‘શક્તિ’ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે દરિયામાં ભારે પવન ફૂંકાવાની અને ઊંચા મોજાં ઉછળવાની સંભાવના छे…
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ‘શક્તિ’ વાવાઝોડું સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. તેની દિશા હાલમાં પશ્ચિમ-દક્ષિણ તરફની છે. વાવાઝોડું હાલમાં ગુજરાતના મુખ્ય દરિયાકાંઠાથી દૂર છે, પરંતુ તેની ગતિ અને દિશા પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલના આંકડા મુજબ, વાવાઝોડું દ્વારકાથી લગભગ 470 કિલોમીટર દૂર પશ્ચિમમાં કેન્દ્રિત શગેલં છે . તંત્ર પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.દ્વારા વાવાઝોડાની ગતિવિધિઓને ધ્યાનમાં
‘શક્તિ’ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.વાવાઝોડાને કારણે દરિયામાં ભારે પવન ફૂંકાવાની અને ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે, જેના કારણે દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ સંપૂર્ણપણે દરિયો ન ખેડે. જે માછીમારો હાલ દરિયામાં છે, તેમને પણ તાત્કાલિક ધોરણે નજીકના બંદર પર પરત ફરવા માટે જણાવાયું છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
શક્તિ’ વાવાઝોડું હજુ દૂર હોવા છતાં, તેના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે ગુજરાતનું વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડ પર છે. જિલ્લા કલેક્ટર કચેરીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને સતર્ક રહેવા અને કોઈ પણ પરિસ્થિતિમાં ત્વરિત પગલાં લેવા માટે તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમોને તૈનાત કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.
નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગ અને સ્થાનિ તરફથી મળતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન અફવાઓથી દૂર રહે. વાવાઝોડાની ગતિ અને દિશામાં ફેમ્બર થતાં જ તંત્ર દ્વારા નવા અપડેટ્સ જાહેર કરવામાં આવશે.