Cli

સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર રોક લગાવી?

Uncategorized

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઈને સુનવણી હાથ ધરાય છે જેમાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઈને આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસી છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુવ મોટો સંજ્ઞાન લીધું હતું નમસ્કાર જમાવટ સાથે હું શુભારત અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાનાજૂના ચુકાદા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી જાન્યુઆરીની 21મી તારીખે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે એક્સપર્ટ કમિટીના રિપોર્ટ પર અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ઘણી ભ્રમણાઓ છે. એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી ને તેના રિપોર્ટનો સ્વીકાર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં સીજીઆઈ સૂર્યકાંતે કહ્યું છે કે અરવલ્લીની વ્યાખ્યાને લઈને એ ખૂબ જ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતની જરૂરિયાત છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાસૂર્યકાંતે અરવલ્લીની પર્વતમાળામાં ખનનકામને લઈને પણ મહત્વની ટિપ્પણી કરી છે તેમણે કહ્યું છે

કે નવા સીમાંકિત અરવલ્લી વિસ્તારમાં ટકાઉ ખાણકામ કે નિયમન કરેલ ખાણકામ માટે જે ખાણકામ માટે રેગ્યુલેશનસ હોવા છતાં કોઈપણ ખરાબ પર્યાવરણીય પરિણામોમાં પરિણમ છે કે કેમ તેનું વિશ્લેષણ પણ આગામી સમયમાં કરી શકાય છે અને હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આ પર્વતમાળા જેટલા પણ રાજ્યોમાંથી પસાર થાય છે

તે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે આ ઉપરાંત પોતાના જૂના ચુકાદા પર રોક લગાવી દીધી છે આપને જણાવી દઈએ કે અરવલ્લીની પર્વતમાળા દિલ્હી હરિયાણારાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે તાજેતરમાં થયેલા અરવલ્લી બચાવવાના અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટે સુવો મોટો સંજ્ઞાન લીધું છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર પશ્ચિમ ભારતની એક પર્વત શૃંખલા છે જે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાન થઈને સળંગ લંબાઈમાં થઈને ગુજરાત સુધી વિસ્તરેલી છે

અને આશરે 800 કિલોમીટર લંબાઈ વાળી આ પર્વત શૃંખલા છે જે ભારતીય ઉપમદ્વીપમાં હિમાલય કરતાં પણ જૂની છે તેનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલું ગુરુશિખર છે. ગયા મહિને એટલે કે નવેમ્બરની 20મી તારીખે સુપ્રીમ કોર્ટની બેન જેમાં પૂર્વ ચીફ જસ્ટિસ ઓફઇન્ડિયા બીઆર ગવાઈ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાએ કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી માટે સૂચવાયેલી નવી વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો

અને તે પછી અરવલ્લી પર્વતમાળાને લઈને જબરજસ્ત વિરોધ સામે આવ્યો છે પરંતુ આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ દ્વારા પોતાના જૂના ચુકાદા પર રોક લગાવી દેવામાં આવી છે અને આગામી જાન્યુરી ની 21 મી તારીખે આ કેસમાં હવે નેક્સ્ટ સુનવણી થવા જઈ રહી છે તો આ બાબતે આપનું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *