Cli

અમદાવાદના ઇષિત ભટ્ટનું KBCમાં વર્તન કેમ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે?

Uncategorized

સામાન્ય રીતે એવી સમજણ લોકોમાં પ્રવર્તિ હોય છે કે જે અતિશય સફળ વ્યક્તિ હોય ખૂબ પ્રસિદ્ધ માણસ હોય એની અંદર એક પ્રકારનો અહંકાર હોય અથવા એ તોછડું વર્તન કરે તો લોકો કદાચ એને બહુ ગણકારતા નથી અને બહુ સ્વાભાવિક ગણે છે પણ એક ઉંમરમાં ખૂબ વરિષ્ઠ માણસ પ્રસિદ્ધિમાં આ દેશમાં સર્વોત્તમ સર્વોચ્ચ સ્થાન પર પહોંચેલો વ્યક્તિ જેની પાસે લોક ચાહનાની કોઈ કમી નથી સમૃદ્ધિની કોઈ કમી નથી અને ઉંમરના એવા પડા ઉપર છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ મોટાભાગે એમનાથી જુનિયર હોય એ વ્યક્ વ્યક્તિ તમારી સામે બેઠા હોય અને તમે એક ખૂબ નાનું બાળક હોવ અને તમે સતત તોચછડાઈથીવર્તન કરો ત્યારે આખો દેશ એના પર પ્રશ્ન કરે છે.

અમદાવાદ ગુજરાતનો એક છોકરો ખૂબ નાની ઉંમરનું બાળક કોણ બનેગા કરોડપતિના કાર્યક્રમમાં ગયો હવે એ છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા પર એટલો બધો વાયરલ થયો છે અને સોની એન્ટરટેનમેન્ટ છે એટલે મે તમને બતાવી પણ નથી શકવાના પણ એ નાનો છોકરો છે એણે શું વર્તન કર્યું જેના કારણે આટલી બધી ચર્ચામાં આવ્યો એક તો એણે જે નિયમો સમજાવવાની જરૂર નથી ઓપ્શનની જરૂર નથી આ બંધ કરી દો ઓવર કોન્ફિડન્ટ અને અંડર કોન્ફિડન્ટ આ બે પ્રકારની જનરેશન મોટા ભાગે જોવા મળે છે એક કે જેને અતિશય આત્મવિશ્વાસ છે અને બીજું કે જેની અંદરખૂબ બધુ છે પણ એને આત્મવિશ્વાસ નથી આવતો પણ એ બંનેની ઉપર ઉઠીને એક વસ્તુ છે જે છે એરોગન્સ ઘમંડ તોછડાઈ વાત ન કરવાની સમજણ આપણે એવું માનીએ કે નાનું છોકરું છે

એટલે આ પ્રકારનું વર્તન કરે પણ શું ખરેખર દરેક ઘરમાં નાના બાળકો આ રીતે વર્તન કરે છે અને જો ઘરમાં નાના બાળકો આ રીતે વર્તન કરતા હોય અતિશય આત્મવિશ્વાસમાં રહેતા હોય તો એ માં બાપ માટે બહુ ચિંતાનો વિષય છે. જ્યારે બદલાતી પેઢી પર સવાલ થાય છે ત્યારે ખૂબ બધા લોકો એવું કહે છે કે આજની પેઢીને બહુ જ તમે બદનામ કરી રહ્યા છો અથવા આજની પેઢી પર જેટલા બધા સવાલો છે એ આવા જ છે તમારેએની સાથે એડજસ્ટ કરતા શીખવું પડશે પણ એની સામે જૂની પેઢીના વ્યક્તિ બેઠા હતા જેનું નામ અમિતાભ બચ્ચન હતું એમની પાસે પ્રસિદ્ધિની કે કોઈ બીજા કારણની કોઈ જ કમી નથી અને છતાએ આ પ્રકારના વર્તનની સામે આ ઉંમરે આટલી શાલીનતાથી આટલી શાંતિથી એ બાળકને સહન કરવું ને એને ને સાંભળવું એ પોતાની અંદર એક પ્રકારની આવડત છે અને કૌશલ અમિતાભ બચ્ચને ફરી એકવાર દેખાડ્યું છે. ખૂબ બધા માણસો સ્પર્ધકો કેબીસીમાં આવે છે અને ખૂબ જોવાતો એ કાર્યક્રમ છે. કરોડો માણસો જ્યારે જોતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા જો એ બાળકને ફેમસ કરતું તો કદાચ એબાળકને એવું લાગતું કે સોશિયલ મીડિયા કેટલું મોટું વરદાન છે કે રાતોરાત એને સ્ટાર બનાવી દીધો. પણ એ સોશિયલ મીડિયા બે ધારી તલવાર છે તમે જ્યારે એવું વર્તન કરો છો કે જે સામાન્ય સમાજને એવું લાગે છે

કે નહી આ વર્તન આ જગ્યાએ નહોતું હોવું જોઈતું ત્યારે ટીકા પણ કરે છે અને ટીકા માટે દરેકે એટલા માટે તૈયાર રહેવું જોઈએ કેમ કે ખૂબ બધા લોકોની એવી પણ ફરિયાદ છે કે નાનું છોકરું છે એના મા બાપ એના પેરેન્ટિંગ પર સવાલ થઈ રહ્યા છે તમે એના વિશે નથી જાણતા એ સ્થિતિ વિશે નથી જાણતા તો તમારે શું કામ એના વિશે લખવું જોઈએ એ બાળકે બહુ જ સરસજવાબ આપ્યા હોત ને કેબીસીમાં એક કરોડ રૂપિયા જીત્યું હોત તો શું ઈચ્છતા બધા લોકો કે એના વિશે વાત થાય તો એનો જવાબ જવાબ આ છે કે તમે ઈચ્છતા કે છોકરાએ આટલું સરસ કર્યું બધું ઉદાહરણ પૂરું પાડો તમે કે તમારા બાળકો છે એટલા મોટા અને મહાન બને મોટા મહાન અને સારા આદર્શો જો આપણે આપણી આંખો આગળ પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ તો આપણે એ પણ પ્રસ્થાપિત કરવું પડશે કે આપણે શું નથી ઈચ્છતા આપણે આપણા બાળકોને કેવા નથી બનાવવા માંગતા તેનો બહુ સરસ અને સરળ જવાબ છે કે જે મોટાની રિસ્પેક્ટ ન કરી શકે એનું સન્માન ન જાળવી શકે બાળકો એવા તોકેવી રીતે હોવા જોઈએ પહેલા તો બહુ પ્રથાઓ હતી ઘરેથી નીકળતી વખતે વખતે બહુ જ સામાન્ય રીતે માં બાપને પગે લાગીને જતા એના પછી આપણે એવું કહ્યું કે

ભાઈ પગે લાગવું એ તો મોડર્ન નથી રહ્યું આધુનિક નથી રહ્યું એટલે હવે પગે લાગવાનું અને નમસ્તે કહેવાનું નમસ્કાર કરવાનું ગુજરાતીઓ એકબીજાને મળે ત્યારે જે રીતે જય શ્રી કૃષ્ણથી માંડીને અલગ અલગ સમાજ વ્યવસ્થાઓમાં અલગ અલગ રીતે સંબોધતા હોય છે એ સંબોધનો હવે ખોવાતા ગયા એના પછી તમે હેલો હાયને પણ એ સ્વીકારી લીધું એ પણ એક પ્રકારનું સંબોધન છે પણ એના પછી એ રીત ભાત અને બોલવાની મર્યાદા એચૂકાતી ગઈ ને એના પર જ્યારે તમને માત્ર તમારા કલ્ચર સાથે જોડાઈ રહેવાનું કોઈ કે અને એમાં પણ તમને એવું લાગે કે માણસ આધુનિક નથી તો આધુનિક હોવાનો મતલબ શું છે પશ્ચિમના દેશો કે દુનિયાના બાકીના દેશો જે કરે છે એ જ જો આધુનિક હોવાનો મતલબ હોય તો આપણે આપણી આધુનિકતાની વ્યાખ્યા પર ફરી એકવાર વિચાર કરવાનો સમય આવી ગયો છે એ એક નાના બાળક પર બધા દોષનો ટોપલો ઢોળવાનો શું મતલબ એ જે શાળામાં જાય છે એ જે વાતાવરણમાં રહે છે એના મા બાપે પણ જોયું હશે કે

કેવી રીતે વર્તન કરે છે એ બાળકને કદાચ ટોકવા કે રોકવામાં નહીં આવ્યું હોય એક એ ખૂબહોશિયાર હશે એટલે માં બાપ બહુ ગર્વથી કહેતા હશે આજુબાજુના બધાને કે જો મારો છોકરો કેટલો હોશિયાર છે એને બધું જ આવડે છે પણ એને ધીરજ રાખતા કદાચ નહીં શીખવ્યું હોય અને એનું આ પરિણામ છે એ બાળકનેટીક એ બાળકની ટીકા કરવા માટે નહીં પણ દરેક પેરેન્ટ્સ અને એકદમ નવા પેરેન્ટ્સ અમારી પેઢીના મા બાપ એમણે શું કામ આ વિડીયો જોવો જોઈએ એનો જવાબ એ છે કે આપણને એ ખબર છે કે બાળકને કેવું બનાવવું છે તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે બાળકની અંદર શું ન હોવું જોઈએ એક બાજુ ગુજરાતની આ ઘટના ચર્ચા એટલે ગુજરાતનો છોકરો છે પણ ચર્ચા આખા દેશમાં થઈરહી છે અને બીજી એક ઘટના વડોદરાની એમએમએસ યુનિવર્સિટીમાંથી સામે આવી આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલુ છે ક્લાસ ચાલુ છે

અને છોકરો છોકરી યંગ છોકરો છોકરી એકબીજાને ક્લાસરૂમની અંદર પપ્પી કરી રહ્યા છે. કિસ કરવાના વિડીયો આજકાલ એટલા સામાન્ય થઈ રહ્યા છે પણ ક્લાસરૂમની અંદરના જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થાય ત્યારે ખૂબ પ્રશ્નો થતા હોય છે. ક્લાસરૂમની બહાર બગીચાઓમાં કિસ કરતા વિડીયો અને ક્લાસરૂમની અંદર કિસ કરતા વિડીયોડિયોમાં બહુ જ મોટો ફરક છે. એના પછી આર્ટ્સ ફેકલ્ટીના ડીને જો કે એવું કહ્યું છે કે એ બધાને રસ્ટીગેટકરીશું અને કાર્યવાહી કરીશું પ્રશ્ન એ છે કે એ પેઢીને ખચકાટ નથી. પ્રેમ પ્રદર્શિત કરવાનો ખચકાટ ન હોવો પ્રેમ કરી શકવું એ દુનિયાનું સૌથી મોટું વરદાન છે તમે કોઈને પ્રેમ કરી શકો છો તમે પ્રેમ પોતાનો વ્યક્ત કરી શકો છો એ દુનિયાની અદભુત ક્ષણો હોય છે પણ હંમેશા સ્થળ અને સમયની મર્યાદા એ આ આ સંસ્કૃતિ સાથે જોડાયેલું રહેવું છે આપણે જે બનવાની દોટમાં નીકળ્યા છીએ એટલે કદાચ આપણે અમેરિકાએ બની જઈશું અને જાપાન પણ બની જઈશું પણ આપણે ભારત નહી હોઈએ અને આપણે ગમે તેટલું બન્યા પછી ને ગમે તે બન્યા પછી જો આપણે આપણે નહી હોઈએ તો આપણે કશા કામનાહોઈશું

આ વાતનો જવાબ કદાચ પોતાને આપી શકીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ તમે ફ્રેમમાં પાછળ જોઈ લીધું હશે દિવાળીના તહેવારની તમને ખૂબ એડવાન્સમાં શુભકામનાઓ અને અત્યારથી સરસ મજાની તમે ખરીદી કરી શકો પરિવારમાં સરસ ખુશીથી રહી શકો અને આ તહેવાર ખૂબ બધી ખુશીઓ લઈને આવે એવી એકદમ એડવાન્સમાં તમને શુભકામનાઓ અઠવાડિયા સુધી આ ફ્રેમ રહેવાની છે એવી મને સૂચના મળી ગઈ છે એટલે ખૂબ બધી શુભકામનાઓ તમને નમસ્કાર ૐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *