બોલીવૂડના સૌથી સ્વીટ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલે થોડા સમય પહેલા પોતાના બેબી બોયના નામની જાહેરાત કરી છે. કેટરીનાએ પોતાના દીકરાનું નામ એટલું સુંદર અને ભાવસભર રાખ્યું છે કે લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. વિદેશી હોવા છતાં કેટરીના એક સાચી હિંદુસ્તાની વહુની જેમ જીવન જીવે છે.થોડા સમય પહેલા કેટરીનાએ પોતાના બેબી બોયની પહેલી ઝલક શેર કરતાં તેનું નામ જાહેર કર્યું.
કેટરીનાએ બે મહિના પહેલા, 7 નવેમ્બરે, પોતાના દીકરાને જન્મ આપ્યો હતો. 42 વર્ષની ઉંમરે કેટરીના માતા બની છે. આ ઉંમરે પ્રેગ્નન્સી જોખમી માનવામાં આવતી હોવાથી તેઓ આખી પ્રેગ્નન્સી દરમિયાન ચર્ચામાં રહ્યા હતા અને ફેન્સ તેમની માટે સતત દુઆઓ કરતા રહ્યા.
પ્રેગ્નન્સી દરમિયાન કેટરીનાએ પોતાનો ઘણો ખ્યાલ રાખ્યો. તેઓ ક્યાંય બહાર ગયા નહોતા અને લાંબા સમય સુધી આ ખુશખબર લોકોને જણાવી નહોતી. હવે જ્યારે કેટરીના અને વિક્કીનો દીકરો પૂરા બે મહિનાનો થયો છે ત્યારે કપલે ફેન્સ સાથે તેનું નામ શેર કર્યું છે.કેટરીના અને વિક્કીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. તસવીરમાં કેટરીના અને વિક્કી એકબીજાનો હાથ પકડીને ઉભા છે અને બંનેના હાથ વચ્ચે તેમના નાનકડા દીકરાનો હાથ દેખાઈ રહ્યો છે. આ તસવીર સાથે કેટરીનાએ લખ્યું છે
અમારી રોશનીની કિરણ વિહાન કૌશલ.નામ જાહેર થતાં જ લોકો કપલને ખુબ અભિનંદન આપી રહ્યા છે અને દીકરાના આ સુંદર નામની પણ દિલથી પ્રશંસા કરી રહ્યા છે. વિહાન નામનો અર્થ થાય છે સવાર, ભોર અને નવો આરંભ. અંધકાર પછી નવી રોશની લાવનાર, નવી આશા અને સકારાત્મકતાનું પ્રતિક, જે દરેક શરૂઆતને ખાસ બનાવી દે.કેટરીનાએ વર્ષ 2021માં પોતાથી 6 વર્ષ નાના વિક્કી કૌશલ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નની વાત પર લોકોને ત્યારે સુધી વિશ્વાસ ન આવ્યો જ્યાં સુધી તેમની વેડિંગ તસવીરો સામે આવી નહોતી.
લગ્ન બાદ કેટરીનાએ ફિલ્મોમાં કામ ઓછું કરી પોતાના બિઝનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. વિક્કી અને કેટરીના બોલીવૂડના પરફેક્ટ કપલ તરીકે ઓળખાવા લાગ્યા.હવે લગ્નના પાંચ વર્ષ બાદ આ નાનકડા દીકરાએ બંનેની જિંદગી પૂર્ણ કરી દીધી છે. તમને કેટરીના અને વિક્કીના બેબી બોયનું નામ કેવું લાગ્યું?