ધર્મેન્દ્ર, જેઓ સિલ્વર સ્ક્રીન પર હીમેન તરીકે જાણીતા બન્યા, તેમની જિંદગી જ્યાં એક તરફ ખુલ્લી પુસ્તક જેવી રહી, ત્યાં બીજી તરફ કેટલાક પાનાં એકદમ ખાનગી અને શાંત રહ્યા. આજે આપણે તેમની એવી એક મજબૂત વારસાની વાત કરવા જઈ રહ્યા છીએ જેને તેમની છ સંતાનોે આગળ વધારી છે. પરંતુ આપણા ધ્યાનનું કેન્દ્ર ખાસ કરીને તેમની ચારેય દીકરીઓ રહેશે. જેમણે પિતાની લોકપ્રિયતા સાથે જીવવાનું શીખ્યું, પરંતુ જીવનમાં પોતપોતાનો માર્ગ જાતે પસંદ કર્યો.આ કહાની શરૂ થાય છે પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રની પ્રથમ જિંદગીથી. વર્ષ 1954માં ધર્મેન્દ્ર માત્ર 19 વર્ષના હતા ત્યારે તેમની પ્રકાશ કૌર સાથે લગ્ન થયા. સુપરસ્ટારડમ મળ્યું તે પહેલાં જ બંને ચાર બાળકોના માતાપિતા બની ગયા.
તેમના બે પુત્રો સની અને બોબીએ તો પિતાની જેમ ફિલ્મ જગતમાં નામ કમાયું, પરંતુ તેમની બે દીકરીઓ વિજેતા અને અજીતાએ પોતાની માતા પ્રકાશ કૌરની જેમ હંમેશાં લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કર્યું.વિજેતા દેઓલ, જેમનો જન્મ 1962માં થયો, તેઓ બોબી દેઓલથી મોટી છે.
ધર્મેન્દ્રને તેમની આ દીકરી પ્રત્યે એટલો લાગણીબંધ હતો કે પોતાના પ્રોડક્શન હાઉસને જ વિજેતા ફિલ્મ્સ નામ આપ્યું. આ બેનર હેઠળ બેટાબ, ઘાયલ, બરસાત અને અપને જેવી સફળ ફિલ્મો બની. વિજેતાએ ફિલ્મોને પોતાનું કરિયર બનાવ્યું નહીં. તેમણે દિલ્હી ના બિઝનેસમેન વિવેક ગિલ સાથે લગ્ન કર્યા અને હાલ નવી દિલ્હીમાં રહે છે.
તેઓ રાજકમલ હોલ્ડિંગ્સ એન્ડ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છે. તેમને બે સંતાન છે – દીકરી પ્રેરણા ગિલ, જે લેખિકા અને સંપાદિકા છે, અને પુત્ર સાહિલ ગિલ.તેમની નાની બહેન અજિતા દેઓલ, જેમનો જન્મ 1966માં થયો, દેઓલ પરિવારની ‘એકેડેમિક પાવરહાઉસ’ તરીકે જાણીતી છે. તેમણે તો બોલીવુડથી વધુ અંતર જાળવી રાખ્યું. અજિતાએ અનેક ક્ષેત્રોમાં પોતાનું નામ બનાવ્યું છે. તેઓ માનસશાસ્ત્રી, શિક્ષિકા, એકેડેમિશિયન રહી ચૂક્યા છે અને ડેન્ટિસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
તેમણે ઇન્ડિયન અમેરિકન ડેન્ટિસ્ટ કિરન ચૌધરી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં કેલિફોર્નિયા, અમેરિકા રહે છે. આજકાલ તેઓ સાન ફ્રાન્સિસ્કોના એક સ્કૂલમાં સાઇકોલોજીની પ્રોફેસર છે. તેમની પણ બે દીકરીઓ છે – નિકિતા ચૌધરી, જે ડેન્ટિસ્ટ છે, અને પ્રિયંકા ચૌધરી, જે ડેન્ટિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ બંને છે.આ બન્ને બહેનોએ જે શાંત અને સાદી જિંદગી પસંદ કરી તે કોઈ વિરોધનો પરિણામ નહોતું, પણ શાંતિ અને સરળતાની ઇચ્છાથી જન્મેલું હતું. પોતાની માતા પ્રકાશ કૌરની જેમ તેઓ માત્ર જરૂરી કુટુંબ પ્રસંગોમાં જ દેખાય છે, બાકી મીડિયા અને ગ્લેમરથી દૂર રહે છે.
અનેક રિપોર્ટ્સ મુજબ, વિજેતા અને અજિતાને લગભગ 60 વર્ષથી પણ વધુ સમય સુધી લાઈમલાઈટથી દૂર રાખવામાં આવ્યા છે, અને તેઓનો સંબંધ પોતાના ભાઈઓ સની અને બોબી સાથે ઘણો મજબૂત છે.આ પછી ધર્મેન્દ્રના જીવનમાં બીજો અધ્યાય શરૂ થયો જ્યારે 1980માં તેમણે હેમા માલિની સાથે લગ્ન કર્યા. આ વૈવાહિક જીવનમાંથી તેમને બે દીકરીઓ થઇ – ઈશા દેઓલ (1981) અને અહના દેઓલ (1985).અહીં એક રસપ્રદ અને વિરોધાભાસી બાબત સામે આવે છે. ધર્મેન્દ્ર ઈચ્છતા નહોતા કે તેમની કોઈ દીકરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે. આ વાત ઈશાએ અનેક ઇન્ટરવ્યુમાં કહી છે. તેમના કહેવા મુજબ તેમના પિતા ખરેખર પરંપરાગત અને પઝેસિવ હતા અને પંજાબી પરંપરાને માને છે.
તેમને લાગતું કે તેમની દીકરીઓએ 18 વર્ષની ઉંમરે લગ્ન કરીને ઘર સંભાળવું જોઈએ, કારણ કે તેઓ પોતાની દીકરીઓને દુનિયાનાં નકારાત્મક પાસાંથી દૂર રાખવા માંગતા હતા.વિજેતા અને અજિતાએ ફિલ્મોથી દૂર રહીને પિતાની ઇચ્છા પ્રમાણે જીવી લીધું, પરંતુ જ્યારે ઈશાએ બોલીવુડમાં આવવાનો નિર્ણય લીધો ત્યારે તેમને પિતાના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. હેમા માલિનીએ પોતાના સ્મરણોમાં પણ સ્વીકાર્યું છે કે ધર્મેન્દ્રને ઈશાનું ડાન્સ કે ડેબ્યુ કરવાનું ગમતું નહોતું. ઈશાના જણાવ્યા મુજબ તેમના પિતા ખૂબ જ રક્ષણાત્મક હતા.પરંતુ ઈશાને પોતાની માતાથી પ્રેરણા મળી. તેમણે કહ્યું કે પોતાની માતાને અભિનય અને નૃત્ય કરતા જોઈને તેમની દિશા સ્પષ્ટ થઈ.
હેમા માલિનીએ ગુપ્ત રીતે ઈશાને મદદ કરી અને અંતે ઈશાએ પોતાના પિતાને મનાવી લીધા. વર્ષ 2011માં ધર્મેન્દ્રએ હેમા માલિની દિગ્દર્શિત ફિલ્મ ‘ટેલ મી ઓ ખુદા’માં ઈશા સાથે કામ પણ કર્યું, જે બતાવે છે કે સમય સાથે તેમનું મન બદલાયું.ઈશા દેઓલ બોલીવુડમાં આવી તો હતી, પરંતુ તેમને ભાઈઓ જેવી મોટી સફળતા મળી નહીં. રિપોર્ટ્સ મુજબ ઈશા દેઓલની પોતાની સંપત્તિ 50 થી 100 કરોડરૂપિયા વચ્ચે માનવામાં આવે છે.અહના દેઓલે પણ થોડીવાર માટે ફિલ્મોમાં પગ મૂક્યો હતો પરંતુ ટૂંક સમયમાં પરિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અહના એક પ્રશિક્ષિત ઓડિસી નૃત્યાંગના છે અને અનેક પ્રસંગે માતા હેમા માલિની અને બહેન ઈશા સાથે સ્ટેજ પર પરફોર્મ કરી ચૂકી છે. અહનાએ દિલ્હી સ્થિત બિઝનેસમેન વૈભવ બોહરા સાથે લગ્ન કર્યા છે.—