રામચરણ અને ઉપાસનાના જીવનમાં ફરી ખુશીઓએ બારણું ખટખટાવ્યું છે.હા, દક્ષિણ ભારતના સુપરસ્ટાર રામચરણના ઘરે હવે ડબલ ખુશીઓ આવવાની છે, કારણ કે તેમની પત્ની ઉપાસના જલ્દી જ જોડીયા બાળકોને જન્મ આપવાની છે.
હવે ઘરમાં એક નહીં પરંતુ બે નાનકડા પરીઓની કિલકારીઓ ગુંજશે.સૂત્રોના જણાવ્યા મુજબ, રામચરણ અને ઉપાસનાએ દિવાળીના ખાસ અવસર પર આ સારા સમાચાર સૌ સાથે વહેંચ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યો છે. ચિરંજીવીને પણ હવે જોડીયા બાળકોના દાદા બનવાનો આનંદ મળશે.ઉપાસનાએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમની ગોદ ભરાઈની ઝલક જોવા મળી હતી.
આ વીડિયોમાંથી જ ફેન્સને ઈશારો મળ્યો કે ઉપાસના બીજી વાર માતા બનવા જઈ રહી છે. બાદમાં તેમની માતાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી.તેમણે કેપ્શનમાં લખ્યું હતું — “દિવાળી આ વર્ષે ખરેખર ડબલ ધમાકો લઈને આવી છે, કારણ કે અમે આગામી વર્ષે ઉપાસના અને રામચરણના જોડીયા બાળકોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. આ મારા જીવનનો સૌથી આનંદનો ક્ષણ છે.”
આ ખુશીના સમાચાર બાદ ફેન્સ પણ કમેન્ટ્સમાં જોરદાર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે — કોઈએ લખ્યું, “જોડીયા બાળકોની ખબર સાંભળીને મારું દિવસ બની ગયું,” તો કોઈએ કહ્યું, “ડબલ ખુશીઓ, ડબલ લવ — અભિનંદન!”ઉલ્લેખનીય છે કે રામચરણ અને ઉપાસનાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. લગ્નના 11 વર્ષ બાદ, વર્ષ 2023માં તેમણે તેમની પ્રથમ દીકરી ક્લીન કારાને જન્મ આપ્યો હતો. અને હવે 2 વર્ષ પછી કપલ ફરીથી માતા-પિતા બનવા જઈ રહ્યા છે — તે પણ જોડીયા બાળકોના!આ ડબલ ખુશીઓથી આખો મેગા પરિવાર ઉત્સાહથી ઝૂમી રહ્યો છે.