અંબાણી પરિવારના મહેલ એન્ટીલિયા દુલ્હન જેવી સજાવટથી ઝગમગી ઉઠ્યો. ગળામાં હીરા-પન્નાનો રાણી હાર, માથે બોરલો અને બનારસી બ્રોકેટ લહેંગામાં નીતાબેન અંબાણી ‘ગરબા નાઇટ’માં અદ્ભુત લાગી. વહુઓ શ્લોકા અને રાધિકા સાથે ઝૂમી-ઝૂમીને તેમણે ગરબા રમ્યો તો મુકેશ અંબાણી સાથે ડાંડીયા રાસ પણ કર્યો.
માતાજીને સોનાના ઝડાઉ આભૂષણ પહેરાવી અંબાણી પરિવારએ માતાનું આગમન એન્ટીલિયામાં ભવ્ય રીતે સ્વાગત કર્યું.નવરાત્રિની ધૂમ સમગ્ર દેશમાં છે, ત્યારે અંબાણી પરિવારનો ઉત્સવ તો યાદગાર જ રહેવાનો. હંમેશની જેમ આ વખતે પણ તેમણે મહેલ જેવા એન્ટીલિયામાં વિશાળ ગરબા-ડાંડીયા નાઇટનું આયોજન કર્યું. સૌ પ્રથમ માતાજીના દર્શન કરાયા. ગુલાબી લહેંગામાં માતાજી અદ્ભુત રૂપમાં દેખાઈ રહ્યા હતા. ભવ્ય પંડાલ સજાવ્યો હતો અને
સોનાનો મુકુટ તથા હાર પહેરાવી આરતી-પૂજા કરવામાં આવી.અંબાણી લેડીઝના લુકની વાત કરીએ તો – નીતાબેનનો કસ્ટમ મેડ બનારસી બ્રોકેટ લહેંગો-ચોળી સૌનું ધ્યાન ખેંચી ગયો. તેમણે ગળામાં કુન્દન-પન્નાનો રાણી હાર, હાથે ડાયમંડની ચુડીઓ, માથે બોરલો અને વાળમાં જુડાને ગજરાથી શણગારી હતી. નાની વહુ રાધિકા મલ્ટીકલર લહેંગામાં પોતાની પ્રફુલ્લિત પર્સનાલિટી સાથે ખૂબ જ મોહક લાગી.
મોટી વહુ શ્લોકા પિંક લહેંગામાં ખીલી ઉઠી. ઈશા અંબાણીએ પોતાની ગુજરાતી સંસ્કૃતિથી પ્રેરિત લહેંગો પહેર્યો જે પિરામલ પરિવારની વહુ પર ખુબ સરસ લાગ્યો.ગરબા નાઇટના વીડિયો પરથી જોવા મળ્યું કે નીતાબેન અંબાણીએ પોતાની ખાસ નૃત્ય પરફોર્મન્સથી માહોલ જમાવી દીધો. વહુઓ રાધિકા અને શ્લોકા સાથે પણ ઝૂમી ઉઠ્યા.
નાનાં બાળકો વેદા, પૃથ્વી, આદ્યા અને કૃષ્ણાએ પણ ધમાલ મચાવી. નીતાબેન પોતાની પૌત્રી વેદા સાથે ડાંડીયા રમતા નજર આવ્યા. મુકેશ-નીતા અંબાણી જોડીએ પણ ડાંડીયા રમ્યો. રાધિકા પોતાના પિતા વીરેન મર્ચન્ટ અને પતિ અનંત અંબાણી સાથે રમતા દેખાઈ. નીતાબેનની માતા પૂર્ણિમાબેન દલાલના ગરબા નૃત્યે પણ સૌનું દિલ જીતી લીધું.