વર્ષોથી આપણા ઘરમાં આપણે એવું સાંભળતા આવીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સોના ચાંદી અને જમીન જેટલું સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય ના થઈ શકે. એટલે પહેલા બધા આવું કહેતા એટલે આપણા ગરડા લોકો કે આપણા વડીલો આપણને આવું કહેતા તો આપણે એવું માનતા કે આ તો ઓલ્ડ ફેશન વાત કરે છે અત્યારે તો શેર માર્કેટનો જમાનો છે
અત્યારે બીજી બધી અલગ અલગ રીતના ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે પણ એ અત્યારે ખબર પડે છે કે સોના ચાંદીનું ઇન્વેસ્ટમેન્ટ એ અત્યારના સમય માટે કેટલું લાભદાયી હોઈ શકે કારણ કે છેલ્લા કેટલાય સમયથી સોના ચાંદીનો જે ભાવ છે એ આસમાન પર જ છે સામાન્ય માણસનેજો થોડુંક સોનું લેવું છે કે ચાંદી લેવું છે પ્રસંગ માટે પણ સોનું ચાંદી લેવું છે
તો એને ખબર છે કે ભાવ સતત કેટલા વધે ધી રહ્યા છે ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં અત્યારે સતત વધારા પછી ઓલ ટાઈમ હાઈ થઈ ગયો છે. અત્યારે જે આઈબીજેનો જે રિપોર્ટ હોય અને એના અનુસાર જે આંકડાઓ હોય એમાં ₹352 સોનાનો ભાવ વધ્યો છે 1,36,635 પ્રતિ 10 g થયું છે આ પહેલા મંગળવારે 1,36,283 રૂપિયા ભાવ હતો.
ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી 1 કિલો જે છે એનો ભાવ એકદમ વધી અને 7934 રૂપિયા વધ્યો એટલે અત્યારે ચાંદીનો ભાવ 1 કિલો પ્રમાણે જોવા જઈએ તો એ 2,18,954રૂપિયા છે આંકડા હંમેશા ઉપર નીચે થતા રહે છે એટલે ચાંદીનો ભાવ અત્યારે જોઈએ તો 2,33,000 ની આસપાસ પહોંચી ગયો છે અને ઓલ ટાઈમ હાઈ છે ચાંદીનો ભાવ સતત વધતો આવ્યો છે
એટલે છેલ્લા બે અઠવાડિયા પહેલા અઠવાડિયા પહેલા જ્યારે વિડીયો કર્યો ત્યારે પણ હાઈ ટાઈમ હતો હાઈ ઉપર હતો અને અત્યારે પણ એ જ સ્થિતિ છે એટલે 2 લાખ ચાંદીનો ભાવ પહોંચે 10 દિવસમાં 30,000 જેટલો ઉછાળો આવ્યો છે. ચાંદી એટલું બધું મોંઘું થઈ ગયું છે. 11 ડિસેમ્બરે એની કિંમત 1,88,000 હતી પ્રતિ કિલોની જે હવે અત્યારે વધીને તમે જુઓ કે ક્યાં પહોંચી છે. આ વર્ષે સૌથીવધારે એવું કહેવાય કે સોના ચાંદીનો ભાવ વધ્યો છે એટલે સોનાની કિંમત એ 60,473 આખા વર્ષમાં વધી છે કારણ કે 31 ડિસેમ્બર 2024 ના રોજ 10 g સોનું 24 કેરેટ સોનું એ 76,162 હતું જે હવે 1,36,635 થઈ ગયું છે. ચાંદીનો ભાવ પણ આ આટલા વર્ષમાં એટલો બધો વધ્યો છે
કે જે તે સમયે ચાંદીનો ભાવ પણ ઓછો હતો 31 ડિસેમ્બરની વાત કરીએ 2024 નહીં તો ચાંદીનો ભાવ ત્યારે 86000 ની આસપાસનો હતો જે હવે 2,18,000 2,33,000 સુધી પહોંચ્યો છે અને આ આંકડાઓ જે સતત વધી રહ્યા છે એટલે કાલે ફરીથી તમે જોશો તો તમને ખબર પડશે કે આંકડા વધ્યા જ છે એની પાછળ અનેક કારણો પણ માનવામાં આવેછે આરબીઆના રેટથી લઈને બહુ જ બધા કારણો ચાંદીના ભાવના વધવામાં અને સોનાના ભાવના વધવામાં છે અને હજી હજી પણ સોના ચાંદીના કોઈ પણ વેપારીને પૂછો કે તમે કોઈ પણ એક્સપર્ટને પૂછો તો એમનું કહેવું છે કે વર્ષ અંત આવતા સુધીમાં હજી પણ એ ભાવ વધે એવી સંભાવનાઓ છે એટલે જે ઇન્વેસ્ટમેન્ટની આપણે વાત કરતા હતા આપણને ભલે ઓલ્ડ ફેશન લાગતું હતું
કે કંઈ પણ લાગતું હતું પણ અત્યારે આપણને ખબર પડે કે સોના અને ચાંદીનો ભાવ જે છે એ સતત વધતો આવ્યો છે બીજું તમે કંઈ પણ ઇન્વેસ્ટ કરો તો એ ઉપર નીચે થઈ શકે છે સોના અને ચાંદીમાં ભાવ સતત વધી જ રહ્યો છે નીચે આવતો હોય તો બી એ બહુજ ઓછા સમય માટે બહુ ઓછા રૂપિયા માટે પણ નીચે આવ્યો હોય એવું દેખાય છે અને આ આખા વર્ષમાં સૌથી વધારે સોના ચાંદીનો ભાવ વધ્યો છે. બાકી આગળ જે પણ માહિતી આવતી રહેશે ચાંદીના અને સોનાના ભાવ વધતા રહેશે તો તમારા સુધી પહોંચાડતા રહીશું.