મિત્રો આપણે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે યાર મને તો છે ને દિવસના 24 કલાક પણ હવે ઓછા પડે છે તો હવે એવું ખરેખર થવા જઈ રહ્યું છે 24 કલાકના સમયમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી હંમેશા ફરતી રહે છે અને તેને પોતાની ધરી પર એક ચક્કર લગાવવામાં 24 કલાક લાગે છે પરંતુ હાલમાં જ વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
વૈજ્ઞાનિકોના મતે હાલના દિવસોમાં પૃથ્વી ખૂબ ઝડપથી ફરી રહી છે અને 24 કલાક કરતા ઓછા સમયમાં એક ચક્કર લગાવી રહી છે. પૃથ્વીના ઝડપથી ચક્કર લગાવવાની આ ઘટનાએ વૈજ્ઞાનિકોને પણ ચકિત કરી મુક્યા છે. એક
રિપોર્ટ મુજબ ધરતીનો ઝડપથી ફરવાનો આ મામલો 2020 ના મધ્યથી શરૂ થયો હતો અને તેના કારણે વૈજ્ઞાનિકોને હવે એટોમિક ક્લોકનો સમય પણ બદલવો પડી શકે છે. ડેટા કલેક્શનના હિસાબે 19 જુલાઈ 2020 નો દિવસ અત્યાર સુધીનો સૌથી નાનો દિવસ હતો. આ દિવસે પૃથ્વી પોતાની ધરી પર 1.4,602 ms પહેલા આવી ગઈ હતી.
આવામાં હવે વૈજ્ઞાનિકોને એવું લાગે છે કે ઘડિયાળમાં હવે નેગેટિવ લિપ સેકન્ડ જોડવી પડશે. કેમ કે 1970 થી અત્યાર સુધી કુલ મળીને 27 લીપ સેકન્ડ જોડવામાં આવી ચૂકી છે. 2020 ના મધ્યથી પૃથ્વી રોજ પોતાના 24 કલાકના ચક્કરને 0.5 5 મિલીસેકન્ડ પહેલા જ પૂરો
કરી રહી છે એટલે કે આપણા 24 કલાકમાં 0.5 મિલીસેકન્ડ ઓછી થઈ રહી છે એટલે કે આવનારા દિવસો ધીમે ધીમે ટૂંકા થઈ રહ્યા છે સામાન્ય માણસોને સમયના આ ફેરફારની ખબર પડશે નહીં આ ફક્ત એટોમિક ક્લોકના માધ્યમથી જ જાણી શકાય છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજીટલ સાથે જોડાયેલા રહેજો