Cli

કોણ છે પાપારાઝી? સ્ટાર્સના ચાહિતા હતા હવે તણખાની જેમ ખટકે છે?

Uncategorized

ચુપ રહો, મોં બંધ રાખો, ફોટો લો… ખત્મ.તમારા ઘરે માં-બાપ છે, તમારા બાળકો છે. શરમ નથી આવતી? બંધ કરો આવી હરકત.ક્યારેક તો આંખોના તારલા હતાં, હવે તણકા જેવી ખટકવા લાગ્યાં.હા હા…‘પપરાજી… પેપ્સ’ આ શબ્દો તમે ઘણા વખત સાંભળ્યા હશે.અને હાલમાં તો સ્ટાર્સને ચર્ચામાં લાવનારાં એ જ પપરાજી પોતે જ ચર્ચાનો વિષય બની ગયા છે.30 નવેમ્બરે એક ઈવેન્ટ દરમિયાન બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી અને સपा સાંસદ જયા બચ્ચને પપરાજી પર સખત પ્રહાર કર્યો હતો.તેમણે પપરાજીને મીડિયા અને વાંચેલા

જર્નલિસ્ટથી અલગ બતાવીને તેમને ‘ગંદી પેન્ટવાળા’ કહ્યાં.તેમની ક્વોલિફિકેશન પર સવાલ ઉઠાવી પેપ્સની સરખામણી ઘરમાં ઘુસી આવતાં ઉંદર સાથે કરી દીધી.જયા બચ્ચનનું આ નિવેદન વાયરલ થયા બાદ બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું—એક પક્ષ જે પપરાજીને નિયંત્રણમાં રાખવાની વાત કરે છે,અને બીજો પક્ષ જે ખુલ્લેઆમ પપરાજીનું સમર્થન કરે છે.

હવે લોકો પૂછે છે—આ પપરાજી હોય કોણ?ભારત જેવા દેશમાં, જ્યાં અમે મીડિયા, પત્રકાર અને રિપોર્ટર વિશે જાણીએ છીએ,પપરાજી કલ્ચર આવ્યું ક્યાંથી?સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા તમે ઘણા વીડિયો જોયા હશે—કોઈ એક્ટર-એક્ટ્રેસ એરપોર્ટ પર,અવોર્ડ ફંક્શનમાં,રેસ્ટોરન્ટ બહાર,સેલૂન બહાર,અહીં સુધી કે અંતિમ સંસ્કાર અથવા શોકસભામાં પણ સ્પોટ થતા.‘પપરાજી’ શબ્દ 1960ની ફિલ્મ La Dolce Vita ના એક પાત્ર Paparazzo પરથી આવ્યો છે,જેનો અર્થ છે—મચ્છર જેવી ચેડી કરતો અને સતત ફોટા લેતો વ્યક્તિ.

પપરાજી એટલે એવા ઇન્ડિપેન્ડન્ટ ફોટોગ્રાફર્સ,જે સેલિબ્રિટીઝ—એક્ટર્સ, ખેલાડીઓ, રાજકારણીઓ અને અન્ય જાણીતી હસ્તીઓ—તેમના ફોટા અને વીડિયો કૅપ્ચર કરે છેઅને તેમની દરેક મૂવમેન્ટ પર નજર રાખે છે.તેમનું કામ છે celeb ની અનસીન તસવીરો પાડીતેને તરત જ સોશિયલ મીડિયા સુધી પહોંચાડવાનું.કોઈ સ્ટારનો અચાનક વાયરલ થયેલો વીડિયો હોય કે ફોટો—તેની પાછળ મોટાભાગે પપરાજીનું કેમેરું જ હોય છે.

બોલિવૂડમાં તો પપરાજી કલ્ચર એટલું ઘૂસી ગયું છેકે હવે સ્ટાર્સની ટીમ જ પેપ્સને ટિપ્સ મોકલે છે—‘ફલાણા એક્ટર, ફલાણી જગ્યાએ, એટલા વાગે સ્પોટ થશે… આવો અને વીડિયો બનાવો.’ઘણા સ્ટાર્સ હવે પપરાજી પેજેસને ફોલો પણ કરે છે.

સાચા અર્થમાં કહીએ તો—“જે દેખાય છે, તે જ વેચાય છે”.આજકાલ સ્ટાર્સ પોતાનાં જન્મદિવસે પપરાજી સાથે કેક કાપે છે,શાદી-બ્યાર પર મીઠાઈ વહેંચે છે,અને તો પપરાજી પ્રોફાઇલ્સ પર પૈસા આપી પોતાની પોસ્ટ પણ અપલોડ કરાવે છે.ઘણા સેલિબ્રિટીઝ કે જેઓ પપરાજીને ફોલો કરે છે,આજે એ જ પેપ્સ પર આરોપ મૂકી રહ્યા છે.એજ કહેવત—“મીઠું મીઠું ગટગટ, કડવું કડવું થૂતુ”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *