બાલિકા વધુ સીરિયલ થી ઘર ઘરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી અવિકા ગૌરે હાલમાં એક બહુ જ મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને પોતાની સાથે થયેલી ખરાબ હરકત વિશે વાત કરી છે. અવિકાએ કહ્યું હું તે સમયે ભારતની બહાર એક ઇવેન્ટ માટે ગઈ હતી. એકલી હતી. તે સ્ટેજ પર ચડી રહી હતી ત્યારે તેને કોઈનો હાથ અડક્યો, કોઈ ખરાબ હરકત કરવાની કોશિશ કરી રહ્યું હોય તેવું મને લાગ્યું. મે પાછળ જોયું તો મારા સિક્યોરિટી ગાર્ડ સિવાય ત્યાં કોઈ ન દેખાયું.
અવિકા સમજી ગઈ કે તે વ્યક્તિ છે જેણે તેને સ્પર્શ કર્યો છે અને તે ફરીથી આવું કરશે, ગાર્ડ એ ફરી આવું કરવા પ્રયત્ન કર્યો અવિકાએ પાછળ ફરીને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો તો બોડીગાર્ડે માફી માંગી એટલે કે તેણે આ કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ અવિકા કહે છે કે તે સમયે તે ખૂબ જ નાની હતી, તેને ખબર નહોતી કે આવી પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી, તેનામાં હિંમત નહોતી.
પરંતુ આજે તે જાણે છે કે આવી સ્થિતિમાં શું કરવું જો આજે તે ઘટના બની હોત તો કદાચ અવિકાએ તેને સીધો થપ્પડ માર્યો હોત, પરંતુ તે સમયે સિક્યોરિટીવાળાએ માત્ર સોરી કહ્યું એટલે અવિકાએ પણ તેને જવા દીધો.
પરંતુ અવિકાને સમજાઈ ગયું હતું કે બોડીગાર્ડે જે પણ કર્યું છે તે ખોટું હતું અને તેણે જાણી જોઈને કર્યું હતું કે ભીડનો ફાયદો ઉઠાવીને કોઈએ અભિનેત્રી સાથે ખોટું કર્યું હોય. આ પહેલા સુષ્મિતા સેન સાથે પણ આવી જ એક ઘટના બની ગઈ છે .