Cli

મહાભારતના કર્ણ પંકજ ધીરના અવસાન પર બોલીવુડમાં શોક, સલમાન ખાને આપી શ્રદ્ધાંજલિ

Uncategorized

1988ની બી. આર. ચોપરાની મહાભારતમાં કર્ણનું પાત્ર ભજવીને ઘરઘરમાં પ્રસિદ્ધ થયેલા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું 15 ઑક્ટોબરે અવસાન થયું હતું

1988ની બી. આર. ચોપરાની મહાભારતમાં કર્ણનું પાત્ર ભજવીને ઘરઘરમાં પ્રસિદ્ધ થયેલા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું 15 ઑક્ટોબરે અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી કેન્સર સાથે લડી રહ્યા હતા. બુધવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર દરમિયાન ફિલ્મ અને ટીવી જગતના ઘણા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા

. આ પ્રસંગે અભિનેતા સલમાન ખાન પણ હાજર રહ્યા હતા, જેઓએ પંકજ ધીરના પરિવારજનોને મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાન ફિક્કી લીલા રંગની શર્ટ અને જીન્સમાં જોવા મળ્યા હતા.

સિક્યોરિટી ગાર્ડ્સ સાથે આવેલા સલમાન ખાને પંકજ ધીરના પુત્ર નિકેતન ધીર અને પરિવારજનોને ગળે મળી સાંત્વના આપી હતી. સલમાન અને નિકેતન ધીર વચ્ચે અગાઉ પણ અનેક પ્રોજેક્ટ્સમાં સાથે કામ થયું હતું અને બંને વચ્ચે સારો સંબંધ હતો. પંકજ ધીરના નિધનથી સમગ્ર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમના સાથે કામ કરેલા કલાકારોએ ભાવુક બનીને તેમની યાદો તાજી કરી હતી.

અભિનેત્રી ઈશિતા દત્તા સેઠએ કહ્યું, “આ સમાચાર સાંભળીને મારા રોંગટા ઉભા થઈ ગયા. તેઓ એક ઉત્તમ વ્યક્તિ અને અદભૂત સહ કલાકાર હતા. મને યાદ છે કે તેઓ દરરોજ ઘેરથી સેન્ડવિચ લાવતા અને હંમેશા મારા માટે થોડું બચાવી રાખતા હતા.

જીવન ખરેખર બહુ ટૂંકું છે.” જ્યારે સીતા ના પતિ અને અભિનેતા બત્સલ સેઠએ કહ્યું, “આ ખુબ દુખદ સમાચાર છે. મને મારી પ્રથમ ફિલ્મ ટાર્ઝનમાં તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. ગોવામાં શૂટિંગ દરમિયાન તેઓ દરરોજ સૌ માટે છાસ લઈને આવતાં. તેઓ હંમેશા ટીમને ખુશ અને આરામદાયક રાખતા હતા.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *