Cli

રિક્ષાચાલક મહંમદ આસિફની માનવતા બની મિશાલ

Uncategorized

રીિક્ષા ચાલક મહમદ આસિફની માનવતા બની મિશાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા ચોરી લૂટફાટ છેતરપિંડી જેવી ઘટનાઓ વધવા લાગી છે તેવા સમયે હળાહળ કળયુગના સમયમાં આજે અમે આપની મુલાકાત કરાવીશું એક એવા સામાન્ય યુવાન સાથે કે જેણે લાખો રૂપિયાના દાગીના મૂળ માલિકને પરત કરી ઈમાનદારીની અભૂતપૂર્વ મિસાલ રજૂ કરી છે જુઓ

આ રિપોર્ટમાં આપની સ્ક્રીન પર એસપીના હાથે પ્રશંસા પત્ર સ્વીકાર કરી રહેલા યુવાનને જરા ધ્યાન ધ્યાનથી જુઓ આ યુવાને સાચા અર્થમાં રૂપિયા કરતાં માનવતા શ્રેષ્ઠ છે તે સાબિત કરી દીધું છે. પાલનપુરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકેપોતાની રિક્ષામાં લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ભરેલી બેગ ભૂલી જનાર પેસેન્જરને બનાસકાંઠા પોલીસની મદદથી શોધી વગર કોઈ લાલચે લાખો રૂપિયાના દાગીનાની બેગ મૂળ માલિકને હસતા મોડે સોંપી દીધી મહમદ આસિફની આ બેમિસાલ ઈમાનદારી માટે જિલ્લા પોલીસવડાએ તેને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા

તો દાગીનાના મૂળ માલિક ધર્મેશભાઈએ પણ મહમદની માનવતાને દિલ ખોલીને બિરધાવી મારું 24 તારીખના રોજ મારું બેગ ગુમ થયેલ રિક્ષાના અંદર અને ખાસ કરીને નેત્રમની ટીમે મને અડધો કલાકની અંદર ખૂબ સારી એવી સફળતા આલી છે પોલીસ મિત્ર તથા નેત્રમની ટીમના સાહેબ શ્રીઓ અને બહેન શ્રીઓનો ખૂબખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને રિક્ષાવાળા ભાઈ જે એમને મને તરત હોધીને બી એમને ટ્રાય કરીને બી મને અહીંયા બેક પૂરેપૂરી વસ્તુ સહિત મને સુપરત કરેલ છે તે બદલ હું ધર્મેશ ઠાકર એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

અને 5,13,000 ની રકમના માતપર દાગીના હતા તે મને બધા પરત મળેલ છે. પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતા ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર 24 ઓક્ટોબર 2025 ના રોજ પરિવારજનો સાથે દિવાળી મનાવવા પોતાના વતન સિદ્ધપુર જવા નીકળ્યા હતા. તેઓ દિલ્હી ગેટથી મહમદ આસિફની રિક્ષામાં બેસી પાલનપુર હાઈવે પર આવેલ અરોમા સર્કલ ખાતેઉતર્યા હતા પરંતુ ધર્મેશભાઈ રિક્ષામાંથી ઉતરતા સમયે પોતાની સાથે રહેલી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં જ ભૂલી ગયા અને ખાનગી વાનમાં બેસી સિદ્ધપુર જવા રવાના થઈ ગયા

પરંતુ રસ્તામાં જ તેઓને બેગ ખોવાઈ જવાનું યાદ આવતા તેઓએ તાત્કાલિક બનાસકાંઠા પોલીસનો સંપર્ક કર્યો. ગત તારીખ 24/ 10/2025 ના રોજ બપોરના 12 વાગ્યાના આસપાસે જે અરજદાર છે ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર તેઓ પાલનપુરના રહેવાસી છે અને તેઓ દિલ્હી ગેટથી પાલનપુર એરોમા સર્કલ એ રિક્ષામાં બેસીને ત્યાં ગયા હતા અને ત્યાંથી પછી પેસેન્જર વાણમાં એ પાટણ તરફ પોતાના જેમુકામે ત્યાં જવા માટે નીકળેલા હતા આ દરમિયાન તેઓ રિક્ષામાં પોતાનું સોના ચાંદીના દાગીના જે 5,13,000 નો મુદ્દામાલ જે હતો એ રિક્ષામાં ભૂલી ગયેલા હતા. આ જે મુદ્દામાળ જે ભૂલી ગયા હતા એ બાબતે તેઓ અમારી જે બનાસકાંઠાની નેત્રમ ટીમ છે એમાં પીએસઆઈ કેડી રાજપૂત અને ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ રિક્ષાનું સીસીટીવી કેમેરાને અંતર્ગત એનું જે સઘન જે ચેકિંગ હતું એ ધોરણ ચેકિંગ દરમિયાન એ આઈડેન્ટિફાય કરવામાં આવ્યું હતું અને આ જે રિક્ષા ચાલક છે એનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રિક્ષા ચાલકે પોતાની પ્રમાણિકતાથી તરત આ બાબતે આવિગત જણાવેલી કે આ મુદ્દામાલ એમની પાસે આ રિક્ષામાં રહી ગયેલો છે જે પાછળ પડ્યો છે અને તરત પછી એમણે નેત્રમના ટીમને સુપરત કર્યો હતો નેત્રમની ટીમ દ્વારા જે આજે આ મુદ્દામાલ હતો એ માનનીય જિલ્લા પોલીસવાળા શ્રી પ્રશંત સુબે સાહેબના હસ્તે જે અરજદાર છે એમને આજે પરત કરવામાં આવ્યો હતો આજે જે આખું જે કામગીરી છે

એમાં અમે ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે આ નેત્રણ કેમેરા જે આખા પાલનપુર શહેરમાં લગાવવામાં આવ્યા છે એ તમામ જેટલા બી રાહ ભરી છે જે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે એમને જોમુદ્દામાલ બાબતે કે બીજા કોઈ એમની અનેક કિમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તો તરત અમારી નેત્રની ટીમ બનાસકાંઠા પોલીસમાં બી સંપર્ક કરે અને અમે તત્પર છીએ કે તમામ જે પાલનપુર રહેવાસીઓ છે બનાસકાંઠા રહેવાસીઓ છે એની સુરક્ષા જળવાઈ રહે બીજું અમે તમામ નાગરિકોને એ પણ અપીલ કરીએ છીએ કે આ દિવાળીનો સમયગાળો છે અત્યારે તહેવારોનો સમયગાળો છે તો આવો કિમતી મુદ્દામાલ હોય તો એ પોતાના સાથે આવો કિમતી મુદ્દામાલ સાંચવીને રાખે જ્યાંથી કોઈ આતો ભૂલી ગયેલા હતાને મળી ગયું છે

તો કોઈ લેભાગો તત્વોનો લાભ ન લઈ લે એ માટે પણ સર્વે જે જાગૃત નાગરિકો છે એ પોતાના તરફે બી તકેદારી રાખેએવી બનાસકા પોલીસ તમને વિનંતી કરે છે અને અપીલ કરે છે મમદ આસિફ પણ પેસેન્જરને હાઈવે ઉતારી આગળ વધ્યો ત્યારે અન્ય પેસેન્જર બેસાડતી વખતે તેને આ બેગ જોવા મળી બનાસકાંઠા પોલીસે નેત્રમ કેમેરાની મદદથી ધર્મેશભાઈ રિક્ષામાં જ બેગ ભૂલી ગયા હોવાની ખાતરી કરી તે સમયે રિક્ષા ચાલક મહમદ આસિફે રૂપિયા 5.13 13 લાખના સોના ચાંદીના દાગીના ભરેલ બેગ પોલીસને સોપી અને પોલીસે મૂળ માલિક ધર્મેશભાઈ સાથે બેગની ખાતરી કરી આ બેગ મૂળ માલિક ધર્મેશભાઈને પરત કરી મારું નામ મહમ્મદ આસિફ ઇલિયાસભાઈ કુરેશી છે અને હું માલણ હું અહયા પાલણપુરામાંગુલમદવાસમાં રહું છું ને મારી રિક્ષામાં ભાઈની બેગ રહી ગઈ હતી તો મેં નેત્ર પોલીસે મને કોન્ટેક્ટ કર્યો ને હું એ બેગ લઈને નેત્ર પોલીસને આપી ગયો પોલીસ સ્ટેશનમાં આવીને ને એમને બહુ સારો સપોર્ટ કર્યો ને જે ભાઈની બેગ હતી એ ભાઈને પરત બેગ મળી ગઈ કહેવાય છે કે વ્યક્તિ એ ધર્મ કે નામથી નહીં પણ કર્મથી મહાન બને છે રિક્ષા ચલાવી માંડ માંડ પેટીયું રડનાર યુવાને આજે લાખો રૂપિયાના દાગીના ભરેલી બેગ મૂળ માલિકને સોંપી સાચા અર્થમાં માનવતા મહેકાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *