ટીવીની જાણીતી અભિનેત્રી ચાહત ખન્ના હાલમાં ત્રીજા લગ્ન કરવા જઈ રહી છે, બે લગ્નમાં છૂટાછેડા લીધા બાદ હવે ચાહત ત્રીજીવાર લગ્ન કરી રહી છે.હાલમાં ચાહતલિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. ચાહત અભિનેતા રોહન ગંડોત્રાને ડેટ કરી રહી છે. મીડિયા રીપોર્ટસ અનુસાર ચાહત રોહન સાથે ત્રીજા લગ્ન કરી શકે છે. ચાહતને બે દીકરીઓ છે જો કે તેને કોઈને લાગતું નથી કે તે બે દીકરીઓની મા હોય.
ચાહતાના પહેલા લગ્ન ૨૦ વર્ષની ઉંમરમાં થયા હતા.તેણે વર્ષ 2006માં ભરત નરસિમ્હા નિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડાક મહિનાઓ બાદ જ તેમના લગ્ન તલાક સુધી પહોંચી ગયા હતા. ચાહત ભરત પર કરેલું હિંસાનો આરોપ લગાવીને અલગ થઈ હતી.લગ્નના સાત મહિનામાં જ તેમના તલાક થયા હતા.પતિથી તલાક થયા બાદ ચાહતે કરિયર પર ધ્યાન આપવાની શરૂઆત કરી હતી.જે બાદ ચાહતને ફરહાન મિર્જા સાથે પ્રેમ થયો.બંનેએ થોડા સમય ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેમના ઘરે બે દીકરીઓનો જન્મ થયો.

જો કે આ લગ્ન પણ વધુ ન ટક્યા. ચાહત ઘર છોડીને ભાગી ગઈ હતી. તેનું કહેવું હતું કે પતિ તેને જમવાનું પણ નહોતો આપતો. તેણે ફરહાન પર મારપીટ નો આરોપ લગાવ્યો તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે પ્રેગનેન્સી દરમિયાન ફરહાને ઘણીવાર તેણે ઘરથી બહાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.
વર્ષ 2018માં ચાહતે ફરહાન સાથે તલાક લઈ લીધા હતા જે બાદ હાલમાં તે પોતાના બોયફ્રેન્ડ રોહન અને દિકરીઓ સાથે એક જ ઘરમાં રહે છે. ચાહત ની દીકરી અને રોહન વચ્ચે ખૂબ જ મજબૂત સંબંધ છે. ચાહતની દીકરીઓ રોહનને જ પોતાના પિતા માને છે. તેથી એવું કહેવાય રહ્યું છે કે ચાહત જલ્દીથી જ રોહન સાથે લગ્ન કરી શકે છે. જોકે હાલમાં તેના તરફથી આ વિશે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ચાહતના કરિયરની વાત કરીએ તો તે વર્ષ 2005માં ટીવી શો હીરો ભક્તિ હી શક્તિ થી ટીવીની દુનિયામાં શરૂઆત કરી હતી. આ સિવાય તેણે કુબુલ હે, ડર સબકો લગતા હૈ, બડે અચ્છે લગતે હો જેવી સીરિયલ દ્વારા ઘર ઘરમાં ઓળખ મેળવી.