Cli
must know this

અમદાવાદીઓ જાની લેજો ! દા!રૂ પીને ગાડી ચલાવતા વ્યક્તિને પકડવા પર પોલીસ કર્મચારીને મળશે ઇનામ.

Breaking

દેશમાં દા!રૂબંધી હોવા છતાં દા!રૂ પીને કાર ચલાવતા લોકોના અનેક કિસ્સા વર્ષ દરમિયાન સામે આવતા હોય છે. ખાસ તો વર્ષના અંત સમયે એટલે કે ૩૧ ડિસેમ્બરના રોજ દા!રૂ પીને કાર ચલાવવાના કે દા!રૂના નશામાં અકસ્માત થયો હોવાના કિસ્સા સામે આવતાં હોય છે. આ જ કારણ છે કે હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અવારનવાર બનતી આ અકસ્માત ની ઘટનાઓને રોકવા કડક પગલા લેવામાં આવ્યા છે.

હાલમાં 31 ડિસેમ્બરને ગણતરીના જ દિવસો બાકી છે એવામાં કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારીના ભાગ રૂપે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ જાહેરનામું શહેરના લોકો માટે નથી આ જાહેરનામામાં દા!રૂના ઉપયોગ કરવા અંગે કોઈ સલાહ આપવામાં આવી નથી. પરંતુ આ જાહેરનામું પોલીસના જવાનો માટે છે.

આ જાહેરનામા અમદાવાદ પોલીસ કમિશનરે દા!રૂ પીને ગાડી ચલાવતા વ્યક્તિને સજા કરવા અંગે નહીં પરંતુ દા!રૂ પીને ગાડી ચલાવતા વ્યક્તિને પકડવા માટે પોલીસને ઇનામ આપવાની વાત કરી છે. જાહેરનામા પોલીસ કમિશનરે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં જો કોઈ દા!રૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા ૨૦૦ ઇનામ તરીકે આપવામાં આવશે.

હાલમાં અમદાવાદ લોકો દ્વારા પોલીસ કમિશનરના આ નિર્ણયને ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યો છે. જોકે પોલીસ કમિશનરનો આ નિર્ણય કેટલો ફાયદાકારક નીવડી શકે છે તે તો આવનારો સમય જ કહી શકશે, પરંતુ તેમના નિર્ણયને જોતા કહી શકાય કે તેઓ ગુનેગારના મગજને ખૂબ જ સારી રીતે જાણે છે તેઓ જાણે છે કે ગુનેગારને લાલચ આપવાથી કોઈ જ ફાયદો નહીં થાય, પરંતુ ગુનો રોકનાર વ્યક્તિને લાલચ આપશો તો કદાચ તે વધુ સારી રીતે મહેનત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *