Cli
ncb raid on ananya pande home

અનન્યા પાંડે પણ હવે NCBના નિશાના પર ! ઘરે ચાલી રહી છે NCBની Raid

Bollywood/Entertainment Breaking

આજે એનસીબીની ટીમ બોલિવૂડના સૌથી મોટી હસ્તીના ઘરે પહોંચી અને તેમના ઘરે એનસીબીની ટીમ અત્યારે દરોડા પાડી રહી છે તમને જણાવી દઈએ કે ગઈકાલે એનસીબીએ આર્યન ખાનના કેસની સુનાવણીના થોડા કલાકો પહેલા કોર્ટમાં વધુ એક વોટ્સએપ ચેટ આપી હતી અને તે ચેટમાં એનસીબીએ જણાવ્યું હતું કે આર્યન ખાન લાંબા સમયથી એક નવોદિત બોલિવૂડ કલાકાર સાથે પાઉડર માટે ચેટ કરી રહ્યો હતો.

ગઈકાલ સુધી અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું આજે કોઈ અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ એનસીબી જે રીતે દરોડા પાડી રહી છે તે આવુ કહીં શકાય છે કે તે આજ અભિનેત્રી તો નથી આજે જેમ એનસીબીની ટીમ અનન્યા પાંડેના ઘરે દરોડા પાડી રહી છે હા સમીર વાનખડેની ટીમ અનન્યા પાંડેના ઘરે દરોડા પાડી રહી છે.

જે ચંકી પાંડેની પુત્રી છે ચંકી પાંડે અને શારુખ ખાન ખૂબ જ સારા મિત્રો છે અનન્યા પાંડે અને શારુખ ખાનના બાળકો ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી સાથે ભણ્યા છે અને તેઓ નાનપણથી જ મિત્રો છે અને તેઓ બધા સાથે ઉજવણીમાં જાય છે અને આજે પાવડર કેસના કારણે અનન્યા પાંડેના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે એનસીબીનું વાહન અનન્યા પાંડેના ઘરની બહાર જોવા મળ્યું હતું.

તમને જણાવી દઈએ કે કરણ જોહરે તેમની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં અનન્યા પાંડેને બોલિવૂડમાં પ્રવેશ આપ્યો હતો અને તે ફિલ્મથી અનન્યા પાંડેએ તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમના એક નિવેદન માટે તે આજે પણ ટિપ્પણીઓ પ્રાપ્ત કરી રહી છે અને તે નિવેદન આજે પણ પ્રખ્યાત છે તે નિવેદન અનન્યા પાંડેએ તેમના પિતાના જીવન સંઘર્ષનું વર્ણન કેવી રીતે કર્યું તે વિશે હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *