જો તમે સૂર્યવંશમ ફિલ્મ જોઈ હશે તો તમે આ હીરોઇનને જરૂર ઓળખી ગયા હશો. ફિલ્મમાં તેમનું નામ રાધા હતું અને વાસ્તવમાં આ અભિનેત્રીનું નામ સૌંદર્યા છે.
લગ્ન પછી તેમણે ફિલ્મોમાં કામ કરવું છોડીને રાજકારણની દુનિયામાં પગલું ભર્યું હતું. કહેવાય છે કે ભાજપમાં જોડાયા પછી એક કાર્યક્રમમાં જવા માટે તેઓ ખાનગી વિમાનમાં જઈ રહ્યા હતા અને દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં અભિનેત્રીનું દુઃખદ અવસાન થયું હતું.તે સમયે સૌંદર્યા ગર્ભવતી પણ હતી.
સૌંદર્યાને લઈને એવું કહેવામાં આવે છે કે તેમના મૃત્યુની ભવિષ્યવાણી બાળપણમાં જ થઈ ગઈ હતી.રિપોર્ટ્સ અનુસાર, એક જ્યોતિષીએ એવી આગાહી કર્યા પછી સૌંદર્યાના માતા-પિતા ખૂબ ચિંતિત થઈ ગયા હતા અને તેમણે પુત્રીની આયુષ્ય વધારવા માટે અનેક પૂજા-પાઠ પણ કરાવ્યા હતા.પરંતુ હોતું ભાગ્ય કોણ ટાળી શકે?
ખેર, સૌંદર્યા હંમેશા પોતાના ચાહકોના દિલોમાં જીવંત રહેશે.તો મિત્રો, શું તમે સૂર્યવંશમ ફિલ્મ જોઈ છે?કમેન્ટમાં જરૂર જણાવો.