ધર્મેન્દ્ર વિશે સારા સમાચાર એ છે કે તેઓ હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. આજે સવારે 7:30 વાગ્યે ધર્મેન્દ્રને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. તેમના સાથે પુત્ર બોબી દેઓલ હાજર હતા.
બોબી દેઓલે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી લઈને જ્હૂહુ સ્થિત તેમના બંગલામાં પહોંચાડ્યા. ધર્મેન્દ્રને તેમની તબિયત હજી નાજુક હોવાને કારણે એમ્બ્યુલન્સ મારફતે જ ઘેર લાવવામાં આવ્યા.તેમને હોસ્પિટલમાં આઈસિયૂમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા,
તેથી સાવચેતીરૂપે ઘેર પણ આઈસિયૂ સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં હવે ધર્મેન્દ્રનું સારવાર કાર્ય ચાલુ રહેશે. પરિવારએ નિર્ણય લીધો છે કે હવે તેમનો ઈલાજ અને રિકવરી ઘેર જ કરવામાં આવશે.ધર્મેન્દ્રના ડિસ્ચાર્જ પછી પરિવાર તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં જણાવાયું કે ધર્મેન્દ્ર હવે ઘેર છે, તેમનું ટ્રીટમેન્ટ ચાલુ રહેશે
અને મીડિયા તેમજ જનતાને પ્રાઈવસી રાખવાની વિનંતી કરવામાં આવી છે.બ્રિચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટરે પણ જણાવ્યું કે ધર્મેન્દ્રને આજે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તેમનું રિકવરી પ્રોસેસ ઘરેથી જ ચાલુ રહેશે. ફિલ્મમેકર ગુડ્ડુ ધન્વા, જે દેઓલ પરિવારના સગા છે, તેમણે પણ કહ્યું કે ધર્મેન્દ્ર હવે સારી સ્થિતિમાં છે અને ઘેર આરામ કરી રહ્યા છે.આ સમાચાર સાંભળી ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે કે ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી બહાર આવી ગયા છે, છતાં સૌ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.