ધ કપિલ શર્મા શો એક એવો શો જેને વર્ષ ૨૦૧૬થી લોકોને હસાવવાની શરૂઆત કરી હતી. આ શોમાં ઘણાં ઉતર ચડાવ આવ્યા. શો માં ઘણી વાર જજ બદલવામાં આવ્યા પરતું આ શો ની લોકપ્રિયતા કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો જો કે વચ્ચે એવી ખબર આવી હતી કે કપિલ શર્મા શો બંધ થઈ જશે પરતું સલમાન ખાનની દયાથી શો ચાલુ રહ્યો હતો.
ત્યારે હાલમાં એવું સાંભળવા મળ્યું છે કે હવે કપિલ શર્માના જોકસ લોકોને પોતાની તરફ કે શોની તરફ આકર્ષવામાં નિષ્ફળ જઈ રહ્યા છે આ શોને હવે લોકો એટલો પસંદ નથી કરતા જેટલો શરૂઆતમાં કરતા હતા લોકોનું માનીએ તો આ શોમાં હવે જોકસ રિપીટ થઈ રહ્યા છે આજદિન સુધી કપિલ શર્મા શોમાં બીજા લોકોની કે દર્શકોની મજાક ઉડાવતો હતો.
લોકો હસતા હતા ત્યારે હાલમાં લોકો કપિલ પર બોડી શેમિંગનો આરોપ પણ લગાવી રહ્યા છે અને એક રીતે આ ખોટું પણ નથી તમે બધાએ આ વાત નોંધી જ હશે કે શોમાં માત્ર બે જ મહિલા છે એક અર્ચના સિહ જે જજ છે અને બીજી સુમોના ચક્રવર્તી અને દરેક એપિસોડમાં આ બંનેના શરીરને લઈને કોઈને કોઈ મજાક ઉડાવવામાં આવતી જ હોય છે.
અરે એટલું જ નહિ શોની જજ અર્ચનાને નવજોત સિંહ સિદ્ધુના નામે પણ ચિડવવામાં આવે છે સાથે જ શોના પાત્રોમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં નથી આવ્યો શોમાં સુમોના ચક્રવર્તી અને ચંદુના પાત્રને એવું બનાવી દેવામાં આવ્યું છે કે તેના શોમાં હોવા ન હોવાની દર્શકો ઉપર કોઈ અસર જ ન થાય.
હમણાંની જ વાત કરીએ તો શોમાં જ્યારે કોમેડી કિંગ ગોવિંદા આવ્યા હતા ત્યારે પણ શોમાં કોઈ ખાસ બદલાવ કે ખાસ કોમેડી જોવા નહોતી મળી ત્યારે કપિલ શર્મા શો માટે એટલું જ કહી શકાય કે એકની એક ભાવતી વસ્તુ પણ રોજ આપવામાં આવે ને તો પણ ન ગમે આ તો મનોરંજનની વાત છે જો બીજાની મજાક ઉડાવવાને બદલે પોતાની આવડતથી લોકોને હસાવશો તો જ લોકો તમને જોવાનું પસંદ કરશે.