મ આપનાર માતાની શોધમાં પરત ફર્યા છે તેમનું નામ ફાલ્ગુન બિનેનજુક છે સત્તાવાર રેકોર્ડ મુજબ ફાલ્ગુનની માતાએ તેને જન્મ આપ્યો ત્યારે તે અપરણિત હતી. સામાજિક મુશ્કેલીઓના કારણે તેને ફાલ્ગુનને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને તેને નાગપુરના એમએસએસ અનાથ આશ્રમમાં છોડી ગઈ હતી. અહીં ન માત્ર બાળકો પરંતુ સ્ત્રીઓને પણ આશ્રય આપવામાં આવે છે એમએસએસની નર્સોએ એક મહિના સુધી બાળકની સાર સંભાળ રાખી બાળકનો જન્મ ફેબ્રુઆરીમાં થયો હતો અને તેનું નામ ફાલ્ગુન રાખવામાં આવ્યું હતું
થોડા અઠવાડિયા બાદ ફાલ્ગુનને મુંબઈ લઈ જવામાં આવ્યો જ્યાં તેને એક ડચ દંપતિએ દતક લઈ લીધો ડચ દંપતિ બાળકને લઈને નેધરલેન્ડ જતું રહ્યું અને ત્યાં જ તેનો ઉછેર કર્યો ફાલ્ગુન નેધરલેન્ડમાં જ મોટો થયો તેને ભારત બાબતે કશું જ જાણકારી નહોતી તેને ફક્ત ભૂગોળના પાઠ્યપુસ્તકોમાં ભારતના નકશા જોયા હતા જેમ જેમ તે મોટો થતો ગયો ફાલ્ગુનને તેની અસલી માતા વિશે જાણવાની ઈચ્છા વધતી ગઈ હતી અને તેણે ભારત આવવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. ફાલ્ગુન 2006 માં 18 વર્ષની ઉંમરે પહેલીવાર ભારત આવ્યા હતા અને આ દરમિયાન તેણે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો હતો પરંતુ આ વખતે ફાલ્ગુનનો હેતુ અલગ હતો કદાચ તેને તેની સગ્ગી માતાને મળી જાય તેવી તેની જંખના હતી તેમણે તેના માટે નાગપુરમાં એમએસએસની મુલાકાત પણ લીધી ફાલ્ગુન 2025 માં ત્રણ વખત ભારત આવ્યા તેમને એક અધિકારીની મદદથી શેલ્ટર હોમની તે નર્સનું સરનામું મળ્યું જે ફાલ્ગુનના જન્મ સમયે ત્યાં કામ કરતા હતા
તેઓ હવે નિવૃત થઈ ચૂક્યા છે ફાલ્ગુન ઓગસ્ટ 2025 માં નાગપુર આવ્યા હતા નાગપુર કલેક્ટર વિપિન ઈટાંકની મદદથી તેઓ તે નર્સના ઘરે પણ ગયા જ્યાં તેમને જાણવા મળ્યું કે તેમનું નામ નર્સે જ રાખ્યું હતું નર્સને મળીને ફાલ્ગુને કહ્યું હું તેમને મળીને ખૂબ ખુશ થયો તે મહિલાને મળવું એ ક્યારેય ન ભૂલી શકાય તેવો અનુભવ હતો જેણે મને મારી ઓળખ આપી હતી. નાગપુર નગરપાલિકા કમિશનર અભિજીત ચૌધરીએ ફાલ્ગુનના જન્મ સંબંધિત દસ્તાવેજો શોધવામાં મદદ કરી દસ્તાવેજોમાં આ માહિતી સામે આવી કે ફાલ્ગુનની માતા એક 21 વર્ષની અપરણિત મહિલા હતી જે સમાજના ડરથી તેમનું પાલન પોષણ કરી શકતી ન હતી તેથી તેમને સેલ્ટર હોમમાં છોડી ગઈ હતી. દસ્તાવેજોમાં ફાલ્ગુન અને તેમની માતાનું નામ નોંધાયેલું છે જો કે ફાલ્ગુને તેમની માતાનું નામ સાર્વજનિક કર્યું નથી. માતૃસેવા સંઘ અનાથ બાળકો અને પીડિત મહિલાઓ માટે બનાવવામાં આવેલું એક શેલ્ટર હોમ છે શેલ્ટર હોમના અધિકારીઓ અનુસાર અહીં અવારનવાર અપરણિત માતાઓ પોતાના નવજાત બાળકોને છોડી જાય છે ફાલ્ગુન નેધરલેન્ડના શહેર હિમસ્ટેડના મેયર છે ફાલ્ગુને પોતાની માતાને શોધવા માટે એનજીઓ નગરપાલિકાઓ અને પોલીસની મદદ પણ માંગી છે. ફાલ્ગુન કહે છે કે મને લાગે છે કે મારી માતા મને છોડીને જવાથી હજુ પણ આઘાતમાં હશે હું ફક્ત તેમને મળીને બતાવવા માગું છું કે
હું ઠીક છું અને ખુશ છું હું તેમને એકવાર જોવા માગું છું ફાલ્ગુનનું કહેવું છે કે તેઓ એક ખુલ્લા પુસ્તક જેવા છે તેમણે મહાભારત પણ વાંચ્યું છે ફાલ્ગુને કહ્યું કે મને લાગે છે કે દરેક કર્ણને કુંતીને મળવાનો અધિકાર છે. ફાલ્ગુને નેધરલેન્ડમાં એક ડચ મહિલા સાથે લગ્ન કર્યા છે બંનેને ચાર બાળકો છે તે કહે છે કે તેમની પત્નીએ તેમને હંમેશા પોતાના મૂળ શોધવા માટે પ્રેરિત કર્યા છે તેમણે પોતાની દીકરીનું નામ પણ પોતાની માતાના નામ પરથી જ રાખ્યું છે તો હાલ તો આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર