સલમાન ખાનનો શો “બિગ બોસ 19” હાલ ચાલી રહ્યો છે. વીકએન્ડ દરમિયાન ખાસ એપિસોડ રજૂ થાય છે, જેને “વીકએન્ડ કા વાર” કહેવામાં આવે છે. આ એપિસોડમાં સલમાન ખાને સ્પર્ધકો પાસેથી આખા અઠવાડિયાની રિપોર્ટ માંગે છે અને તેમના વચ્ચે થયેલા વિવાદો પર ચર્ચા કરે છે.
ક્યારેક તો તેઓ પોતાના વ્યક્તિગત મુદ્દાઓ પર પણ વાત કરે છે.તાજેતરના એપિસોડમાં સલમાને પોતાના પર લાગેલા આરોપોને લઈને પણ વાત કરી. તેઓ શોમાં અમાલ મલિકને સમજાવતા કહે છે — “સુષ્મિતા સેનએ એક ખૂબ સુંદર વાત કરી હતી કે લોકો તમારા રિએકશન પાછળ આવશે.
તમે કેવી રીતે પ્રતિસાદ આપો છો, લોકો એ જ યાદ રાખશે.”સલમાન આગળ કહે છે — “મને ખબર છે 30-40 વર્ષ પહેલાની કેટલીક મનગઢંત અને વધારીને કહી આવેલી વાતો માટે હું આજે પણ ભોગવી રહ્યો છું. ચેરિટી કરું તો લોકો કહે છે દેખાવો છે, ઈજ્જત આપો તો પણ કહે છે દેખાવો છે.
મેં જે કર્યું નથી, તેના બિલ પણ મારા માથે ફાડી દેવામાં આવ્યા છે. શું તમારામાં એ માનસિક શક્તિ છે કે તમે આ બધું સંભાળી શકો? આ ખૂબ ખરાબ દુનિયા છે.”સલમાન કહે છે કે જ્યારે બધું તમારા વિરુદ્ધ ચાલે ત્યારે માથું નમાવીને શાંતિથી કામ કરતા રહો. તેમણે સ્પષ્ટ કોઈ વિવાદનું નામ લીધું નહોતું,
પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટપણે તાજેતરના અભિનેવ કશ્યપ વિવાદ તરફ હતો.અભિનેવ કશ્યપે આરોપ લગાવ્યો છે કે દબંગ ફિલ્મના સેટ પર સલમાન ખાને તેમને ખૂબ પરેશાન કર્યા હતા અને યોગ્ય ક્રેડિટ તથા પૈસા આપ્યા નહોતા. સલમાનએ કહ્યું કે લોકો પોડકાસ્ટમાં જઈને મનગઢંત કહાનીઓ કહે છે અને ખોટી વાતો ફેલાવે છે.આ