વિવિધ ધર્મ જ્ઞાતિ પેટાજ્ઞાતિ રાજ્ય શહેર ગામો અને એ ગામડે ગામડે બદલાતી સંસ્કૃતિ વિવિધ ભાષાઓ અને બોલીઓ આ છે ભારતની વિવિધતા અને આટલી વૈવિધ્ય સભર સંસ્કૃતિ હોવા છતાં આજે આપણો દેશ એક તાતણે બંધાયેલો છે જ્યાં બંધારણ અને કાયદો સર્વોપરી છે પરંતુ આજે ભારતના જ એક એવા શહેરની વાત કરવી છે જ્યાં કોઈ પોલીસ સરકાર કે અધિકારી નથી કોઈ ધર્મ કે જ્ઞાતિ નથી જીવવા માટે પૈસા નથી એટલું જ નહીં અહીં કોઈ એ ખાવા માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી
અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ભારતના આ શહેરમાં આજે 60 થી પણ વધુ દેશના હજારોલોકો વસવાટ કરે છે. નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે એક એવા શહેરની સફર કરીએ જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે ત્યારે આવો ભારતમાં જ આવેલા આ આશ્ચર્યજનક શહેર વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો વિવિધતામાં એકતાની વિશેષતા ધરાવતો વિશ્વશ્રેષ્ઠ દેશ જો કોઈ હોય તો તે ભારત છે આજે પણ ધર્મ ભાષા જાતિ જ્ઞાતિ આબોહવા પ્રદેશ તહેવાર સંસ્કૃતિ જેવી વિવિધતા હોવા છતાં ભારત દેશ એકતાના આધાર સાથે અડીખમ ઊભો ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે અને અહીં કાયદાનું શાસન છે ત્યારે આજે આપણા જ દેશનાએક એવા શહેર વિશે વાત કરવી છે જેના વિશે સાંભળીને તમે પણ બોલી ઉઠશો કે શું વાત કરો છો જે હા ભારતમાં એક એવું શહેર છે
જ્યાં સરકાર નથી છતાં આ શહેર ખૂબ જ નિયમોથી ચાલે છે જ્યાં એકમાત્ર મંદિર છે છતાં તેમાં કોઈ મૂર્તિ કે પ્રતિમા નથી જ્યાં લોકો છે છતાં જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ નથી જ્યાં તમામ સુવિધાઓ છે છતાં ત્યાં એક પણ રૂપિયો ચાલતો નથી જ્યાં લોકો કામ કરે છે છતાં પગાર નથી. આ ઉપરાંત જ્યાં રાજકારણનો ર પણ નથી. તમે કહેશો કે આવું તેવળ કયું શહેર છે અને આ શહેર ક્યાં આવેલું છે અને સૌથી મોટો પ્રશ્ન કે ત્યાં આપણે શું જઈ શકીએ છીએ તોઆપને જણાવી દઈએ કે આ શહેર ઓરોવિલે શહેર તરીકે ઓળખાય છે અને આ શહેર તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં જ આવેલું છે જે ચેન્નાઈથી માત્ર 150 કિલોમીટર દૂર છે.
આ શહેરને લોકો સવારનું શહેર અથવા સૂર્યનું શહેર તરીકે પણ ઓળખે છે અને આ શહેરને વસાવવાનું કારણ એ હતું કે લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર અહીં સમાન રીતે રહી શકે છે. અહીં રહેવા માટેની શું શરત છે તો આપણે જણાવી દઈએ કે ઓરોવિલે શહેરને યુનિવર્સલ સીટી કહેવામાં આવે છે એટલે કે અહી કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને તે અહી સ્થાયી પણ થઈ શકે છે.
માહિતી પ્રમાણે આજે અહીં લગભગ 50 દેશોના લોકો રહે છે અનેતેમની વસ્તી પણ લગભગ હજારોની આસપાસ છે. બસ અહીં રહેવાની એકમાત્ર શરત જો કોઈ હોય તો એ છે કે તમારે અહીં નોકર તરીકે રહેવું પડશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે અહીં પૈસા કેમ નથી ચાલતા તો આપને જણાવી દઈએ કે ઓરોવિલેમાં કોઈપણ વ્યક્તિને પગાર નથી મળતો અહીં દરેક વ્યક્તિ અલગ અલગ કામ કરે છે કોઈ ખેતરમાં ખેતી કરે છે તો કોઈ શાળામાં ભણાવે છે કોઈ આર્ટ બનાવે છે તો કોઈ રિસર્ચ કરે છે કોઈ ઘર બાંધે છે તો કોઈ અન્ય કામ કરે છે તેના બદલામાં તે વ્યક્તિને રહેવાનું ઘર ખાવા પીવાનું દવા તબીબી બાળકોનું શિક્ષણ બધું જ મફતમાં મળે છે. હા અહીં બહારનાલોકો માટે ચોક્કસથી કેટલીક જગ્યાએ હવે રૂપિયા ચાલે છે
પણ અંદરના રહેવાસીઓ વચ્ચે તો મોટાભાગના વ્યવહારો ડિજિટલ એકાઉન્ટ દ્વારા થાય છે એટલે કે અહીં પૈસા નહીં પણ યોગદાન ચાલે છે. આમ તો આપણે જોઈએ છીએ કે દુનિયાભરમાં આજે અલગ અલગ ધર્મો અને સંસ્કૃતિ જોવા મળે છે પરંતુ આ શહેરમાં કોઈપણ પ્રકારના ધર્મ કે જ્ઞાતિ સાથે જોડાયેલા લોકો જોવા મળતા નથી અને હા અહીં સમગ્ર શહેર વચ્ચે એકમાત્ર મંદિર ચોક્કસથી છે અને ઓરોવિલેનું સૌથી મોટું જો આકર્ષણ કોઈ હોય તો તે આ માતૃમંદિર છે. આ માતૃ મંદિર અન્ય મંદિરો કરતાં બિલકુલ અલગ છે કારણ કે જેને દૂરથી જોઈએ તો જાણે કોઈસોનેરી ગોળ આકાશમાંથી ઉતર્યો હોય તેવું લાગે અને આ મંદિરમાં એક પણ મૂર્તિ નથી કે કોઈ પૂજા અર્ચના નથી સાથે જ કોઈ ધાર્મિક ચિન્હ પણ નથી ફક્ત એક મોટો ક્રિસ્ટલ ગ્લોબ છે જેના પર છતમાંથી સૂર્યનું કિરણ પડે છે અને આખો હોલ પ્રકાશથી ભરાઈ જાય છે.
અહીં ફક્ત શાંતિમાં બેસીને પોતાની સાથે વાત કરવાની છે એટલે જ આ મંદિરને આત્માનું પ્રતીક કહેવાય છે. કોઈપણ પ્રકારની સરકાર વગર ચાલે છે આ શહેર દેશને ચલાવવા માટે એક વહીવટ કે સરકારની જરૂર હોય છે પરંતુ ઓરો વિલેજ શહેર પાસે કોઈ સરકાર નથી. શહેર સરકાર વિના શાંતિથી ચાલે છે તે દરેક પુખ્તવયના લોકોની બનેલી સભા દ્વારાસંચાલિત થાય છે તેઓ વિવિધ ધર્મો સમુદાય અને સંસ્કૃતિમાંથી આવે છે છતાં તેઓ સુમેળ અને શાંતિથી કાર્ય કરે છે. રહેવાસીઓ એક પરિવારની જેમ એકબીજાના જીવન નિર્વાહમાં ફાળો આપે છે. શહેરની પોતાની બેંક છે. ઓરોવિલેમાં પૈસાની આપલે થતી નથી. આ ઉપરાંત આ શહેરના રહેવાસીઓ રોકડ રકમ કે ચૂકવણી પણ રાખતા નથી જો કે તેઓ બહારના લોકો સાથે પૈસાની લેવડ દેવડ કરી શકે છે
શહેરમાં લગભગ 35 વર્ષ પહેલા એક નાણકીય સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું જેને આરબીઆઈ દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી અને આ કેન્દ્રમાં ત્યાના રહેવાસીઓ માટે બેંકનીજેમ જ કાર્ય થાય છે જેમાં ત્યાના લોકો તેમના પૈસા ઓનલાઇન અથવા ઓફલાઈન જમા કરે છે. પૈસા જમા કરાવવા માટે ઓરોવિલે ફાઇનાન્શિયલ સર્વિસની એક એકાઉન્ટ નંબર પ્રદાન કરે છે અને આ નંબરનો ઉપયોગ શહેરના લગભગ 200 વ્યાપારી કેન્દ્રો અને નાની મોટી દુકાનોમાં ખરીદી કરવા માટે થઈ શકે છે. મહેમાનો માટે ડેબિટ કાર્ડ જેવું જ ઓરો કાર્ડ જાહેર કરવામાં આવ્યું છે જે તેમને તેમની જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
કોણે કરી હતી આ શહેરની સ્થાપના? માહિતી અનુસાર ઓરોવિલે શહેરની સ્થાપના 1968 માં મીરા આલ્ફાજો દ્વારા કરવામાં આવી હતી. મીરા આલ્ફાજો 1914 માંશ્રી અરબિંદો આધ્યાત્મિક સ્ટ્રીટમાં હાજરી આપવા માટે પુંડુચેરી આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન પરત ફર્યા હતા. પરંતુ 1920 માં તેઓ પરત ફર્યા અને 1924 માં શ્રી અરવિંદો આધ્યાત્મિક સંસ્થામાં જોડાઈને જાહેર સેવા શરૂ કરી હતી અને તેમના દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં જ આવેલા અને વિશ્વના સૌથી અલગ આ શહેરને યુનેસ્કોએ પણ પ્રશંસા કરી છે આ શહેરને ભારત સરકાર દ્વારા પણ ટેકો મળ્યો છે
ભારતના રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલ પણ અહીં જયા આવ્યા છે અને અહીં 60 થી પણ વધુ દેશના હજારોલોકો આજે નિવાસ કરે છે અને અનેક લોકો છે જે અહીં ફરવા માટે આવી શકે છે અને અહીં રહેવા માટે જતા લોકોને અનેક નિયમો છે તે માનવા પણ ફરજિયાત છે તો અલગ અલગ મીડિયા રિપોર્ટ દ્વારા આ શહેર અંગેની માહિતી આપવા આપવામાં આવી છે ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને આવી જ જાણીતી વાતોની અજાણી વાતો અમે આપના સુધી પહોંચાડતા રહેશું તો અત્યારે બસ આટલું જ ફરી આવી જ કંઈક વાતો સાથે મળતા રહેશું વાત ગુજરાતી પર