Cli

ગુજરાતમાં ફરી માવઠું થશે? કયા જિલ્લાઓમાં વરસાદ પડશે?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને શિયાળાની વચ્ચે જ્યારે માવઠાની આગાહીઓ કરવી પડે ત્યારે બહુ જ બધા વિચાર એ ઋતુ ચક્ર પર અને બહુ જ બધા વિચાર ખેડૂતો માટે આવતા હોય છે પણ કમનસીબે અત્યારે તો માવઠું પડી જ રહ્યું છે હજુ પણ આગળ બીજું એક માવઠું પડે એવી સંભાવનાઓ હવામાન નિશાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

હજુ આગામી 10 15 દિવસ પછી એક માવઠું આવવાનું છે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ જે સતત પસાર થઈ રહ્યા છે એ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ ને કારણે ફરી એકવાર વરસાદનો માહોલ ગુજરાતમાં થવાનો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કઈ તરફથી આવશે ને એબધું જોયા પહેલા આજના દિવસની સ્થિતિ શું રહેવાની છે એટલે આજના દિવસે ક્યાં સંભાવના છે છૂટો છવાયો વરસાદ પડવાની એની વાત કરીએ તો આ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે ભેજવાળું વાતાવરણ છે સાથે જ મધ્ય ગુજરાતનો જે ભાગ છે મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતની જે બોર્ડર જે કહેવાય ત્યાંના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે

ભીંડીમાં અત્યારે વરસાદ તમે જુઓ કે આજના દિવસમાં બહુ જ ઓછો એકદમ સામાન્ય વરસાદ દેખાશે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ દાહોદ છોટા ઉદયપુર નર્મદા આ બધા વિસ્તારોમાં પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે હવામાનનિષ્ણાંત પરેશભાઈ સાથે અમે ગઈકાલે વિસ્તારથી વાત કરી તો એમનું પણ એવું કહેવું હતું કે આ જે વિસ્તાર જે છે આ દાહોદ અને એ વાડી બોર્ડરનો જે વિસ્તાર છે કારણ કે અત્યારે મધ્યપ્રદેશમાં વરસાદ છૂટો છવાયો પડે એવી સંભાવનાઓ છે એટલે બધા જ વિસ્તારમાં વરસાદ પડે એવું લાગી રહ્યું છે એકદમ સામાન્ય વરસાદ હશે ક્યાંય ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે અને આપણે જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની વાત કરી રહ્યા છીએ એટલે જે ઉત્તરના ભાગો છે ત્યાં અત્યારે હીમ વર્ષા બધી જ જગ્યાએ થઈ રહી છે અને ત્યાંથી જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થાય એટલેઅત્યારે આપણે માવઠું પત્યું એના પછી ફરી એકવાર જે ઠંડી છે એમાં વધારો થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે

અને આપણે ડિસેમ્બરમાં પણ એવું કહેતા હતા કે ખૂબ ખૂબ વધારે ઠંડી પડવાની છે પણ તમે જુઓ કે જે રીતના દિવાળી પછી જે માવઠું પડ્યું એ માવઠું ખૂબ મોટું માવઠું હતું અને ઇતિહાસમાં સૌથી વધારે લાંબુ અને સૌથી વધારે વરસાદ લાવવાળું માવઠું હતું એના પછી આખું શિયાળાની જે શરૂઆતનું જે ચક્ર કહેવાય એ આખું ખોરવાઈ ગયું એના પછી ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે આ માવઠું પડી રહ્યું છે એ ખૂબ સામાન્ય માનવામાં આવે છે એટલે તમે જ્યારે હવામાન નિષ્ણાં જોડેહવામાન વિભાગના કોઈ એક્સપર્ટ સાથે વાત કરો તો તમને ખબર ખબર પડે કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને એ સિસ્ટમને કારણે પડતું માવઠું ખૂબ સામાન્ય છે પણ ખેડૂતો માટે ચિંતાવાળું હોય

કારણ કે સૌરાષ્ટ્ર અને એની આસપાસના ખેડૂતો જ્યારે રવિપાક લઈ રહ્યા હોય તો એ બધું જ નક્કી હોય અને એના પછી અચાનકથી વરસાદ પડે તો એ ઘણું બધું નુકસાન આપીને જતું હોય છે વરસાદ એટલે એ માવઠાથી ખેડૂતોને સૌથી વધારે તકલીફ પડે એવી સંભાવના છે અને હવામાન નિષ્ણાંત જે માને છે એ પ્રમાણે 10 તારીખ પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ એક બે એવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવવાના છે જેના કારણેગુજરાતમાં ઠંડી તો વધવાની જ છે પણ સાથે સાથે હીમ વર્ષા જ્યારે ઉપરના પ્રદેશમાં થઈ રહી છે ગુજરાતની આસપાસ ક્યાંક છૂટો છવાયો વરસાદ ફરીથી લઈને આવે એવી આગાહીઓ કરવામાં આવી છે

એટલે અત્યારે વરસાદ નથી પડવાનો આગામી હવે થોડા દિવસ સુધી ક્યાંય જ વરસાદની આગાહી નથી ઠંડીમાં વધારો થવાનો છે ઠંડી ત્રણ ચાર ડિગ્રી તમે જે કો તાપમાન એ ગગળવાનું છે એટલે ઠંડી ગુજરાતમાં પડવાની છે દક્ષિણના ભાગોમાં ભેજવાળું વાતાવરણ રહેવાનું છે આજે પણ ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હશે અને હજુ એક બે દિવસ સુધી સુરત દાદાના દર્શન ઓછા થશે એવીસ્થિતિ રહેવાની છે પણ ધીરે ધીરે વાદળો પણ હટતા જશે અને એના પછી ક્લિયર તમને જે કહેવાય કે વાતાવરણ છે એ દેખાતું થશે

અને એના પછી જે ઠંડીમાં વધારો થવાનો છે એ એવું કહેવાય છે દક્ષિણના ભાગોમાં મધ્યના ભાગોમાં ને બધી જ જગ્યાએ ઉત્તરના ભાગોમાં પણ વધારે ઠંડી પડે એવી સંભાવનાઓ છે કચ્છમાં અત્યારે સૌથી વધારે વરસાદ સાદ પડ્યો છે એના સિવાય હવે ફરીથી જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ આવશે અને જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થતું હોય એના કારણે ભેજવાળું અને ઠંડું વાતાવરણ રહેતું હોય છે એટલે હવે ઉતરાણના સમયે ફરી એકવાર માવઠાની આગાહી હવામાન નિષ્ણાંતપરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ એવી આગાહી કરી છે કે ભારે પવન ફૂકાય છે ઠંડી પણ વધવાની છે. આગળ જતાં જે પણ સ્થિતિ હવામાનની હશે તમારા સુધી પહોંચાડતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *